ગુજરાત

gujarat

Russia Ukraine War Effect: યુદ્ધ લાંબુ ચાલ્યું તો ભારતના ઉદ્યોગ પર પડશે માઠી અસર, વાપીના ઉદ્યોગકારો મૂકાયા ચિંતામાં

By

Published : Mar 2, 2022, 9:55 AM IST

રશિયા અને યુક્રેનનું યુદ્ધ લાંબુ ચાલ્યું તો તેની અસર ભારતના (War Effect on India Industries) ઉદ્યોગ પર પણ પડી (Russia Ukraine War Effect) શકે છે. તેવામાં વાપીના ઉદ્યોગકારોએ પણ આ અંગે ચિંતા (Vapi Industrialist on War) વ્યક્ત કરી હતી. તેમના મતે કોરોના કાળ પછી દેશના ઉદ્યોગમાં ફરી શોર્ટ સપ્લાય આવશે.

Russia Ukraine War Effect: યુદ્ધ લાંબુ ચાલ્યું તો ભારતના ઉદ્યોગ પર પડશે માઠી અસર, વાપીના ઉદ્યોગકારો મૂકાયા ચિંતામાં
Russia Ukraine War Effect: યુદ્ધ લાંબુ ચાલ્યું તો ભારતના ઉદ્યોગ પર પડશે માઠી અસર, વાપીના ઉદ્યોગકારો મૂકાયા ચિંતામાં

વાપીઃ રશિયા યુક્રેન વચ્ચે છેલ્લા 6 દિવસથી ઘમાસાણ યુદ્ધ (Russia Ukraine War Effect) ચાલી રહ્યું છે. તેના કારણે જાનમાલનું પારાવાર નુકસાન થઈ રહ્યું છે. તેવામાં આ યુદ્ધ જો લંબાયું તો ભારતના અનેક ઉદ્યોગો પર તેની માઠી અસર (War Effect on India Industries) થઈ શકે છે. ખાસ કરીને રશિયા યુક્રેનથી આવતા સ્પેશ્યાલિટી કેમિકલ અને રોમટિરિયલ તેમ જ ઈમ્પોર્ટસ, એક્સપોર્ટસ પર તેની અસર Russia Ukraine War Effect) વર્તાશે. કોરોના કાળ બાદ ફરી દેશના ઉદ્યોગોમાં શોર્ટ સપ્લાય આવશે. તેવું વાપીના ઉદ્યોગકારોનું માનવું (Vapi Industrialist on War) છે.

સ્પેશ્યાલિટી કેમિકલમાં ભાવવધારો શોર્ટ ટર્મ સપ્લાય આવી શકે છે

વાપીના ઉદ્યોગ પર ફરી સંકટના વાદળો ઘેરાયા

કોરોના કાળમાં અનેક મુશ્કેલીઓ વેઠી ચૂકેલા વાપી ઔદ્યોગિક વસાહત સહિતની દેશની અન્ય ઔદ્યોગિક વસાહતોમાં રશિયા યુક્રેન યુદ્ધથી ફરી સંકટના વાદળો (War Effect on India Industries) ઘેરાયા છે. ક્રૂડ ઓઈલ અને અન્ય કેટલાક સ્પેશ્યાલિટી કેમિકલનું રોમટિરિયલ રશિયા અને યુક્રેનથી ભારતમાં આવે છે, જે મોંઘા થવા સાથે તેની શોર્ટ સપ્લાય ઊભી થઈ શકે તેવી ચિંતા ઉદ્યોગકારોમાં પ્રવર્તી (Vapi Industrialist on War) રહી છે.

વાપીના ઉદ્યોગ પર ફરી સંકટના વાદળો ઘેરાયાવાપીના ઉદ્યોગ પર ફરી સંકટના વાદળો ઘેરાયા

આ પણ વાંચો-અરવલ્લીઃ શિણાવાડા GIDCમાં સુવિધાના અભાવે ઉદ્યોગ સાહસિકો નિરાશ

સ્પેશ્યાલિટી કેમિકલમાં ભાવવધારો શોર્ટ ટર્મ સપ્લાય આવી શકે છે

રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ (Russia Ukraine War Effect) થયું છે. આ યુદ્ધથી યુક્રેનમાં ભારે જાનમાલનું નુકસાન થયું છે. આ યુદ્ધની આડકતરી અસરો ભારત જેવા દેશને (War Effect on India Industries) પણ નડી રહી છે. યુદ્ધ બાદ સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે. હવે જો યુદ્ધ લંબાયું તો કોરોના કાળ બાદ બેઠા થવા મથતા ભારતના અનેક ઔદ્યોગિક એકમો ફરી મંદીમાં ગરકાવ થઈ શકે છે.

