ETV Bharat / city

ભાવનગરના ભાલ વિસ્તારના ગામોમાં ભરાતા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ

author img

By

Published : May 21, 2021, 3:11 PM IST

ભાવનગરના ભાલ વિસ્તારના ગામોમાં ભરાતા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ
ભાવનગરના ભાલ વિસ્તારના ગામોમાં ભરાતા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં તળાવ વધુ ઉંડા કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાના ભાવ વિસ્તોરામાં આવેલા 11 ગામમાં છેલ્લા 5 વર્ષથી ચોમાસાની સિઝન દરમિયાન વરસાદના કારણે 3થી 5 ફૂટ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે આ વર્ષે સુજલામ સુફલામ યોજના દ્વારા આ વિસ્તારોમાં ભરાતા પાણીના નિકાલ માટે નદીઓની સફાઈ અને વધારાના પાણીના નિકાસમાં અડચણરૂપ થતા મીઠાના અગરના પાળા દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

  • ભાલ વિસ્તારના ગામોમાં ભરાતા પાણી નિકાલ માટેનું આયોજન
  • ભારે વરસાદના કારણે ગામમાં 3થી 5 ફૂટ પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે નદીઓની સાફ સફાઈ
  • વધારાના પાણીના નિકાલમાં અડચણરૂપ થતા મીઠાના અગરના પાળા દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે
  • સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણીના નિકાલ માટે રસ્તામાં અડચણરૂપ મીઠાના અગરોના પાળા દૂર કરવા કામગીરી હાથ ધરાઈ

ભાવનગરઃ જિલ્લાના ભાલ વિસ્તારમાં 11 જેટલા ગામોમાં છેલ્લા 5 વર્ષથી ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદના પગલે ગામમાં 3થી 5 ફૂટ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હોય છે, જેના કારણે આ વર્ષે તંત્ર દ્વારા સુજલામ સુફલામ યોજના દ્વારા ભાલ વિસ્તારનાં ગામોમાં ભરાતા પાણીના નિકાલ માટેની નદીઓની સાફ સફાઈ તેમજ વધારાના પાણીના નિકાલમાં અડચણરૂપ થતા મીઠાના અગરના પાળા દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અત્યારે 50 ટકા કામગીરી પૂર્ણ
અત્યારે 50 ટકા કામગીરી પૂર્ણ

આ પણ વાંચો- ભાવનગરમાં ભૂગર્ભ જળ સંગ્રહ માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ

ભાલ પંથકના ગામોમાં વરસાદી પાણી નિકાલ માટે નદી નાળાની સાફ સફાઈનું આયોજન

જિલ્લાનો ભાલ વિસ્તાર કે જે 500 કિમી સ્ક્વેર ફૂટ વિસ્તારમાં પથરાયેલો છે, જે વિસ્તારમાં 11 જેટલા નાના-મોટા ગામો આવ્યા છે. આ ગામોમાં છેલ્લા 5 વર્ષથી ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદ વરસતા ગામોમાં 3થી 5 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ગામના લોકોને નુકશાન થયું છે. આ બાબતે તંત્ર દ્વારા આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી નિકાલ માટે નદી નાળાની સાફ સફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ભારે વરસાદના કારણે ગામમાં 3થી 5 ફૂટ પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે નદીઓની સાફ સફાઈ

આ પણ વાંચો- CM રૂપાણીએ ચોથા તબક્કાના રાજ્યવ્યાપી જળ અભિયાનનો પાટણના વડાવલીથી કરાવ્યો શુભારંભ

અત્યારે 50 ટકા કામગીરી પૂર્ણ
આ કામગીરી અંગે કાર્યપાલક ઈજનેર ડી. આર. પટેલે જણાવ્યું હતું કે, ભાલ વિસ્તારમાં નદી અને દરિયો ભેગા થતો હોવાથી આ વિસ્તારમાં ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે. આ ઉપરાંત ચોમાસા સિઝન દરમિયાન અમાસ અને પૂનમ ઉપર પાણી દરિયામાં જતું અટકાતું હોય છે. આ ઉપરાંત ભાલ વિસ્તારમાં મીઠાના અગરો આવ્યા હોવાથી મીઠું પકવતા અગરો માટે પાણીના રસ્તામાં પાળા બાંધવામાં આવ્યા છે. આ બાબતનો સરવે કર્યા બાદ સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી નિકાલ માટે રસ્તામાં અડચણરૂપ મીઠાના અગરોના પાળા દૂર કરવા તેમ જ 6 કિમી નદીને પાઈલટ કટ કરીને પાણી દરિયામાં લઈ જવા કામગીરી કરવામાં આવી રહી છે, જે કામગીરી 50 ટકા જેટલી પૂર્ણ થઇ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.