ગુજરાત

gujarat

Sujlam Suflam Yojna Bhavnagar: સુજલામ સુફલામ યોજનાના 5માં તબક્કાના કામોના પ્રારંભ માટે ભાવનગર સિંચાઈ વિભાગ સજ્જ

By

Published : Feb 26, 2022, 6:14 PM IST

Sujlam Suflam Yojna Bhavnagar: સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાંચમાં તબક્કાના કામોના પ્રારંભ માટે ભાવનગર સિંચાઈ વિભાગ સજ્જ
Sujlam Suflam Yojna Bhavnagar: સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાંચમાં તબક્કાના કામોના પ્રારંભ માટે ભાવનગર સિંચાઈ વિભાગ સજ્જ

સુજલામ સુફલામ યોજના (Sujlam Suflam Yojna Bhavnagar) અંતર્ગત પાંચમાં તબક્કાના કામોના પ્રારંભ માટેની તૈયારીઓ ભાવનગર જિલ્લા પંચાયત વિભાગે શરૂ કરી દીધી છે. આ યોજના અંતર્ગત નદી નાળા કૂવાઓની સાફસફાઈ કરવામાં આવતી હોય છે. જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા અરજીઓ લેવામાં આવી રહી છે.

ભાવનગર: ચોમાસાની સીઝન પહેલા વરસાદી પાણીના સંગ્રહ માટે સુજલામ સુફલામ યોજના (Sujlam Suflam Yojna Bhavnagar) અંતર્ગત નદી, નાળા તેમજ કૂવાઓની સાફ સફાઈ કરવી, ચેકડેમો ઊંડા ઉતારવા જેવી કામગીરી કરવામાં આવતી હોય છે. ભાવનગર જિલ્લામાં સતત પાંચમાં વર્ષે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામગીરી કરવા માટે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ (bhavnagar irrigation department) દ્વારા અરજીઓ લેવામાં આવી રહી છે જેમાં ગત વર્ષની બાકી રહેલી 600 અરજીઓ તેમજ ચાલું વર્ષે પ્રારંભથી જ આજ દિન સુધી 400 મળી કુલ 1 હજાર જેટલી અરજીઓ અંતર્ગત કામગીરી માટેના આયોજન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

કુલ 1 હજાર જેટલી અરજીઓ અંતર્ગત કામગીરી માટેના આયોજન માટેની તૈયારીઓ.

છેલ્લા 4 વર્ષમાં સુજલામ સુફલામ અંતર્ગત કેટલો પાણીનો સંગ્રહ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચોમાસાના પાણીનો ભૂગર્ભજળ સંચય (Groundwater Storage Gujarat) કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જેના અંતર્ગત તળાવો ઊંડા કરવા-તળાવોના લાર્વા સાફ કરવા, હયાત ચેકડેમનું ડીસિલ્ટિંગ, નદી-નાળાની સાફસફાઈ કરવી વગેરે જેવી કામગીરી કરવાની થાય છે. વર્ષ 2018, વર્ષ 2019, વર્ષ 2020 અને વર્ષ 2021માં સુજલામ સુફલામ યોજના (Sujlam Suflam Yojna Gujarat)ના 4 તબક્કા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. કુલ 387 ચેકડેમ તથા 628 તળાવ ઊંડા ઉતારવામાં આવ્યા જેથી વર્ષ 2018માં 35.81 કરોડ લીટર પાણી, વર્ષ 2019માં 177.67 કરોડ લીટર પાણી, વર્ષ 2020માં 94.21 અને વર્ષ 2021માં 171.59 કરોડ લીટર પાણીની સંગ્રહશક્તિમાં વધારો થયો હતો.

આ પણ વાંચો:ભાવનગરના ભાલ વિસ્તારના ગામોમાં ભરાતા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ

જળસંચયનો વ્યાપ વધારવા માટે સુજલામ સુફલામ યોજનાનું આયોજન

વર્ષ 2021માં 171.59 કરોડ લીટર પાણીની સંગ્રહશક્તિમાં વધારો થયો હતો.

