ગુજરાત

gujarat

પોલીસની જવાબદારી દંડ ઉઘરાવવાની નહીં, લોકોને સુધારવાની છે : કડક શબ્દમાં ગૃહપ્રધાન

By

Published : Jun 21, 2022, 12:58 PM IST

પોલીસનો લોકો સાથે સામાજિક વર્તણૂકમાં સુધારા પોલીસ પહેલ કાર્યક્રમ (Police Pahle Program) શરૂ કરવામાં આવ્યો છે. તેને લઈને રાજ્યના ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, પોલીસની જવાબદારી દંડ ઉઘરાવવાની નથી, પરંતુ લોકોને સુધારવાની છે. આ ઉપરાંત પોલીસની છબીને (Police Improve Social Behavior) લઈને પણ હાકલ કરી હતી.

પોલીસની જવાબદારી દંડ ઉઘરાવવાની નહીં, લોકોને સુધારવાની છે : કડક શબ્દમાં ગૃહપ્રધાન
પોલીસની જવાબદારી દંડ ઉઘરાવવાની નહીં, લોકોને સુધારવાની છે : કડક શબ્દમાં ગૃહપ્રધાન

અમદાવાદ : રાજ્યમાં અનેક વાર પોલીસ અને સામાન્ય માણસ વચ્ચે રકઝકના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ક્યારેક લોકો પણ ગુનેગાર હોય છે. તો ક્યારેક પોલીસ પણ લક્ષ્મણ રેખા વટાવીને લોકો પાસે બેફામ પૈસાનો તોડ કરી નાસ્તા પાણી કરતા મળે છે. જેને લઇને શહેર પોલીસ પ્રત્યે લોકોના અભિગમમાં (Police Improve Social Behavior) બદલાવ આવે તે માટે પોલીસ દ્વારા પહેલ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેર પોલીસને પોતાની સામાજિક વર્તણૂકમાં (Police Pahle Program) સુધારા કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે.

સામાજિક વર્તણૂકમાં સુધારા પોલીસ પહેલ કાર્યક્રમ

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ શું કહ્યું ? - રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસને લોકોના મનમાં પોલીસની છબી સુધારવા હાકલ કરી હતી. પોલીસ સ્ટેશનો નાગરિક ફ્રેન્ડલી બને તે માટે મહેનત કરવા પોલીસને સૂચન આપ્યું હતું. નાગરિકોને પડતી નાની-મોટી તકલીફો, ક્રાઇમ રેટ ઘટાડવા અને સુવિધામાં વધારો કરવા મહિલા પોલીસને પોતાના વિસ્તારની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગૃહપ્રધાને સખત શબ્દોમાં જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસની જવાબદારી દંડ ઉઘરાવવાની નહીં, પરંતુ લોકોને સુધારવાની છે.

આ પણ વાંંચો :લાંચિયો PSI : દારૂનો કેસ ન કરવા માગી લાંચ, તો કોણે ઝડપી લીધો જૂઓ

સી.આર.પાટીલે પોલીસને શાનમાં સમજણ આપી -ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પોલીસમાં ભ્રષ્ટાચાર નથી, એવું હું ના કહી શકું. પરંતુ બીજા ડિપાર્ટમેન્ટ કરતા ઘણો ઓછો છે. પોલીસ 14 કલાક નોકરી કરે છે, છતાય લશ્કર અને પોલીસના જવાનોને જોવામાં નાગરિકોની દ્રષ્ટિમાં ફેર છે. પોલીસની નોકરીનો સમય ઘટાડીને આઠ કલાક કરવો જોઈએ. પોલીસ ડિસિપ્લીન ફોર્સ છે. તેમને એસોસિએશન બનાવવાની છૂટ નથી. પોલીસે ફિટ રહેવું જોઈએ અને સતત લોકસેવા માટે તત્પર રહેવું જોઈએ. પોલીસ માટે હું મારી વગ વાપરીશ. પરંતુ પોલીસે સમયની સાથે આધુનિક બનવું પડશે.

આ પણ વાંંચો :Ellis Bridge Police Station: કોર્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલના રિમાન્ડ કર્યા મંજૂર, જાણો કારણ

શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા એડોપ્શન પ્લાન -મળતી માહિતી મુજબશહેર ટ્રાફિક પોલીસ (Ahmedabad Police Pahle) દ્વારા જે-તે વિસ્તારમાં ટ્રાફિકનીસમસ્યા હલ કરવા માટે એડોપ્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં તે વિસ્તારના આગેવાનો સાથે મળીને ટ્રાફિક પોલીસ કયા સમયે ટ્રાફિક (Ahmedabad Traffic Police) વધુ હોય છે ? કયા રોડ પર ટ્રાફિક વધુ હોય છે ? તેનું શું કારણ છે ? વગેરે જાણીને ટ્રાફિક ઘટાડવા પગલાં ભરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details