ETV Bharat / city

સુજલામ્ સુફલામ્ યોજનાના 4 તબક્કા દરમિયાન 42 ટકા કામગીરી પૂર્ણ

author img

By

Published : May 24, 2021, 2:23 PM IST

926 જેટલા કામોમાંથી 387 જેટલા કામો પૂર્ણ
926 જેટલા કામોમાંથી 387 જેટલા કામો પૂર્ણ

ચોમાસાની સિઝન પહેલા વરસાદી પાણીનાં સંગ્રહ માટે સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત નદી, નાળા તેમજ કૂવાઓની સાફ સફાઈ કરવી, ચેકડેમો ઊંડા ઉતારવા જેવી કામગીરી કરવામાં આવતી હોય છે. ભાવનગર જિલ્લામાં સતત ચોથા વર્ષે સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત 926 જેટલી અરજીઓ આવેલી છે. જેમાની 387 જેટલી એટલે કે 42 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

  • સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત 926 જેટલી અરજીઓ આવેલી
  • 926 જેટલા કામોમાંથી 387 જેટલા કામો પૂર્ણ
  • સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત 42 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી

ભાવનગર: ચોમાસાની સિઝન દરમિયાન પડતા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ્ સુફલામ્ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જે અંતર્ગત નદીઓ, નાળાઓ, ચેકડેમો ઊંડા ઉતારવા તેમજ રિસોર્સિંગ માટે કૂવાઓ જેવી કામગીરી કરવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત કામો કરવામાં આવે છે.

સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત 926 જેટલી અરજીઓ આવેલી
સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત 926 જેટલી અરજીઓ આવેલી

આ પણ વાંચો: ભાવનગરમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો 1 એપ્રિલથી પ્રારંભ

કોવિડ-19 ગાઈડલાઈન અનુસાર કામગીરી કરવામાં આવી રહી

આ ચોમાસા દરમિયાન ચોથા તબબકામાં કુલ 926 જેટલા કામોમાંથી 387 જેટલા કામોથી 42 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કોરોના મહામારી ચાલતી હોવાથી કોવિડ-19 ગાઈડલાઈન અનુસાર કામગીરી કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ કોરોના મહામારી દરમિયાન સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત 60 ટકા જેવી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત 926 જેટલી અરજીઓ આવેલી

આ પણ વાંચો: ભાવનગરમાં ભૂગર્ભ જળ સંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ

શું કહી રહ્યા છે સિંચાઇ અધિકારી..?

સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત કામગીરી બાબતે ડી.આર.પટેલ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી યોજના અંતર્ગત કામો કરવામાં આવે છે. આ વર્ષે ચોથા તબક્કામાં કુલ 926 કામોમાંથી 387 કામો પૂર્ણ થતાં 42 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેમજ ગયા વર્ષે કોરોના મહામારી હોવા છતાં પણ 60 ટકા કામ કોવિડ-19 ગાઈડલાઈન અનુસાર પૂર્ણ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.