ગુજરાત

gujarat

Vapi Municipality Election 2021: વાપી પાલિકા મતદાનમાં મતદારોને પૈસાની લાલચ અપાતી હોવાનો આપ નો આક્ષેપ

By

Published : Nov 28, 2021, 12:28 PM IST

Vapi Municipality Election 2021: વાપી પાલિકા મતદાનમાં મતદારોને પૈસાની લાલચ અપાતી હોવાનો આપ નો આક્ષેપ

વાપી નગરપાલિકાની 43 બેઠકો માટે યોજાય રહેલ મતદાનમાં (Vapi Municipality Election 2021) એક તરફ મતદાન બુથ પર પાંખી હાજરી વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ ભાજપના ઉમેદવાર પાલિકાની તમામ સીટ પર વિજય મેળવી ભાજપ સત્તા પર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ રૂપિયા વેંચતા (voters were lured by money) હોવાનો વિડીયો ફેસબુક પર live કરી ખળભળાટ મચાવી દીધો છે.

  • ભાજપ ફરી સત્તા પર આવશે તેવો ઉમેદવારનો વિશ્વાસ
  • આપ પાર્ટીએ રૂપિયા વેચતો વિડીયો વાયરલ કર્યો
  • 43 બેઠકો માટે યોજાઈ રહ્યું છે મતદાન

વાપી: વાપીમાં ચાલી રહેલ પાલિકાના મતદાન (Vapi Municipality Election 2021) અંગે ભાજપના વોર્ડ નંબર 8ના ઉમેદવાર અભય શાહે પોતાનો મત આપ્યો હતો. અભય શાહે પોતાની જીત અંગે જણાવ્યું હતું કે, મતદાન પહેલાના 15 દિવસ કેમ્પઈન કર્યું છે. મતદાન બુથ પર મતદારોનો સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Vapi Municipality Election 2021: વાપી પાલિકા મતદાનમાં મતદારોને પૈસાની લાલચ અપાતી હોવાનો આપ નો આક્ષેપ

આ પણ વાંચો:Vapi Municipality Election 2021: કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ

વાપીમાં વર્ષોથી ભાજપની સરકાર

વાપી નગરપાલિકાના મતદારો ભાજપ તરફી છે. વર્ષોથી અહીં ભાજપની સરકાર છે, આ વખતે ભાજપના સી. આર. પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોંગ્રેસ મુક્ત ભારતનું સંપનું છે, તેવી રીતે વાપીમાં પણ ભાજપની સત્તા બનશે. વાપીમાં હાલ તમામ બુથ પર મતદારોનો ઉત્સાહ છે, જે જોતા અમે તમામ 44 બેઠકો કબ્જે કરીશું તેવો વિશ્વાસ અભય શાહે વ્યક્ત કર્યો હતો.

આપનો ભાજપના કાર્યકરો પર પૈસા વેંચતા હોવાના આક્ષેપ

આ તરફ વોર્ડ નંબર 9, 8, 7માં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરો પૈસા વેંચતા હોવાના આક્ષેપ કર્યો છે. આમ આદમીએ વોર્ડ નંબર 9માં કેટલાક મતદારો પૈસા લેતા હોય અને આપતા (voters were lured by money) હોય તેવો વિડીયો બનાવી ફેસબુક પર live (Video Live On Facebook) કરી દીધો છે. જેને લઈને હાલ રાજકિય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો:Vapi Municipality Election 2021: જે કામ કરશે તે જ ઉમેદવારોને મત આપીશું, મતદારોનું સ્પષ્ટ વલણ

આપ એ પોલીસ ફરિયાદ અને ચૂંટણી પંચમાં રજુઆત કરી

પૈસા વેંચવા અંગે આમ આદમી પાર્ટીએ પોલીસ ફરિયાદ અને ચૂંટણી પંચમાં રજુઆત કરવાની તૈયારી કરી હોવાનું ચૂંટણી પ્રભારીએ જણાવ્યું છે. વાપી ટાઉન પોલીસ મથકમા આ અંગે પૂછતાં પોલીસ ઇન્સપેક્ટર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ફરિયાદ નોંધાઇ ના હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details