ગુજરાત

gujarat

ભાવનગર શહેર-જિલ્લામાં સિઝનનો કુલ 43.37 ટકા વરસાદ: ઘોઘા-ગારીયાધારમાં સારો વરસાદ

By

Published : Aug 31, 2021, 7:53 PM IST

શ્રાવણમાં ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. વરસાદથી ગરમીમાં લોકોને રાહત મળી છે, તો જિલ્લામાં ખેડૂતો માટે કાચા સોના જેવો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ઘોઘામાં 18 mm વરસાદ અને બાદમાં ગારીયાધારમાં 13 mm વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુમાં 1થી 8 mm સુધીનો ધીમીધારનો વરસાદ નોંધાવાથી ખેડૂતો પણ ખુશ છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી
ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી

  • ભાવનગર જિલ્લામાં કુલ 43.37 ટકા સિઝનનો વરસાદ નોંધાયેલો
  • જિલ્લાના ડેમોની સ્થિતિ 70 ટકાથી વધુ હોવાથી પીવાના પાણીની સમસ્યા નહિ
  • વરસાદ ખેંચાયા બાદ શ્રાવણમાં વરસાદી ઝાપટાઓ તો ક્યાંક ધીમીધારે વરસાદ

ભાવનગર: શહેર અને જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. શહેર અને જિલ્લામાં બે-ચાર દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શ્રાવણમાં વરસાદની પધરામણી થઈ છે. ધીમીધારે વરસતા વરસાદથી ખેતીને કાચા સોના જેવો લાભ થયો છે, તો શહેરમાં લોકોને રેઇનકોટ, છત્રીના સહારે રહેવું પડયું છે. જિલ્લામાં આવેલા ડેમોમાં પાણીની આવક ધીમીધારે થઈ છે. દરેક ડેમમાં પાણીનો સંગ્રહ 70થી 90 ટકા આસપાસ થયો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી

આ પણ વાંચો- Rain in gujarat: લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન

ભાવનગર શહેર-જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં આનંદ તો કેટલો વરસાદ હાલ સુધીમાં

ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી શ્રાવણમાં થઈ ચૂકી છે. જિલ્લામાં વરસાદ ખૂબ ઓછો નોંધાયેલો છે. ભાવનગર જિલ્લાના તાલુકામાં આજના દિવસમાં વરસાદ જોઈએ તો મહુવામાં 4 mm, ગારીયાધારમાં 13 mm, જેસરમાં 1 mm અને પાલીતાણામાં 3 mm વરસાદ નોંધાયો છે, ઘોઘામાં 18 mm, ભાવનગરમાં 7 mm, સિહોરમાં 6 mm, વલભીપુરમાં 6 mm, તળાજામાં 5 mm અને ઉમરાળામાં 4 mm વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં સિઝન પ્રમાણે 595 mm વરસાદની જરૂરિયાત હોય છે. તેવામાં આજદિન સુધીમાં 253mm વરસાદ નોંધાયો છે, જ્યારે 43.37 ટકા વરસાદ નોંધાયો છે એટલે હજુ 57 ટકાની ઘટ સીઝનના વરસાદની છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી

આ પણ વાંચો- રાજ્યમાં વરસાદની ઘટ, લીલા ઘાસચારા બાબતે સરકારે આયોજન શરૂ કર્યું, અત્યારે 398.20 લાખ મેટ્રિક ટન ઘાસચારનો સ્ટોક

સીઝનના ચોમાસાના વરસાદની ટકાવારી ઓછી પણ ડેમો 75 ટકાથી વધુ ભરેલા

ભાવનગર જિલ્લામાં આવેલા ડેમોમાં વરસાદની ટકાવારી 35 ટકા સુધીની છે, ત્યારે ડેમોમાં પાણી 75 ટકાથી વધુનું છે. આમ તો આશ્ચર્યજનક જરૂર લાગશે પણ વાત સાચી છે કારણ કે, તૌકતે વાવાઝોડામાં આવેલા વરસાદમાં નવા નીર આવ્યા હતા. જેને પગલે ડેમોમાં આવક થઈ અને બાદમાં વરસાદની સીઝનમાં આવેલા પ્રથમ રાઉન્ડમાં નવા નીર આવ્યા છે. ખેડૂતોમાં શ્રાવણમાં વરસાદની મહેર કાચા સોના જેવી છે. ધીમીધારનો ઓછો વરસાદ ખેતી માટે ખૂબ ફાયદાકારક બન્યો છે. જો કે, ત્રણ-ચાર તાલુકા સિવાય અન્ય તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details