ગુજરાત

gujarat

આ શહેરમાં દેખાયું મેઘધનુષ પછી લોકોએ શું કર્યું, જૂઓ

By

Published : Jul 7, 2022, 8:43 AM IST

Updated : Jul 7, 2022, 2:07 PM IST

ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો (Heavy Rain in Bhavnagar) હતો. તેના કારણે અહીં આકાશમાં મેઘધનુષ પણ જોવા મળ્યું હતું. તો આ મેઘધનુષ ટૉક ઑફ ધ ટાઉન (Rainbow Talk of the Town) બન્યું હતું. ત્યારે આવો જાણીએ ભાવનગરમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો હતો.

આ શહેરમાં દેખાયું મેઘધનુષ પછી લોકોએ શું કર્યું, જૂઓ
આ શહેરમાં દેખાયું મેઘધનુષ પછી લોકોએ શું કર્યું, જૂઓ

ભાવનગરઃ શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન (Heavy Rain in Bhavnagar) થયા હતા. તેના કારણે અનેક વિસ્તાર પાણીપાણી થઈ ગયા હતા. આ સાથે જ કુદરતે લોકોને ખુશખુશાલ કરી દીધા હતા. તો કુદરતના રંગ એટલે મેઘધનુષ શહેરનો ટૉક ઑફ ધ ટાઉન (Rainbow Talk of the Town) મુદ્દો બન્યો હતો. ત્યારે લોકોએ મન ભરીને મેઘધનુષના ફોટા વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા.

ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો

ભાવનગર શહેરમાં બપોરના સમયે મેઘાએ ત્રીજા દિવસે પધરામણી કરી હેટ્રિક મારી હતી. આ સાથે જ શહેરમાં મહાનગરપાલિકાની પોલ (Rain exposed Municipal Corporation Work) છતી થતી જોવા મળતી હતી. વરસાદની આગાહી વચ્ચે કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસીને હેટ્રિક પૂરી કરી હતી, પરંતુ વરસાદ બાદ સાંજના સમયે સૂર્યના કિરણો અને કાળા ડિબાંગ વચ્ચે સપ્તરંગી મેઘધનુષ (Rainbow) આકર્ષણનું કેન્દ્ર (Rainbow Talk of the Town) ભાવનગરવાસીઓ માટે બન્યું હતું.

આ શહેરમાં દેખાયું મેઘધનુષ પછી લોકોએ શું કર્યું

આ પણ વાંચો-Monsoon Gujarat 2022: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 9 અને SDRFની 1 ટીમ ખડે પગે

શહેરમાં વરસાદની સંતાકૂકડી સાથે હેટ્રિક -શહેરમાં સાંજ થતાની સાથે સવારથી ઘેરાયેલા વાદળો વચ્ચે મેઘરાજાએ વરસવાની શરૂઆત કરી હતી. અડધો કલાક સુધી ઘમરોળતા મેઘરાજાના વરસાદમાં (Heavy Rain in Bhavnagar) ઠેરઠેર પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાના પોલ છતી થતી નજરે જોવા મળતી હતી. જોકે, બાદમાં પાણીનો નિકાલ થઈ ગયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, વરસાદ પૂર્વ વિસ્તારમાં ધોધમાર અને પશ્ચિમ વિસ્તારમાં ધીમીધારે વરસ્યો હતો. જિલ્લામાં મહુવામાં સૌથી વધુ 31 મીમી વરસાદ એક માત્ર નોંધાયો છે.

રસ્તાઓમાં ભરાયા પાણી

આ પણ વાંચો-Rain in Olpad : ભારે વરસાદ વરસતા ઓલપાડ જળબંબાકાર, જૂઓ દ્રશ્યો

કાળા ડિબાંગ વાદળો વચ્ચે સપ્તરંગી મેઘધનુષ વાયરલ -શહેરમાં સમી સાંજે આવેલા વરસાદ (Heavy Rain in Bhavnagar) બાદ ઘેરાયેલા વાદળો છૂટા પડતા ગયા અને સૂર્યના કિરણો ક્યાંક પ્રકાશ ફડલાવતા હતા. અંધાર અને પ્રકાશના મિલન વચ્ચે કાળા ડિબાંગ વાદળો વચ્ચે સપ્તરંગી મેઘધનુષ (Rainbow Talk of the Town) સર્જાયું હતું. આ મેઘધનુષ ભાવનગરવાસીઓની નજરે પડ્યું અને લોકોએ મનભરીને પોતાના મોબાઈલમાં ફોટાઓ અને વીડિયો ખેંચ્યા હતા. આ ફોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતાની સાથે શહેરનો ટૉક ઑધ ધ ટાઉન મુદ્દો બની ગયો હતો.

Last Updated :Jul 7, 2022, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details