ગુજરાત

gujarat

મોરારી બાપુએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો

By

Published : Apr 13, 2021, 8:24 AM IST

Updated : Apr 13, 2021, 12:56 PM IST

ગઈકાલે રવિવારે હરિદ્વારની કથાનું સમાપન કરીને આવેલા પૂજ્ય બાપુએ આજે સોમવારે રસીનો બીજો ડોઝ લીધો છે. સાથે જ પૂજ્ય બાપુએ પોતે રસી લઈને પોતે સુરક્ષિત બનો અને પરિવારને પણ સુરક્ષિત બનાવો તેવી અપીલ કરી હતી.

Gujarat
Gujarat

  • મોરારી બાપુએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો
  • બાપુએ સાથે અપીલ પણ કરી ઘરમાં રહો, સુરક્ષિત રહો અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરો
  • મહુવાના તલગાજરડા પ્રાથમિક હેલ્થ સેન્ટર ખાતે પૂજ્ય મોરારી બાપુએ રસીનો બીજો ડોઝ મૂકાવ્યો

ભાવનગર: વિશ્વ વિખ્યાત સંત શ્રી મોરારી બાપુએ આજે સોમવારે તલગાજરડા હેલ્થ સેન્ટર જઇને વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ગઈકાલે રવિવારે હજુ હરિદ્વારની કથાનું સમાપન કરીને આવેલા પૂજ્ય બાપુએ આજે સોમવારે રસીનો બીજો ડોઝ લીધો છે. આ સાથે જ પૂજ્ય બાપુએ પોતે રસી લઈને પોતે સુરક્ષિત બનો અને પરિવારને પણ સુરક્ષિત બનાવો તેવી અપીલ કરી હતી.

આ પણ વાંચો :ખેડા જિલ્લામાં કોરોના રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવાઈ

દરેક લોકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવું : મોરારી બાપુ

આ દરમિયાન પૂજ્ય બાપુએ વિશેષમાં જણાવ્યું કે, વર્તમાન સમયની ચિંતાજનક પરિસ્થિતિમાં ચિત્રકુટધામ તલગાજરડા ખાતે શ્રી હનુમાનજી મહારાજના દર્શન માટે કે બાપુની મુલાકાત માટે કોઈએ આવવું નહિ અને દરેક લોકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવું અને કોરોના સામેની તમામ તકેદારી જાળવવી અને સરકારની તમામ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવા અપીલ કરી છે. લોકો પોતાના પરિવાર સાથે સરકારની ગાઈડલાઈન મુજબ રસી મૂકાવે તેવી પણ અપીલ કરી છે.

Last Updated : Apr 13, 2021, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details