ETV Bharat / state

Monsoon Gujarat 2022: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 9 અને SDRFની 1 ટીમ ખડે પગે

author img

By

Published : Jul 6, 2022, 8:19 PM IST

Monsoon Gujarat 2022: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 9 અને SDRFની 1 ટીમ ખડે પગે
Monsoon Gujarat 2022: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 9 અને SDRFની 1 ટીમ ખડે પગે

ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની (Monsoon Gujarat 2022 )સંભાવના હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં 7 જુલાઇથી 10 જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની (Rain In Gujarat)સંભાવના છે. મુખ્યપ્રધાને આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ રાહત બચાવ અને સંબંધી આગોતરા પગલાં લીધા છે. તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.

ગાંધીનગર: કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના (very heavy rain forecast in Gujarat)વ્યક્ત કરી છે. તા. 7 થી 10 જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ (Monsoon Gujarat 2022 )દર્શાવી છે, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.

વરસાદ

કેટલો વરસાદ નોંધાયો - આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા 24 કલાક દરમિયાન( Gujarat monsoon)થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી, તદ અનુસાર, રાહત કમિશનરે વિગતો આપતાં કહ્યું કે, ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં 168 મી.મી અને કોડીનાર તાલુકામાં 159 મી.મી વરસાદ નોઘાયેલ છે. દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 153 મી.મી, જૂનાગઢના માંગરોળ તાલુકામાં 119 મી.મી અને મહિસાગરના કડાણા તાલુકામાં 145 મી.મી વરસાદ જેટલો ભારે વરસાદ નોંઘાયો છે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકાર IT પોલિસીમાં આગામી 5 વર્ષનું માળખુ રજૂ કરશે: જીતું વાઘાણી

શું છે હવામાન વિભાગની આગાહી - હવામાન વિભાગની આગાહી( Gujarat Weather forecast)મુજબ વઘુમાં 07 જુલાઇ થી 10 જુલાઇ સુઘી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભુમી દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંબંધે ડીઝાસ્ટર પ્રિપેડનેશ અંગે મુખ્યપ્રધાને સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમ સંબંધિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી.

NDRF ટીમ ડીપ્લોય - હાલ રાજ્યમાં NDRF ની 9 ટીમો તૈનાત છે. તેમાંથી ગીર સોમનાથ-1, નવસારી-1, બનાસકાંઠા-1, રાજકોટ-2, વલસાડ-1, સુરત-1, ભાવનગર-1 કચ્છ -1 માં NDRF ની ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે. એસ.ડી.આર.એફ ની 1- ટીમ પોરબંદર જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ કર્ણાટકના ધારાસભ્યો ગુજરાતની મુલાકાતે, ધારાસભ્યોએ કહ્યું, "ગુજરાત નંબર વન રાજ્ય"

રાજ્યમાં પાણીની પરિસ્થિતિ - રાજ્યમાં હાલ સિચાઇ તેમજ પીવાના પાણી સંબંધે ૫રીસ્થિતિ અન્વયે કરેલી સમીક્ષામાં જણાવાયું હતું કે, હાલ સરદાર સરોવર જળાશયમાં 143919 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. તે કુલ સંગ્રહ શકિતના 43.08 ટકા છે, એટલું જ નહિ, રાજ્યનાં 206 જળાશયોમાં 1,89,345 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના 33.92 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર 01 જળાશય, એલર્ટ ૫ર 01 જળાશય તેમજ વોર્નીગ ૫ર 01 જળાશય છે.

વાવેતર થયું, પણ 10 ટકા વરસાદ ઓછું - રાજ્યમાં હાલના ચોમાસુ અન્વયે ચાલુ વર્ષે અંદાજીત 30,20,616 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 04 જુલાઇ સુધીમાં થયેલ છે. તેની વિગતો કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી, જ્યારે કૃષિપ્રધાન રઘવજી પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ 104 ટકા જેટલો થશે તેવી આગાહી કરવામાં આવી છે. પણ આજ દિન સુધી હજુ 10 ટકા વરસાદની ઘટ છે, જ્યારે તમામ જિલ્લામાં વરસાદ સારો નોંધાયો છે. અન્ય ધાન્ય પાકો 14.90 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે, વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છે, વરસાદ અમુક જગ્યાએ વાવણી લાયક નથી થયો. સરેરાશ કરતા 10 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.