ગુજરાત

gujarat

અમદાવાદમાં હોટલ રેસ્ટોરન્ટ ખુલતા જ પહેલા રવિવારે ટ્રાફિક જામ સમસ્યાઓ સર્જાઈ

By

Published : May 31, 2021, 1:26 PM IST

કોરોનાના લોકડાઉનના કારણે ઘણા સમયથી લોકોએ રવિવારની મોજ માણી ન હતી અને દરેક લોકો ઘરે જ રહીને પોતાના પરિવાર સાથે સમય વિતાવતા હતા. હવે કોરોનાની બીજી લહેર થોડી શાંત થઈ છે અને સરકાર દ્વારા થોડા પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી હતી.

અમદાવાદમાં હોટલ રેસ્ટોરન્ટ ખુલતા જ પહેલા રવિવારે ટ્રાફિક જામ સમસ્યાઓ સર્જાઈ
અમદાવાદમાં હોટલ રેસ્ટોરન્ટ ખુલતા જ પહેલા રવિવારે ટ્રાફિક જામ સમસ્યાઓ સર્જાઈ

  • કોરોનાના લોકડાઉનને કારણે લોકો ઘરે રહીને કંટાળ્યા
  • લોકડાઉન પછીના પહેલા રવિવારે લોકોની ભીડ
  • હોટલ રેસ્ટોરન્ટમાં પાર્સલ માટે લાંબી લાઈનો

અમદાવાદ:કોરોનાની બીજી વેવને કારણે સરકાર દ્વારા લોકડાઉન લગાડવા સાથે જ હોટલ રેસ્ટોરન્ટમાં પણ ઘણા બધા પ્રતિબંધો લગાવવા માં આવ્યા હતા. તેવા સમય માં અમદાવાદી પ્રજા ને ઘણા સમયથી હોટલ રેસ્ટોરન્ટમાં જમવાનું બંધ થઈ ગયું હતું અને જેના કારણે લોકોને ઘરનું જ જમવાની આદત પાડવી પડી હતી. હવે કોરોનાની બીજી લહેર થોડી શાંત થઈ છે અને સરકાર દ્વારા થોડા પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી હતી.

આ પણ વાંચો:કારચાલકની ગફલતે સર્જ્યો અકસ્માત, 2 બાઇક બે કારનો કચ્ચઘાણ, 2 ને ઈજા

રેસ્ટોરન્ટને રાત્રે 9 વાગ્યા સુધી પાર્સલ સુવિધા આપી શકે તેવી છુટ

સરકાર દ્વારા હોટલ રેસ્ટોરન્ટને રાત્રે 9 વાગ્યા સુધી પાર્સલ સુવિધા આપી શકે તેવી છુટ આપી છે અને 8 વાગ્યાની જગ્યાએ 9 વાગ્યા પછી લોકડાઉન કરવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. ત્યારે આજે આ પ્રતિબંધો હટી ગયા પછીનો પહેલો રવિવાર હતો અને બજારથી માંડી ને હોટલ રેસ્ટોરન્ટ માં જમવાનું લેવા માટે લાંબી કતારો જોવા મળી હતી અને શહેરના પ્રહલાદ નગર, એસ.જી.હાઇવે, સિંધુ ભવન, સી. જી. રોડ જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો:અમદાવાદમાં નહેરુ બ્રિજ બંધ થતા એલિસ બ્રિજ પર ટ્રાફિક જામ

કોરોનાની બીજી લહેર ઓછી થતા અને કેસમાં ઘટાડો થતા લોકોમાં આંનદની લાગણી

અમદાવાદની જનતા જાણે ઘણા વખતથી ઘરમાં રહી હોય તેમ આજે બધા પરિવાર સહિત પોત પોતાની ગાડીઓમાં ફરવા નીકળ્યા હતા અને રેસ્ટોરન્ટ હોટલમાંથી પાર્સલ લઈને લાંબા સમય પછી મોજ માણી હોય તેવો અહેસાસ કર્યો હતો. કોરોનાની બીજી લહેર ઓછી થતા અને કેસમાં ઘટાડો થતા લોકોમાં આંનદની લાગણી જોવા મળી છે. અને આજે રોડ પર ટ્રાફિક જોવા મળતું હતું.

ABOUT THE AUTHOR

...view details