ગુજરાત

gujarat

ઓનલાઇન શિક્ષણના પગલે નવી આફત, બાળકોમાં જોવા મળી રહી છે આ મોટી અસર

By

Published : Feb 13, 2022, 2:05 PM IST

Updated : Feb 13, 2022, 3:02 PM IST

કોરોનાની શરુઆતથી આજ સુધી લોકડાઉન (effect of online education on child) તેમજ આ સહિતની અનેક બાબતોને કારણે વૃદ્ધથી લઈને બાળકો સુધી તમામમાં માનસિક તણાવોના લક્ષણો જોવા મળી રહ્યાં છે. જેમાં મોટે ભાગે બાળકોમાં આ અસર (Mental disorders in children) મહત્તમ જોવા મળી રહી છે. આ બાબતે મનોચિકિત્સકના શું છે મંતવ્ય ચાલો જાણીએ.

ઓનલાઇન શિક્ષણના પગલે નવી આફત, બાળકોમાં જોવા મળી રહી છે આ મોટી અસર
ઓનલાઇન શિક્ષણના પગલે નવી આફત, બાળકોમાં જોવા મળી રહી છે આ મોટી અસર

ભાવનગર: કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણના પગલે આજે નવી આફત દરેકના ઘરમાં જોવા મળતી હશે.બાળકો ક્યાંક જિદ્દી તો ક્યાંક ચીડિયા સ્વભાવના બની ગયા હશે. બાળકોને કેટલાક અંશે માનસિક અસર થઈ છે પણ બાળક પર કેવો પડ્યો ઓનલાઇન શિક્ષણનો પ્રભાવ (effect of online education on child) તે વિશે જાણીએ મનોચિકિત્સક ડો શૈલેષ જાની પાસેથી.

ઓનલાઇન શિક્ષણના પગલે નવી આફત, બાળકોમાં જોવા મળી રહી છે આ મોટી અસર

કોરોનાની બીજી લહેર બાદ બાળકોમાં માનસિક તકલીફો વધી

ભાવનગર શહેરમાં કોરોનાની બીજી લહેર બાદ બાળકોમાં માનસિક તકલીફો (Mental disorders in children)વધવા લાગી હોવાનું ધીમે ધીમે સામે આવવા લાગ્યું હતું. ભાવનગરના ખાનગી મનોચિકિત્સક ડો. શૈલેષ જાનીએ આ વિશે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન રોજના 2 કેસો આવવાની શરૂઆત થવા લાગી હતી. બાળકોમાં Online શિક્ષણના પગલે (online education impact on children) કેટલાકનુ વર્તન અસાધારણ થવા લાગ્યું હતું. વાલીઓમાં ચિંતા વધી ગઈ હતી. WHOના જણાવ્યા પ્રમાણે 20 ટકા બાળકોમાં માનસિક અસર Online Educationના કારણે થવા પામી છે.

આ પણ વાંચો:વધુ પડતી શિસ્ત અને કડકતા બાળકના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે, જાણો કેમ...

બાળકોમાં કેવી થઈ અસર, કેવા લક્ષણો જોવા મળ્યા

મનોચિકિત્સક ડો શૈલેષ જાનીએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં બાળકોમાં કોરોનાકાળમાં માનસિક (Affecting a childs mental health) અસર પડી હતી. ઘરમાં પુરાઈ જવાના કારણે અને Online શિક્ષણને પગલે બાળકોમાં એકલતાનું પ્રમાણ વધી ગયું છે, આથી બાળકોમાં ચીડિયાપણું, હતાશા, નિરાશા, ગુસ્સો અને સતત મોબાઈલમાં વ્યસ્ત રહેવાની કુટેવો પડવા લાગી હતી. બાળકોમાં આ પ્રકારના લક્ષણો હોય તો બાળકના મન ઉપર ઊંડી અસર થઈ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો:Traffic Related Air Pollution In The World: રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 2 મિલિયન બાળકોમાં અસ્થમાનું કારણ છે ટ્રાફિક સંબંધિત વાયુ પ્રદૂષણ

માતાપિતાએ શું કાળજી લેવી જોઈએ?

ભાવનગર જ નહિ પણ કોરોનાએ દરેક બાળકોને લોકડાઉન જેવી સ્થિતિમાં ઘરમાં બંધ રહેવાની ફરજ પાડી હતી. બાળકોમાં ટીવી અને Online શિક્ષણને કારણે માનસિક અસરો જોવા મળી છે, ત્યારે ડો શૈલેષ જાનીએ વાલીઓને સલાહ આપી છે કે, માતાપિતાએ બાળકોને સતત મોબાઈલ જોવે કે લેપટોપ જોવે તેમજ તેમનામાં ચીડિયાપણું હોઈ તો ગુસ્સો ના કરવો તેમજ Online શિક્ષણ દરમિયાન બાળકો અન્ય કોઈ વેબપેજ કે બીજી એપ નથી જોતા તેનું ધ્યાન રાખવું જોઈએ. આઉટડોર એક્ટિવિટીમાં હાલ તેમના બાળકોને બહાર મોકલવા જોઈએ, જેથી બાળકોનું મન પ્રફુલ્લિત રહે.

Last Updated : Feb 13, 2022, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details