ગુજરાત

gujarat

ભાવનગરના 95 ગામમાં ભરઉનાળે પીવાના પાણીની તંગી, કોંગ્રેસના ધારાસભ્યે પ્રધાનને લખ્યો પત્ર

By

Published : Apr 20, 2022, 2:25 PM IST

ભાવનગરમાં ભરઉનાળે પાણીની તંગી (Water Shortage In Bhavnagar) સર્જાઈ છે. ત્યારે આ અંગે તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ પાણી પૂરવઠા પ્રધાનને પત્ર (Talaja Congress MLA writes letter to Minister) પણ લખ્યો છે.

ભાવનગરના 95 ગામમાં ભરઉનાળે પીવાના પાણીની તંગી, કોંગ્રેસના ધારાસભ્યે પ્રધાનને લખ્યો પત્ર
ભાવનગરના 95 ગામમાં ભરઉનાળે પીવાના પાણીની તંગી, કોંગ્રેસના ધારાસભ્યે પ્રધાનને લખ્યો પત્ર

ભાવનગરઃ સમગ્ર દેશમાં ગુજરાતને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, પરંતુ ભાવનગરમાં ભરઉનાળે પાણીની તંગી (Water Shortage In Bhavnagar) સર્જાતા ગુજરાત સરકારની પોલ ખૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગરમાં પાણીની સમસ્યા (Water Shortage In Bhavnagar) અંગે તળાજા કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ પાણી પૂરવઠા પ્રધાન ઋષિકેશ પટેલને (Letter to Rishikesh Patel to deliver water to Bhavnagar) પત્ર લખ્યો છે. તેમણે પીવાના પાણીની વિકટ સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરવા પણ રજૂઆત કરી છે.

Minister) આ અંગે રજૂઆત કરી છે. સાથે જ તેમણે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. 95 ગામમાં પીવાનું પાણી જ નથી

ભાવનગરનમાં પાણીની સ્થિતિ - તળાજા પંથકના લોકોને 20થી 25 દિવસે પણ અપૂરતું પીવાનું પાણી મળી રહ્યું છે. ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકોને પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે. અહીં 95 ગામોના 2.77 લાખ લોકો માટે 27 MLDની જરૂરિયાત સામે માત્ર 14 MLD પાણી મળે છે. તેવામાં કોંગ્રેસના ધારાસભ્યે સરકારને (Talaja Congress MLA writes letter to Minister) આ અંગે રજૂઆત કરી છે. સાથે જ તેમણે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો-ધામણી ગામના લોકોને પૂછો શું છે એક ટીપું પાણીની કિંમત, 3 કિમી ચાલીને નદીના કોતરમાંથી ભરવું પડે છે પાણી

95 ગામમાં પીવાનું પાણી જ નથી-ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના છેવાડાના ગામો મળી કુલ 95 ગામમાં ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણીની મુશ્કેલી (Water Shortage In Bhavnagar) શરૂ થઈ છે. તાલુકાના કેટલાક ગામો એવા પણ આવેલા છે, જે ગામમાં 20થી 30 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે. આવા સમયે ગામના લોકોને અહીંથી તહીં ભટકવાનો વારો (Water Shortage In Bhavnagar) આવ્યો છે.

આ પણ વાંચો-પાણી મુદ્દે મહિલાઓએ માટલા ફોડી થાળી વગાડી, રાજકોટ તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ

નિયમ મુજબ નથી મળી રહ્યું પાણી - તળાજા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ જળસંપત્તિ અને પાણી પૂરવઠા પ્રધાન ઋષિકેશ પટેલને લખેલા પત્રમાં (Letter to Rishikesh Patel to deliver water to Bhavnagar) તેમણે જણાવ્યું હતું કે, તળાજા વિસ્તારને પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પૂરવઠા સુધારણા યોજનાને 14 MLD પાણી આપવામાં આવે છે. સરકારના પ્રતિ વ્યક્તિ 100 લિટર પાણી આપવાના નિયમ મુજબ, આ વિસ્તારમાં 95 જેટલા ગામો છે અને 2,77,572 જેટલી વસ્તી ધરાવે છે. ત્યારે વસ્તી આધારિત 30 MLD પાણી મળવું જોઈએ. તેના બદલે માત્ર 14 MLD પાણી મળતા મુશેકલી પડી રહી છે. તેમ જ આગામી દિવસોમાં વધુ મુશ્કેલી (Water Shortage In Bhavnagar) થવાની ભીતિને લઈને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી લોકોની સમસ્યા (Water Shortage In Bhavnagar) દૂર કરવામાં આવે. જો લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

ABOUT THE AUTHOR

...view details