ગુજરાત

gujarat

નાગરિક ઉડ્ડયન પ્રધાને ગુજરાતને આપી ભેટ, હવે ભાવનગરથી દિલ્હી અને મુંબઈ જવુ બનશે સરળ

By

Published : Jul 29, 2021, 7:18 PM IST

Updated : Jul 30, 2021, 4:43 PM IST

ભાવનગર મુંબઇ વચ્ચે ફલાઇટ એક માત્ર વર્ષોથી નિયમિત ચાલી રહી છે ત્યારે ભાવનગર-સુરત વચ્ચે ક્યારેક ફલાઇટ મળી રહે છે તો ક્યારેક નહિ ત્યારે હવે દિલ્હી વચ્ચેની પણ ફલાઇટ શરૂ કરાશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરતા કહ્યું છે કે, ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે 20 ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફ્લાઈટનું સંચાલન થશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતને મોટી ભેટ આપી છે, જેને લઈ ગુજરાતીઓમાં ખુશી જોવા મળી રહી છે.

ભાવનગર-દિલ્હી વચ્ચે ફ્લાઈટ શરુ થવાના એંધાણ
ભાવનગર-દિલ્હી વચ્ચે ફ્લાઈટ શરુ થવાના એંધાણ

  • ભાવનગર મુંબઇ વચ્ચે વર્ષોથી નિયમિત ચાલતી ફલાઇટ અવિરત
  • સુરત ચાલતી ફલાઇટ નિયમિત નહિ પણ ક્યારેક સેવા મળી રહે
  • સ્પાઇસ જેટ દિલ્હીની ફલાઈટ શરૂ થશે
  • ગુજરાત માટે આવ્યા સારા સમાચાર

ભાવનગર: શહેરનાં હવાઈ માર્ગ સાથે વર્ષોથી માત્ર મુંબઇ સાથે જોડાણ રહ્યું છે. આમ તો કહેવાય છે કે, ભાવનગરના આકાશમાંથી રોજની 1 હજારથી વધુ ફલાઈટો નીકળે છે પણ ભાવનગરથી માત્ર એક ફ્લાઇટ નિયમિત ટેક ઓફ કરે છે. મુંબઇ અને સુરત સાથે કનેક્ટિવિટી છે અને હવે દિલ્હી સાથે પણ જોડાણ થશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરતા જણવ્યું છે કે, ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે 20 ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફ્લાઈટનું સંચાલન થશે.

આ પણ વાંચો- જામનગર: વાડીનાર-મુન્દ્રા વચ્ચે રો-રો સર્વિસ થશે શરૂ

ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરાઇ છે

ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના દરેક ખુણાને એર સર્વિસ સાથે જોડવાના પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં હવે ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે.

નાગરિક ઉડ્ડયન પ્રધાને ટ્વિટ પર કરી જાહેરાત

નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે ટ્વીટરના માધ્યમથી જણાવ્યું હતું કે, નવી દિલ્હીથી ભાવનગર વચ્ચે 20 ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફ્લાઈટનું સંચાલન શરૂ થશે. સાથે જ મુંબઈ-ભાવનગર વચ્ચે ફ્લાઈટ પણ 20 ઓગસ્ટથી શરૂ થશે. વધુમાં જ્યોતિરાદિત્યએ જણાવ્યું કે, તેનાથી ભાવનગરના નાગરિકો માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરી કરવી સરળ બનશે, પરતું તેમના દ્વારા એ સુનિશ્ચિત નથી કર્યું કે, આ માર્ગ પર કઇ કંપની ફ્લાઈટનું સંચાલન કરશે.

હવે ગુજરાતીઓને દિલ્હી, મુંબઈ જવું સહેલું બનશે

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને દેશના દરેક ખૂણાને એર સર્વિસ સાથે જોડવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એક અન્ય ટ્વીટમાં સિંધિયાએ જણાવ્યું કે, મધ્ય પ્રદેશના જબલપુરથી દૈનિક આઠ નવી ફ્લાઈટ શરૂ થશે. આ નવી ફ્લાઈટ મુંબઈ-જબલપુર-મુંબઈ, દિલ્હી-જબલપુર-દિલ્હી, ઇન્દોર-જબલપુર-ઇન્દોર અને હૈદરાબાદ-જબલપુર-હૈદરાબાદની શરૂ થશે.

ભાવનગર એરપોર્ટથી હાલમાં કઈ ફલાઈટ પ્રજા માટે નિયમિત

ભાવનગર રાજ્યને ભલે રજવાડાએ પ્રથમ પોતાનું રજવાડું સોંપી દીધું પણ ભાવનગરના વિકાસના નામે એવું કોઈ કાર્ય આજદિન સુધીમાં આવેલી સરકારોએ નથી કર્યું કે, ભાવનગર વિકસિત બની શકે પણ ઊલટું જળમાર્ગ, હવાઇમાર્ગ અને રેલમાર્ગે માત્ર અન્યાય થયો છે. હાલમાં ભાવનગરથી મુંબઇ ઇન્ડિયા એરલાઇન્સ દ્વારા અઠવાડિયામાં ચાર દિવસ ચલાવવામાં આવે છે.

મુંબઈથી ભાવનગર ફ્લાઇટ શિડ્યુલ

મુંબઈથી ભાવનગરની અઠવાડિયામાં ચાર ફલાઈટનું નિયમિત રીતે અવાગમન થાય છે. અઠવાડિયામાં સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે મુંબઈથી ભાવનગર બપોરે 1 કલાક અને 5 મીનિટે આવે છે અને ભાવનગરથી મુંબઈ જવા માટે 1:30 કલાકે ટેક ઓફ કરે છે. આવી જ રીતે અઠવાડિયાના ચારેય દિવસ નિયમીત રીતે ચાલે છે.

આ પણ વાંચો:યાત્રિકો પાસે RT-PCR રિપોર્ટ ન હોવાથી સુરત-ભુવનેશ્વરની ફ્લાઈટ અનેક પ્રવાસીઓ વિના રવાના

મુંબઈ સિવાય સુરત અને હવે દિલ્હીની ચર્ચા વિચારણા

ભાવનગર-સુરત વચ્ચે ફ્લાઇટ ચાલે છે, પણ નિયમિત નહિ હોવાનું એરપોર્ટ ઓથોરિટીમાંથી જાણવા મળ્યું છે. સુરતની ફલાઇટ યાત્રિઓ પર આધાર રાખે છે. ત્યારે આગામી દિવસોમાં સ્પાઇસ જેટ દિલ્હી-ભાવનગરની ફલાઇટ શરૂ થશે. 20 ઓગસ્ટથી આ ફ્લાઇટનો પ્રારંભ કરવામાં આવશે.

Last Updated :Jul 30, 2021, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details