ETV Bharat / city

રાજ્યમાં વરસાદની ઘટ, લીલા ઘાસચારા બાબતે સરકારે આયોજન શરૂ કર્યું, અત્યારે 398.20 લાખ મેટ્રિક ટન ઘાસચારનો સ્ટોક

author img

By

Published : Aug 30, 2021, 4:09 PM IST

લીલા ઘાસચારા બાબતે સરકારે આયોજન શરૂ કર્યું,
લીલા ઘાસચારા બાબતે સરકારે આયોજન શરૂ કર્યું,

રાજ્યમાં વરસાદની ઘટ સર્જાઇ છે જેના કારણે રાજ્ય સરકારે જિલ્લા વાર પાણી અને અબોલ જીવ માટે ઘાસચારાના સ્ટોક કરવાનું આયોજન કરવાનું શરુ કર્યું છે.

  • સરકારે પીવાના પાણી સાથે અબોલા જીવના ઘાસચારા બાબતે કર્યું આયોજન
  • તમામ જિલ્લામાં મળીને કુલ 398.20 લાખ મેટ્રિક ટન ઘાસનો જથ્થો
  • આગામી સમયમાં લીલા ઘાસચારાની ઘટ ન આવે તે બાબતે સરકારે શરૂ કર્યું આયોજન


ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઘટ છે ત્યારે રાજ્ય સરકારે પીવાના પાણી માટેનું માઈક્રો મેનેજમેન્ટ કર્યું છે અને આખું વર્ષ પીવાના પાણી માટે વલખાં મારવા પડે તે માટે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને અન્ય ઝોનમાં નર્મદા કેનાલથી પીવાનું પાણી ડેમમાં કરવામાં આવશે ત્યારે બીજી તરફ જોવા જઈએ તો વરસાદની ઘટના સામે આવતા લીલા ઘાસચારાની પણ ઘટ જોવા મળે છે પરંતુ રાજ્ય સરકારે લીલા ઘાસચારાની પણ ઘટ ન સર્જાય તે માટે અત્યારથી જ અબોલા જીવોના માટેનું આયોજન કર્યું છે.

રાજ્યના 398.20 લાખ મેટ્રિક ટન જથ્થો
રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કુલ 398 પોઇન્ટ 20 લાખ મેટ્રિક ટન લીલો ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે આગામી સમયમાં આ જથ્થામાં વધારો થાય અને વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારે આગમચેતી રૂપે આયોજન કર્યું છે. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે અન્ય રાજ્યોમાં વરસાદ વધુ હશે ત્યાંથી પણ ઘાસચારાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં રાજ્ય સરકારે અન્ય રાજ્યમાંથી પણ લીલા ઘાસચારાનો જથ્થો મંગાવ્યો હતો.

ક્યાં જિલ્લામાં કેટલો જથ્થો ઉપલબ્ધ લાખ મેટ્રિન ટન

જિલ્લાચારો (લાખ મેટ્રિન ટન)
કચ્છ 42.28
બનાસકાંઠા 70.00
પાટણ 43.84
મહેસાણા28.88
સાબરકાંઠા 8.64
ગાંધીનગર 11.68
અરવલ્લી 5.16
અમદાવાદ 27.56
આણંદ 5.92
ખેડા 7.4
પંચમહાલ 6.08
દાહોદ 2.84
બરોડા 8.52
મહીસાગર 7.20
છોટાઉદેપુર 3.60
સુરેન્દ્રનગર33.32
રાજકોટ 5.56
જામનગર 4.60
પોરબંદર 5.76
જુનાગઢ 4.4
અમરેલી 8.04
ભાવનગર20.52
મોરબી 9.84
બોટાદ 6.32
ગીર સોમનાથ 5.36
દેવભૂમિ દ્વારકા 4.24
સુરત 5.88
નર્મદા0.64
ભરૂચ 1.24
ડાંગ 00
નવસારી0.48
વલસાડ 1.52
તાપી 1.20.
કુલ જથ્થો 398.20

ડાંગમાં લીલા ઘાસચારાનો જથ્થો નહિવત
ખેતી વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લામાં લીલા ઘાસચારાનો જથ્થો તળિયાઝાટક થઇ ગયો છે જ્યારે ત્યારબાદ નર્મદા જિલ્લામાં પણ ફક્ત 0.64 લાખ મેટ્રિક ટન જથ્થો છે. જ્યારે સૌથી વધુ જથ્થાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં 70 લાખ મેટ્રિક ટન અંદાજિત લીલા ઘાસચારાનો જથ્થો છે અને ત્યાર બાદ પાટણમાં પણ 41 લાખ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે આમ સમગ્ર રાજ્યમાં કુલ 398.20 લાખ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે.

પશુ ખરીદી માટે સરકાર સહાય વધારશે
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પશુઓની ખરીદી માટે વધુ સહાયની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ બાબતે ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત કરશે. જેમાં પહેલાંની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર અત્યાર સુધી બાર પશુ ખરીદી સુધી વ્યાજ સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે પશુઓની સંખ્યા વધારીને 50 કરી દેવામાં આવશે. જે અંગેનું આયોજન પણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને હવે રાજ્ય સરકાર 50 પશુઓની ખરીદી સુધીની સહાય આપવાનું આયોજન કર્યું છે. જે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ટૂંક સમયમાં યોજનાની જાહેરાત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.