અરવલ્લીઃ શિણાવાડા GIDCમાં સુવિધાના અભાવે ઉદ્યોગ સાહસિકો નિરાશ

By

Published : Sep 23, 2020, 5:32 PM IST

thumbnail

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં આવેલા શિણાવાડા ખાતે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા નવી GIDC માટે જગ્યા ફાળવવામાં આવી છે. અરવલ્લીના ઉદ્યોગકારો દ્વારા સ્થળ પર પ્લોટ ખરીદવામાં આવ્યા છે. જો કે, આ સ્થળ પર મૂળભુત સુવિધાઓ જેવી કે 24 કલાક સિક્યુરિટી, બાઉન્ડરી વોલ, લાઇટના કનેકશન, મુખ્ય ગેટ તેમજ પાણી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ઉદ્યોગકારો પોતાનું ઉત્પાદન યુનિટ સ્થાપવા માટે ખચકાઇ રહ્યા છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ તેમને લોન લઇને પ્લોટ ખરીદ્યા છે અને છેલ્લા એક વર્ષથી તેઓ બેન્કના હપ્તા ભરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.