સરકાર દ્વારા ચાલું વર્ષે પણ જળસંચયનો વ્યાપ વધારવા માટે સુજલામ સુફલામ યોજનાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના અંતર્ગત જળસંપત્તિ વિભાગ, ભાવનગર ચાલું વર્ષે પણ માર્ચથી મે-જૂન સુધી ઝુંબેશના રૂપે સુજલામ સુફલામ યોજનામાં તબક્કાવાર કોરોના વાયરસ (Coronavirus In Gujarat)નું સંક્રમણ ન થાય તે બાબતનું ધ્યાન રાખીને પૂરતી જાગરૂકતા તથા સલામતી જાળવીને મોટા પ્રમાણમાં લોકો જોડાય અને સફળતાપૂર્વક કામગીરી થાય તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ચોમાસાની સીઝન (Monsoon In Gujarat) દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અમલમાં મુકવામાં આવી જે અંતર્ગત નદીઓ, નાળાઓ,ચેકડેમો ઊંડા ઉતારવા, તેમજ રિસોર્સિંગ માટે કૂવાઓ જેવી કામગીરી કરવામાં આવે છે.

સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાંચમાં તબક્કાની શરૂઆત

ભાવનગર જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામો કરવામાં આવે છે. આ ચોમાસાની સીઝન (Monsoon In Bhavnagar) પહેલા પાંચમાં તબબકાની કામગીરી માટે જિલ્લા પંચાયત સિચાઈ વિભાગ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાંચમાં તબક્કાની શરૂઆત આગામી 15 માર્ચથી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુજલામ સુફલામ યોજનાનો લાભ લેવા ગત વર્ષે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આવેલી 600 જેટલી અરજીઓ તેમજ ચાલું વર્ષની 400 જેટલી અરજીઓ મળી કુલ 1000 જેટલી અરજીઓ મળી છે. જે બાબતે વહીવટીતંત્ર દ્વારા કામગીરી બાબતે આયોજન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ યોજનામાં ગત વર્ષે યોજનાનો લાભ લેનારા માટે 60થી 40 ટકાની લોકભાગીદારી રાખવામાં આવેલી.

આ પણ વાંચો:સુજલામ્ સુફલામ્ યોજનાના 4 તબક્કા દરમિયાન 42 ટકા કામગીરી પૂર્ણ

શું કહી રહ્યા છે જિલ્લા પંચાયતના સિંચાઈ અધિકારી?

આ વર્ષે 5માં તબક્કાની કામગીરી માટેના આયોજન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામગીરી બાબતે ડી.આર.પટેલ કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી યોજના અંતર્ગત કામો કરવામાં આવે છે. આ વર્ષે 5માં તબક્કાની કામગીરી માટેના આયોજન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં ગત વર્ષે જે લોકો યોજનાની સમયમર્યાદા બાદ કરેલા કુલ 600 જેટલી અરજીઓ ઉપરાંત ચાલું વર્ષની 400 જેટલી અરજીઓ મળી કુલ એક હજાર જેટલી અરજીઓ મળતા કામગીરી માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ યોજના આગામી 15મી માર્ચથી શુરૂ થવાની છે. તેમજ ગત વર્ષે આયોજનમાં 60થી 40 ટકાની લોકભાગીદારી રાખવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાકાળ તેમજ વધતી મોંઘવારીને ધ્યાને રાખીને આ વર્ષે 70થી 30 ટકા લોકભાગીદારી કરવામાં આવી છે.

ગત વર્ષે 2021માં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ટોટલ 926 કામો થયા

302 ચેકડેમ ઊંડા ઉતાર્યા
435 તળાવ
11 જળાશયો ઊંડા ઉતાર્યા
34 કેનાલની સાફસફાઈ કરવામાં આવી
5 ભાલ પંથકની ચેનલની સાફસફાઈ કરવામાં આવી
14 નદીનાળાની સાફ સફાઈ કરવામાં આવી

તાલુકા વાઇસ થયેલા કામોની માહિતી

ભાવનગર 54
ઘોઘા 60
તળાજા 124
મહુવા 124
જેસર 63
પાલિતાણા 76
ગારીયાધાર 101
ઉમરાળા 116
સિહોર 135
વલ્લભીપુર 73

ABOUT THE AUTHOR

...view details