શું કહે છે વાપીના ઉદ્યોગકારો, જુઓ

આ અંગે વાપીના જાણીતા ઉદ્યોગપતિ અને વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, યુદ્ધની શરૂઆત થતા જ તેની અસર વર્તાવી શરૂ થઈ છે. વાપી GIDC સહિત દેશના અનેક ઉદ્યોગોમાં રશિયા યુક્રેનથી આવતું રો-મટિરિયલ (War Effect on India Industries) અને ડાઈઝમાં વપરાતા સ્પેશ્યાલિટી કેમિકલમાં ભાવ વધારો શોર્ટ ટર્મ સપ્લાય આવી શકે છે.

આ પણ વાંચો-રશિયામાં નિકાસ માટે વીમા કવરેજ પાછું ખેંચ્યું નથી: ECGC

શિપિંગ કન્ટેનર સર્વિસને થઈ શકે છે અસર

દેશમાં અને ગુજરાતમાં વાપી, અંકેલશ્વર જેવી GIDCમાં અનેક કેમિકલ એકમો છે. પ્લાસ્ટિક અને સ્ટિલના એકમો છે, જેના પર આ યુદ્ધની અસર પડી શકે છે. હાલમાં વિવિધ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને સરકાર વચ્ચે આ બાબતે મેસેજની આપ લે થઈ ચૂકી છે. જોકે, યુદ્ધ લંબાય તો તેની અસર શિપિંગ ઇન્ડસ્ટ્રી પર પડશે. ઉદ્યોગકારો તેમના ઉદ્યોગો માટે રશિયા યુક્રેનથી રોમટિરિયલ મગાવી નહીં (War Effect on India Industries) શકે. એ જ રીતે દેશના ઉદ્યોગોમાં તૈયાર થયેલ પ્રોડકટ આ દેશોમાં એક્સપોર્ટ કરી નહિ શકે.

ક્રૂડ ઓઈલની અસર દેશના મોટાભાગના ઉદ્યોગો પર થશે

કોરોના કાળ બાદ હવે ધીમેધીમે દેશના ઉદ્યોગો ફરી રફતાર પકડી રહ્યા છે. ઈમ્પોર્ટસ એક્સપોર્ટની શરૂઆત થઈ છે, પરંતુ દેશના મોટા ભાગના ઉદ્યોગોમાં જેની સારી એવી માગ છે. અને આડકતરી રીતે પણ અનેક ઉદ્યોગોમાં મહત્વનું બનતું ક્રૂડ ઓઈલ આ યુદ્ધ (War Effect on India Industries) સ્થિતિને લઈને મોંઘું થશે તો સ્પેશ્યાલિટી રોમટિરિયલ ઉપરાંત ક્રૂડ ઓઇલની અસર ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ દેશના મોટાભાગના ઉદ્યોગો પર થશે.

યુદ્ધ વહેલી તકે બંને દેશની સમજૂતી સાથે વિરામમાં પરિણમે તે જ મહત્વનું

ઉલ્લેખનીય છે કે, વાપી, અંકેલશ્વર જેવી દેશની અનેક GIDCમાં આવેલી કેમિકલ, પ્લાસ્ટિક, એન્જિનિરિંગ, ફાર્મા બેઈઝ્ડ એકમોમાં મોટા ભાગનું રોમટિરિયલ વિદેશથી આયાત કરવું પડે છે. આ માટે શિપિંગ ઉદ્યોગ શરૂ રહેવો અનિવાર્ય છે. ત્યારે રશિયા યુક્રેનના યુદ્ધ બાદ ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા ભારત જેવા વિકસિત દેશ માટે કોરોના બાદ બીજો સૌથી મોટો મરણતોલ ફટકો સાબિત થઈ શકે છે. એટલે હાલમાં તો આ યુદ્ધ વહેલી તકે બંને દેશની સમજૂતી સાથે વિરામમાં પરિણમે તે જ મહત્વનું છે.

ABOUT THE AUTHOR

...view details