ગુજરાત

gujarat

જૂના વાડજમાં AMC વોટર પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ભેખડ ધસતા મજૂરનું મોત

By

Published : Dec 15, 2020, 11:00 PM IST

અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા નજીક આવેલી નરસિંગ સોસાયટીમં પાણીની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. જોકે આ કામગીરી દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા એક મજૂર ભેખડમાં દટાઈ ગયો હતો. તાત્કાલિક મજૂરને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

જૂના વાડજમાં AMC વોટર પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ભેખડ ધસતા મજૂરનું મોત
જૂના વાડજમાં AMC વોટર પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ભેખડ ધસતા મજૂરનું મોત

  • જૂના વાડજમાં ભેખડ ધસી પડતાં એક મજૂર દટાયો
  • 10 ફૂટ અંદર મજૂર દટાયો હતો
  • ફાયરબ્રિગેડ દ્વારા મજૂરને બહાર કાઢવામાં આવ્યો

અમદાવાદઃ આ ઘટનાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ ફાયર વિભાગના જવાનોએ ઈજાગ્રસ્ત મજૂરને હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે સારવાર દરમિયાન જ મજૂરનું મોત નિપજ્યું હતું. એએમસી વોટર પ્રોજેકટની કામગીરી દરમ્યાન આ સમગ્ર ઘટના બની હતી.

જૂના વાડજમાં AMC વોટર પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ભેખડ ધસતા મજૂરનું મોત

ચાલુ કામમાં જ ભેખડ ધસી પડતા મજૂર 10 ફૂટ ઉંડે દટાયો

મહત્ત્વનું છે કે, પાણીની પાઈપલાઇન નાખવાની કામગીરી દરમિયાન એક માણસ અંદર કામ કરી રહ્યો હતો. અને તે દરમિયાન બહાર ખોદીને રાખેલી માટી તેના ઉપર પડી હતી. માટી પડતા જ મજૂર 10 ફૂટ જેટલો અંદર દટાઈ ગયો હતો. બાદમાં મજૂરને બહાર કાઢવા માટે સ્થાનિકોને ફાયરબ્રિગેડની મદદ લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details