ગુજરાત

gujarat

ભાવનગર: 7 મહિનાથી રિસામણે ગયેલી પત્ની ઘરે આવી, બોલાચાલી થતાં પતિને માર્યો માર

By

Published : Oct 4, 2021, 1:07 PM IST

ભાવનગર જિલ્લા (Bhavnagar District)ના તળાજા (Talaja) તાલુકાના બેલા ગામે 7 મહિના સુધી રિસામણે ગયેલી પત્ની જ્યારે સાસરે પાછી આવી તો પતિ સાથે બોલાચાલી થઈ. આ દરમિયાન મામલો બિચક્યો હતો. વિફરેલી પત્નીએ પતિના માથાના ભાગે ચૂલાની લોખંડની ચુલ વડે પ્રહાર કર્યો હતો (Wife Attacked On Husband), જેના કારણે પતિને માથામાં 6 ટાંકા આવ્યા હતા. પતિએ પત્ની વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશન (Alang Police Station)માં ફરિયાદ નોંધાવી છે.

ભાવનગરમાં પત્નીએ પતિને માર મારતા પતિએ કરી પોલીસ ફરિયાદ
ભાવનગરમાં પત્નીએ પતિને માર મારતા પતિએ કરી પોલીસ ફરિયાદ

  • પત્નીએ માથામાં ચૂલાની ચુલ મારીને પતિનું માથું ફોડી નાખ્યું
  • તળાજાના બેલા ગામની ઘટના, પતિએ નોંધાવી ફરિયાદ
  • પતિને માથામાં 6 ટાંકા આવતા હોસ્પિટલમાં ખસેડાયો

ભાવનગર: તળાજા (Talaja) તાલુકાના બેલા ગામે પિયરમાં રહેતી અને 7 માસથી રિસામણે રહેલી પત્નીએ પતિને માથામાં લોખંડની ચીજ વડે માર મારતા ઇજા થઇ હતી. પતિનું માથું ફૂટી જતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પતિએ પત્ની સામે પોલીસ સ્ટેશન (Police Station)માં ફરિયાદ નોંધાવી છે.

પિયર આવેલી પત્નીએ બોલાચાલી થતાં પતિ પર કર્યો હુમલો

ભાવનગર જિલ્લા (Bhavnagar District)ના બેલા ગામે પતિને પત્નીએ માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તળાજા તાલુકાના બેલા ગામે રિસામણે રહેલી પત્નીએ પિયરમાં આવીને પતિને ચૂલાની ચુલ વડે માથું ફોડી નાખતા અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ચૂલામાં ફૂંક મારવાની પાઇપથી કર્યો પ્રહાર

તળાજા તાલુકાના બેલા ગામમાં રહેતા અને 3 સંતાનો ધરાવતા ખીમજીભાઈ ટીડાભાઈ મકવાણાના પત્ની ભારતીબેન રિસામણે છે. 7 મહિનાથી પત્ની રિસામણે હતી. ત્યારે એક દિવસ અચાનક ઘરે આવી ચડેલા ખીમજીભાઈના પત્ની ભારતીબેન સાથે તેમની બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ પત્ની ભારતીબેને ચૂલામાં ફૂંક મારવાની લોખંડની પાઇપ (ચુલ) ખીમજીભાઈને માથાના ભાગે મારી હતી. ખીમજીભાઈને પત્નીએ માર મારતા માથાના ભાગે ઇજા થઇ હતી અને માથામાંથી લોહી નીકળવાની શરૂઆત થઈ ગઈ હતી.

અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી

આથી ખીમજીભાઈને સર ટી હોસ્પિટલ ભાવનગર લાવવામાં આવ્યા હતા. જેમાં તેમને માથામાં 6 ટાંકા આવ્યા છે. ખીમજીભાઈએ પત્ની વિરુદ્ધ અંલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: મરણના દાખલા આપ્યા, પણ કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ નહીં, વિપક્ષે કહ્યું- સરકારે પ્રજાને છેતરી

આ પણ વાંચો:ભાવનગર: કોરોનાકાળમાં મૃતકોની ચીજોની ચોરી મામલે સામે આવી ચોંકાવનારી માહિતી

ABOUT THE AUTHOR

...view details