ગુજરાત

gujarat

Naresh Patel May Enter Politics: કોંગ્રેસ લાલ જાજમ બિછાવીને તૈયાર, BJPએ પણ આપી પ્રતિક્રિયા

By

Published : Dec 6, 2021, 10:38 PM IST

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે (naresh patel khodaldham) રાજકારણમાં જોડાવાના સંકેત આપ્યા છે. ગુજરાતમાં દરેક પાર્ટી નરેશ પટેલ (Naresh Patel May Enter Politics)ને પોતાની સાથે જોડવા માટે તત્પર છે. કોંગ્રેસ નેતા નરેશ પટેલનું લાલ જાજમ બિછાવીને કોંગ્રેસ (naresh patel congress)માં સ્વાગત કરાશે. તો ભાજપે (bjp about naresh patel) કહ્યું છે કે, નરેશ પટેલને રાજકારણમાં જોડાવું કે નહીં તે તેમનું અંગત મંતવ્ય છે. તેમણે કોઈ પક્ષમાં જોડાવવાની વાત કરી નથી.

Naresh Patel May Enter Politics: કોંગ્રેસ લાલ જાજમ બિછાવીને તૈયાર, BJPએ પણ આપી પ્રતિક્રિયા
Naresh Patel May Enter Politics: કોંગ્રેસ લાલ જાજમ બિછાવીને તૈયાર, BJPએ પણ આપી પ્રતિક્રિયા

  • નરેશ પટેલને શામેલ કરવા દરેક પાર્ટીઓ તત્પર
  • ભરત સિંહ સોંલકીએ કોંગ્રેસમાં જોડાવા આપ્યું આમંત્રણ
  • ભાજપે પણ આપી પ્રતિક્રિયા

અમદાવાદ: રાજકોટ ખાતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે (naresh patel khodaldham) રાજકારણમાં જોડાવાના સંકેત આપ્યા છે. જેને લઇને ગુજરાતના રાજકારણ (gujarat politics news)માં ગરમાવો આવ્યો છે. દરેક પાર્ટીઓ (gujarat political parties) તેમને પોતાની તરફ આવવા આમંત્રણ આપી ચૂકી છે.

નરેશ પટેલને ભરતસિંહનું આમંત્રણ

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, "ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલને કોંગ્રેસ (naresh patel congress)માં જોડાઈને સેવા કરવા આમંત્રણ આપ્યું છે. નરેશ પટેલનું લાલ જાજમ બિછાવીને કોંગ્રેસમાં સ્વાગત કરાશે." હાર્દિક પટેલેકહ્યું કે, નરેશ પટેલ તેમના પપ્પાની ઉંમરના છે, આથી તેઓ તેમને આ મુદ્દે કોઈ સલાહ આપી શકે નહીં.

શું પાટીદારો ભાજપથી નારાજ છે?

પાટીદારોની જીદ (patidar vote bank in gujarat)ને લઇને મુખ્યપ્રધાન પાટીદાર બનાવાયા હોવા છતાં પાટીદારો હજુ પણ ભાજપથી નારાજ (patidar unhappy with bjp in gujarat) હોય તેવું લાગી રહ્યું છે. પાટીદારોના વિશાળ સંમેલનમાં અવાર-નવાર 2022ની વિધાનસભાની ચૂંટણીઓ (gujarat legislative assembly election 2022)માં પાટીદારોની તાકાત બતાવવાની વાત ચાલે છે. ત્યારે નરેશ પટેલનું આ નિવેદન ઘણું બધું કહી જાય છે. જો કે તેમણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષના નેતાઓનું ખોડલધામમાં સ્વાગત કર્યું છે. આમ હવે નરેશ પટેલ રાજકારણમાં (Naresh Patel May Enter Politics) કેવી રીતે આવશે અને કઈ પાર્ટીમાં જોડાશે તે વાત ચર્ચાના ચગડોળે ચડી છે.

ભાજપની પ્રતિક્રિયા

નરેશ પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર (bjp's gujarat region media convener) યગ્નેશ દવેએ Etv ભારતને જણાવ્યું હતું કે, "નરેશ પટેલને રાજકારણમાં જોડાવું કે નહીં તે તેમનું અંગત મંતવ્ય છે. જો કે તેમણે કોઈ પક્ષમાં જોડાવવાની વાત કરી નથી."

આ પણ વાંચો: Naresh Patel to join Politics : સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ

આ પણ વાંચો: Gujarat BJP : પાટીદારોના પ્રાંગણમાં ભાજપ નેતાઓના અલગ-અલગ સૂર

ABOUT THE AUTHOR

...view details