ETV Bharat / city

ભાવનગર શહેરની વચ્ચે ઠાલવશે મનપા કચરો અને કરશે કમ્પ્રેસ : NCP નેતાએ કોર્ટમાં કરી પિટિશન

author img

By

Published : Jul 22, 2021, 9:45 PM IST

ભાવનગર મહાનગરપાલિકા રોજનો શહેરમાં નીકળતો 13 વોર્ડના 200 ટન કચરાને પહેલા શહેરની મધ્યમાં એકઠો કરશે અને બાદમાં કમ્પ્રેસ કરતા જશે એટલે કચરો શહેરની વચ્ચે આવતા 5 કિલોમીટર વિસ્તારમાં જો કચરો પડ્યો રહેશે તો દુર્ગંધની તકલીફ ઊભી થશે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં થશે ત્યારે NCP નેતાએ હાઇકોર્ટમાં પિટિશન કરતા કોર્ટે હાલ કોઈ કાર્યવાહી હીંબકરવા આદેશ કર્યો છે પણ પ્લાન્ટ બનાવવાનું કામ શરૂ છે અને મનપાના અધિકારી કહે છે જવાબ કોર્ટમાં રજુ કરી દેવાયો છે.

ભાવનગર શહેરની વચ્ચે ઠાલવશે મનપા કચરો અને કરશે કમ્પ્રેસ
ભાવનગર શહેરની વચ્ચે ઠાલવશે મનપા કચરો અને કરશે કમ્પ્રેસ

  • શહેરની વચ્ચે કચરો ઠાલવી હવે કમ્પ્રેસ પ્લાન્ટ બનાવશે મહાનગરપાલિકા
  • NCP નેતાએ કોર્ટમાં કરી છે પીટીશન: કોર્ટે હાલ કશું નહીં કરવા કર્યો છે આદેશ
  • મહાનગરપાલિકાનું સ્થળ પર પ્લાન્ટનું કામ શરૂ- અધિકારીએ કહ્યું પ્લાન્ટ શરૂ નહીં કરવા આદેશ છે
  • રોજનો 13 વોર્ડનો 200 ટન કચરો શહેરની મધ્યમાં ઠાલવશે મનપા

ભાવનગર: મહાનગરપાલિકા(mahanagar palika) શહેરના ટેમ્પલ બેલમાં આવતા કચરાને શહેરની બહાર વાહનોને જવું પડે નહીં માટે શહેરની વચ્ચે કચરો કમ્પ્રેસ (compress)કરવાનો પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે શહેરની વચ્ચે કચરો લાવીને કમ્પ્રેસ કરવાનો પ્લાન્ટ થવાથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધથી દશા બગડવાની હોવાથી હાઇકોર્ટ(high court)માં NCP નેતાએ પિટિશન દાખલ કરી છે અને કોર્ટે હાલ કોઈ કામગીરી નહિ કરવા આદેશ કર્યો છે.
મહાનગરપાલિકા શહેરની વચ્ચે કચરાનો ઢગલો કરી કમ્પ્રેસ કરશે. શુ છે પ્લાન્ટમાં?
ભાવનગર મહાનગરપાલિકા(mahanagar palika)એ હાલમાં 13 વોર્ડમાં 100 જેટલા ટેમ્પલ બેલ મુક્યા છે. આ 100 જેટલા ટેમ્પલ બેલ શહેરની બહાર આવેલા કચરાની સાઇટ પર કચરો( garbage)નાખવા જાય છે, ત્યારે આ ટેમ્પલ બેલને શહેર બહાર જવું પડે નહિ, તેથી સમય અને ઇંધણનો બચાવ થશે પણ આ ઇંધણ અને સમય કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવશે, કારણ કે ટેમ્પલ બેલનો કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે. ચાવડીગેટ વિસ્તારમાં કમ્પ્રેસ પ્લાન્ટ થવાથી ઇંધણ અને સમય ટેમ્પલ બેલના અડધા થઈ જશે. મહાનગરપાલિકા 10 કરોડથી વધુ રકમ ખર્ચીને પ્લાન્ટ તૈયાર કરવા જઈ રહી છે. યોજના વિભાગના અધિકારી ચુડાસમનું કહેવું છે કે, દરેક મહાનગરોમાં છે આપણે બાકી હતા.

ભાવનગર શહેરની વચ્ચે ઠાલવશે મનપા કચરો અને કરશે કમ્પ્રેસ

કોર્ટે હાલ કોઈએ એ સ્થળનો ઉપયોગ નહીં કરવા આદેશ કર્યો છે
ભાવનગર(bhavnagar)ના ચાવડીગેટમાં કમ્પ્રેસ પ્લાન્ટ બનાવવાનો વિરોધ કરીને હાઇકોર્ટમાં ઘા નાખવામાં આવ્યો છે. NCPના નેતા ભીખાભાઇ ઝાઝડિયા હાઇકોર્ટ(high court)માં પિટિશન દાખલ કરી છે કે, શહેરની વચ્ચે કચરાનો કમ્પ્રેસ પ્લાન્ટ કરવાથી આસપાસમાં રહેતા લોકો હેરાન થાય છે. કોગ્રેસ ભાજપ ભાઈ-ભાઈ છે માટે કોઈ વિરોધ કરતું નથી. શહેરની વચ્ચે કચરો કમ્પ્રેસ કરવાથી કચરાને લાવવામાં તો આવશે અને સ્થળ પર પહેલા ઢગલો કરવામાં આવશે એટલે 13 વોર્ડનો રોજનો નીકળતો આશરે 200 ટન કચરો શુ એક દિવસમાં કમ્પ્રેસ થશે ? ભીખાભાઈએ હાઇકોર્ટમાં પિટિશન કરતા કોર્ટે હાલ કોઈએ એ સ્થળનો ઉપયોગ કરવો નહીં તેવો આદેશ કર્યો છે.

કોર્ટના આદેશ અને જવાબદાર અધિકારી શુ જણાવી રહ્યા છે
ભાવનગર મહાનગરપાલિકા કચરો આવશે, તેને દબાવીને મશીન દ્વારા મોટા વાહનમાં કુંભારવાડા મોકલશે. એટલે વધુ કચરો દબાતા (કમ્પ્રેસ) માત્રામાં ઘટશે અને વધુ કમ્પ્રેસ થયેલો કચરો કુંભારવાડા જશે. યોજના વિભાગના અધિકારી ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોર્ટે હાલ જવાબ માંગ્યો હતો અને તેનો જવાબ દાખલ કરી દેવામાં આવ્યો છે અને બીજી સુનાવણી ના થાય ત્યાં સુધી કોર્ટનો નિર્ણય આવશે નહિ. હાલ ચાલી રહેલુ કામ નહીં કરવાનું કશું જણાવ્યું નથી, પણ પ્લાન્ટ શરૂ નહીં કરવા કહ્યું છે એ અમે કર્યું નથી. દરેક મહાનગરોમાં આવા પ્લાન્ટ છે અને કચરો આવ્યા બાદ કમ્પ્રેસ થઈને જતો રહેવાનો છે એટલે કોઈ નુકશાની આરોગ્યને થાય નહિ અને તેનો જવાબ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.