ETV Bharat / city

ભાવનગર: કોરોનાકાળમાં મૃતકોની ચીજોની ચોરી મામલે સામે આવી ચોંકાવનારી માહિતી

author img

By

Published : Sep 29, 2021, 7:30 PM IST

ભાવનગર જિલ્લા (Bhavnagar District)માં કોરોનાકાળમાં મૃતક દર્દીઓની ચીજો ચોરી થતી હોવાની ફરિયાદો ઊઠી હતી. જો કે આ મામલે સર ટી હૉસ્પિટલ (Sir T Hospital) કે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હાલ પ્રાથમિક ધોરણે આવી કોઈ ફરિયાદ નહીં હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગર: કોરોનાકાળમાં મૃતકોની ચીજોની ચોરી મામલે સામે આવી ચોંકાવનારી માહિતી
ભાવનગર: કોરોનાકાળમાં મૃતકોની ચીજોની ચોરી મામલે સામે આવી ચોંકાવનારી માહિતી

  • ભાવનગરમાં કોરોનાકાળમાં મૃતક દર્દીઓની ચીજો ચોરી થયાની કોઈ ફરિયાદ નહીં
  • નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદની કોઈ વિગત નથી
  • કોરોનાકાળમાં કોરોના દર્દીઓની ચીજો ચોરી થઈ હોવાની ઊઠી હતી ફરિયાદો

ભાવનગર: રાજ્યમાં કોરોનાકાળ (Corona Pandemic) દરમિયાન લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હૉસ્પિટલોમાં દર્દીઓની મોટી સંખ્યા અને ડરના માહોલ વચ્ચે એવી ચર્ચાઓ પણ શરૂ થઈ હતી કે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની વસ્તુઓ હૉસ્પિટલમાંથી ચોરી થાય છે. ભાવનગર શહેર (Bhavnagar City)માં અને જિલ્લામાં પણ કોરોનામાં મૃત્યુ પામતા લોકોની ચીજો ખોવાઈ હોય કે ચોરાઈ હોય તેવી ચર્ચાઓ હતી.

સર ટી હૉસ્પિટલ કે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવી કોઈ ફરિયાદ નહીં

તો હવે આ મામલે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે, જે પ્રમાણે સર ટી હૉસ્પિટલ (Sir T Hospital) કે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હાલ કોઈ પ્રાથમિક ધોરણે આવી ફરિયાદ નહીં હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પ્રમાણે પણ આવી કોઈ ફરિયાદ ભૂતકાળમાં થઈ નથી.

સર ટી હૉસ્પિટલના પીએસઓએ શું કહ્યું?

ભાવનગર શહેરમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની ચીજો ચોરાઈ હોવાની ચર્ચાઓ જાગી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ ફરિયાદ થઈ હોય તેવું સામે આવ્યું નથી. હૉસ્પિટલ પોલીસ ચોકી પાસે એવી કોઈ માહિતી નથી કે ચોરીની અરજી કે ફરિયાદ આવી હોય. ભાવનગર સર ટી હૉસ્પિટલમાં કોરોનામાં મૃત્યુ પામતા લોકોની ચીજો ચોરાઈ હોવાની જે તે સમયે ફરિયાદ ઊઠી હતી, પરંતુ આ મામલે સર ટી હૉસ્પિટલના પીએસઓ વિક્રમભાઈ સાથે વાતચીત કરતા તેમને આવી કોઈ ફરિયાદની જાણ નહીં હોવાનું જણાવ્યું હતું.

આવી ચોરીની પોલીસમાં કોઈ જ ફરિયાદ નથી: સૂત્રો

જો કે હૉસ્પિટલની દરેક ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થતી હોય છે તેવામાં નીલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઓ દિલીપ ચાવડા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ મામલે ફરિયાદની જાણ નથી. ઉલ્લેખનીય છે કે પોલીસ ખાતામાં આવી ચોરીની ફરિયાદ થઈ જ નહીં હોવાનું સુત્રો તરફથી પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: વરસાદમાં ભરાયાં પાણી : મોન્સૂનમાં પ્રિમોન્સૂનની કામગીરી કરતું ભાવનગર કોર્પોરેશન

આ પણ વાંચો: ભાવનગર શેત્રુંજી ડેમ 12 તારીખથી સતત ઓવરફ્લો 50 દરવાજા ખોલ્યા : શહેરમાં ઢીંચણ સુધીના પાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.