ETV Bharat / city

યાત્રિકો પાસે RT-PCR રિપોર્ટ ન હોવાથી સુરત-ભુવનેશ્વરની ફ્લાઈટ અનેક પ્રવાસીઓ વિના રવાના

author img

By

Published : Apr 27, 2021, 4:16 PM IST

Updated : Apr 27, 2021, 5:40 PM IST

એર ઇન્ડિયાની ફ્લાઇટ સુરત ભુવનેશ્વર આજે સોમવારે અનેક યાત્રીઓને લીધા વગર સુરતથી ઓડિશા જવા માટે રવાના થઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, યાત્રીઓને RT-PCR ટેસ્ટ ફરજીયાત છે, જેના વગર યાત્રીઓને ફ્લાઇટમાં પ્રવાસ કરવા માટેની પરવાનગી નથી. ત્યારે આ ફ્લાઈટમાં અનેક યાત્રીઓને RT-PCR ટેસ્ટ ન કરાવ્યો હોવાથી યાત્રા કરી શક્યા ન હતા. આ ફ્લાઈટમાં 170 માંથી 119 યાત્રીઓ યાત્રા કરી શક્યા ન હતા.

યાત્રિકો પાસે RT-PCR રિપોર્ટ ન હોવાથી સુરત-ભુવનેશ્વરની ફ્લાઈટ અનેક પ્રવાસીઓ વિના રવાના
યાત્રિકો પાસે RT-PCR રિપોર્ટ ન હોવાથી સુરત-ભુવનેશ્વરની ફ્લાઈટ અનેક પ્રવાસીઓ વિના રવાના

  • RT-PCR ટેસ્ટ ફરજિયાતના નિયમને કારણે અનેક યાત્રીકો થયા પરેશાન
  • સુરતથી ભુવનેશ્વરની ફ્લાઈટ અનેક યાત્રીકો વગર થઈ રવાના
  • યાત્રીકો પાસે RT-PCR રિપોર્ટ ન હોવાથી યાત્રાની પરવાનગી ન અપાઈ

સુરતઃ અઠવાડિયામાં બે વખત ભુવનેશ્વરની ફ્લાઈટ સુરતથી રવાના થાય છે. પરંતુ કોરોના કાળને ધ્યાનમાં રાખી ઓડિશા સરકાર દ્વારા સુરતથી આવતા તમામ યાત્રીઓનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેના કારણે આજે સોમવારે સુરત એરપોર્ટ ખાતે પહોંચેલા 170 માંથી 119 જેટલા યાત્રીઓ ભુવનેશ્વરની ફ્લાઈટમાં બેસી શક્યા નહોતા. આ તમામ યાત્રીઓએ RT-PCR ટેસ્ટ કરાવ્યો ન હતો, તેના કારણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈને પણ ફ્લાઈટમાં બેસવા દેવામાં આવ્યાં ન હતા.

એર ઇન્ડિયા કાઉન્ટરની બહાર યાત્રીકોએ મચાવ્યો હોબાળો
એર ઇન્ડિયા કાઉન્ટરની બહાર યાત્રીકોએ મચાવ્યો હોબાળો

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાંથી આવતા RTPCR રિપોર્ટ વગરના વાહન ચાલકોને રાજ્યમાં નો એન્ટ્રી

એર ઇન્ડિયા કાઉન્ટરની બહાર યાત્રીકોએ મચાવ્યો હોબાળો

ફ્લાઈટમાં યાત્રા કરવા માટે તમામ યાત્રીઓ સમયસર એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે યાત્રા કરવા માટે RT-PCR ફરજિયાત છે અને જો આ ટેસ્ટ રિપોર્ટ નહી કરાવ્યો હોય તો તેમને યાત્રા કરવા દેવામાં આવશે નહીં. જેથી યાત્રીઓ રોષે ભરાયા હતા અને એર ઇન્ડિયા કાઉન્ટરની બહાર હોબાળો પણ કર્યો હતો. કલાકો સુધી ચાલેલા આ વિવાદ બાદ એર ઇન્ડિયા દ્વારા તમામ યાત્રીઓને બીજી ફ્લાઇટમાં પ્લેનનીની ટિકિટ આપવામાં આવી હતી. જે માટે કતારમાં ઉભા હતા અને ત્યાં પણ સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો. ભૂવનેશ્વર જવા માટે 127 લોકોએ બૂકિંગ કરાવ્યું હતું જેમાંથી 51 પ્રવાસીઓ ભૂવનેશ્વર જવા માટે રવાના થયા હતા. બાકીના લોકો પાસે RT-PCR રિપોર્ટ ન હોવાથી પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

RT-PCR ટેસ્ટ ફરજીયાતના નિયમને કારણે અનેક યાત્રીકો થયા પરેશાન
RT-PCR ટેસ્ટ ફરજીયાતના નિયમને કારણે અનેક યાત્રીકો થયા પરેશાન

આ પણ વાંચોઃ વાપી-સુરતના ટ્રાવેલ્સ એજન્ટોએ RT-PCR રિપોર્ટ નહિ માંગતા યુપી-બિહારની ટ્રીપ શરૂ કરી

કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતીઃ યાત્રી

યાત્રીઓએ જણાવ્યું હતું કે, તેમને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી કે યાત્રા કરવા માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત છે. ઍરપોર્ટ પહોંચ્યા બાદ એરઇન્ડિયા તરફથી જણાવવામાં આવ્યું હતું કે, RT-PCR ટેસ્ટ ફરજીયાત છે. એટલું જ નહીં તેમના બોર્ડિંગ પાસ પણ બનાવી દેવામાં આવ્યાં હતા. કેટલાક યાત્રીઓ અગત્યના કારણસર ઓડિસા જઈ રહ્યા હતા, પરંતુ તેઓ જઇ શક્યા ન હતા. કેટલાક જમીન ઉપર બેસી ગયા હતા તો ભારે ગરમીમાં મહિલા અને બાળકોની હાલત એરપોર્ટ પર કફોડી બની હતી.

યાત્રિકો પાસે RT-PCR રિપોર્ટ ન હોવાથી સુરત-ભુવનેશ્વરની ફ્લાઈટ અનેક પ્રવાસીઓ વિના રવાના
Last Updated : Apr 27, 2021, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.