ગુજરાત

gujarat

ભાવનગરમાં શરદી,ઉધરસ,તાવની Viral infection બીમારી વકરી, ઘેરાયેલા વાદળો વચ્ચે વધ્યાં કેસ

By

Published : Jul 23, 2021, 7:26 PM IST

ભાવનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂરજના દર્શન દુર્લભ છે અને સામાન્ય વાયરલ કેસો ( Viral infection ) માથું ઉચકી રહ્યાં છે. શહેરમાં જુલાઈમાં 1000થી વધુ શરદીના કેસ આંકડા માત્ર સરકારી ચોપડે નોંધાયેલા છે જ્યારે ઝાડાઉલ્ટીના 500 થી વધુ છે. આ આંકડો વધી શકે છે. અર્બન વિભાગ વાત મોટી કરે છે પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો માથું ઊંચકી રહ્યાં છે.

ભાવનગરમાં શરદી,ઉધરસ,તાવની Viral infection બીમારી વકરી, ઘેરાયેલા વાદળો વચ્ચે વધ્યાં કેસ
ભાવનગરમાં શરદી,ઉધરસ,તાવની Viral infection બીમારી વકરી, ઘેરાયેલા વાદળો વચ્ચે વધ્યાં કેસ

  • ભાવનગરમાં શરદી,ઉધરસ અને તાવ જેવા Viral infection રોગોએ માથું ઊંચક્યું
  • વરસાદી વાતાવરણ વચ્ચે સૂરજ દાદા ન નીકળતા સામાન્ય વાયરલ પ્રસર્યો
  • શરદી ઉધરસના 1000 કરતા વધુ કે જુલાઈમાં નોંધાયા તો અડધા તાવના કેસો
  • 500થી વધુ ઝાડાઉલ્ટીના કેસો નોંધાયા જુલાઈ માસમાં
  • સર ટી હોસ્પિટલે મીડિયાંથી મોઢું ફેરવી એકબીજાને આપી ખો

ભાવનગરઃ શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ઘેરાયેલા વાદળો વચ્ચે સુરજ દાદા ખોવાઈ ગયા છે. રૂંધાઇ ગયેલા વાતાવરણ વચ્ચે શહેરમાં વાયરલ રોગોએ માથું ઊંચક્યું છે. શરદી ઉધરસ તાવ સાથે ફેફસાની તકલીફવાળા દર્દીઓ પણ જોવા મળી રહ્યા છે. સર ટી હોસ્પિટલમાં તાનાશાહ જેવી સ્થિતિ સર્જાઈ છે સામાન્ય વાયરલ ( Viral infection ) રોગોની માહિતી આપવામાં તંત્ર મોઢું સંતાડી રહ્યું છે.

ભાવનગર શહેરમાં સીઝન વાયરલની હાલાકી વધી
ભાવનગર શહેરમાં ચાર પાંચ દિવસ વચ્ચે વાદળોથી ઘેરાયેલા વાતાવરણ વચ્ચે સામાન્ય વાયરલ રોગોએ ( Viral infection ) માથું ઊંચક્યું છે. શરદી ઉધરસ અને તાવ જેવા રોગો વધી ગયા છે. સર ટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં 22 તારીખે બે ત્રણ કલાક એક ખાટલામાં બે દર્દીઓ રાખવાનો સમય આવ્યો હતો. હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ આ વાતને સ્વીકારી રહ્યાં નથી તેમ સૂત્રોએ જણાવ્યું છે. તે માટે અધિકારીએે મળવાને બદલે નીચેના અધિકારી પર દોષ ઢોળી મુલાકાત ટાળી હતી. જ્યારે નીચેના અધિકારી પણ મળી શક્યા નહીં પણ કેટલા કેસો છે તેની વિગત એક માત્ર પ્રાપ્ત થઈ હતી.

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો માથું ઊંચકી રહ્યાં છે
સર ટી હોસ્પિટલ સહિત શહેરમાં મહાનગરપાલિકા હેઠળ રોગોની સ્થિતિભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં OPD રોજની મોટી માત્રામાં હોય છે. હાલમાં બદલાયેલા વાતાવરણમાં શરદી,ઉધરસ,તાવ,ઝાડા અને કોરોનાકાળમાં ફેફસાને પકડતો કોરોના છે. ત્યારે ફેફસાની તકલીફ વાળા દર્દીઓમાં વધારો થયો છે. સર ટી હોસ્પિટલમાં જોઈએ તો છેલ્લા બે અઠવાડિયામાં નીચે પ્રમાણે કેસો આવ્યાં છે.3 તારીખથી 10 તારીખ એક અઠવાડિયામાંકમળો - 2 કેસઝાડા ઉલટી - 15 કેસતાવ - 4 કેસમેલેરિયા -1 કેસફેફસાના રોગો - 44 કેસન્યુમોનિયા - 4 કેસ હવે 11 થી 17 તારીખ વચ્ચે રહેલા કેસ નીચે પ્રમાણે કમળો - 1 કેસઝાડા ઉલટી - 23 કેસતાવ - 3 કેસમેલેરિયા -5 કેસફેફસાના રોગો - 35 કેસન્યુમોનિયા - 7 કેસ આમ જોઈએ તો પહેલી તારીખથી સામાન્ય વાયરલના ( Viral infection ) રોગો વધી રહ્યાં છે. જ્યારે મહાનગરપાલિકાના 13 આરોગ્ય કેન્દ્રમાં 1 તારીખથી આજદિન સુધીનો આંકડો નીચે પ્રમાણે છે ઝાડા ઉલટી - 472 કેસમરડો - 15 કેસતાવ - 247 કેસશરદી ઉધરસ - 994 કેસ ઉપરના દર્શાવેલ આંકડા સ્પષ્ટ કરે છે કે કોરોના લહેર બાદ સામાન્ય વાયરલના કેસોએ ( Viral infection ) માથું ઊંચક્યું છે. શરદી ઉધરસ અને તાવ સહિત ઝાડાઉલ્ટીના કેસોમાં બેફામ દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. એક તરફ અર્બન વિભાગ મચ્છરજન્ય રોગો માટે પગલાં ભરતા હોવાનું જણાવી રહ્યા છે પણ પરિસ્થિતિ ઉલટ બતાવી રહી છે. જો ધ્યાન આપવામાં નહીં આવે તો ત્રીજી લહેરમાં શરદી,ઉધરસ અને તાવ જેવા સામાન્ય વાયરલ ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details