ગુજરાત

gujarat

જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત સરકારના બજેટને શા માટે ગૌતમ અદાણી માટેનું બજેટ ગણાવ્યું!, જાણો...

By

Published : Sep 28, 2021, 5:30 PM IST

ગુજરાત વિધાનસભામાં પૂર્વ નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા 3 માર્ચ 2021ના રોજ રાજ્યનું 77મું બજેટ કરવામાં આવ્યું હતું, આ બજેટને લઈને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી (MLA Jignesh Mevani)એ સરકારને આડેહાથ લીધી હતી, તેમણે તે સમયની રૂપાણી સરકારના બજેટ ( Gujarat government budget 2021-22)ને ગૌતમ અદાણી માટેનું બજેટ ગણાવ્યું હતું.

Gujarat government budget 2021-22 on mevani
જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત સરકારના બજેટને શા માટે ગૌતમ અદાણી માટેનું બજેટ ગણાવ્યું

  • વિધાનસભા ગૃહમાં 3 માર્ચનો રજૂ કરવામાં આવ્યું હતું બજેટ
  • અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર કર્યા હતા આરોપ
  • બજેટ ઝવેરચંદ મેઘાણીનું નહીં પણ ગૌતમ અદાણી માટેનું બજેટ : મેવાણી

ન્યૂઝ ડેસ્ક :ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂર્વ નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા 3 માર્ચ 2021ના રોજ રાજ્યનું 77મું બજેટ ( Gujarat government budget 2021-22)રજૂ કર્યું હતું, જેને લઈને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી (MLA Jignesh Mevani)એ 16 માર્ચના રોજ બજેટ સામે સરકાર પર પ્રહારો કર્યા હતા, આ તકે તેમણે કહ્યું હતું કે, "ગુજરાતનું બજેટ ઝવેરચંદ મેઘાણીનું નહીં પરંતુ ગૌતમ અદાણી માટેનું બજેટ છે.

સરકારનું બજેટ ગૌતમ અદાણી માટે : જિજ્ઞેશ મેવાણી

વિધાનસભા સત્ર દરમિયાન અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બજેટ મુદ્દે ચર્ચામાં જણાવ્યું હતું કે, બજેટ કોઇપણ રાજ્યની જનતાની આશા છે. આ બજેટમાં શિક્ષિત અને બેરોજગાર યુવાનો માટે રોજગારી નથી. બજેટમાં રોજગારીની વાત કરી નથી, માત્ર હવામાં વાતો કરી છે. લોકડાઉનમાં ઘણા લોકો બેરોજગાર થયાં છે, હજુ સુધી રોજગાર મળ્યો નથી. મેં મારા વિસ્તારમાં કોરોના વખતે 75,000 લોકોને મનરેગામાં કામ અપાવ્યું છે, મધ્યાહન ભોજન, પોલીસ સહિત શિક્ષક આઉટ સોર્સિંગથી કામ કરે છે. ફિક્સ પગારમાં કામ કરે છે.

ગુજરાતનું બજેટ ગૌતમ અદાણી માટેનું બજેટ

વિધાનસભા સફાઈ કર્મચારીઓને અને લિફ્ટમેનને લઘુતમ વેતન નથી ચૂકવાતું અને અગાઉ 3 વખત ગૃહમાં રજૂઆત કરી છે કે, કોઈ સફાઈ કર્મચારીનેં ગટર સાફ કરવા ગટરમાં ન ઉતરવું પડે અને ગેસના કારણે તેનું મોત ન નીપજે, તે માટે સરકારે આધુનિક સાધનો વસાવવા જોઈએ. જેથી ગટર સફાઈ કર્મચારીનું અવસાન ન થાય. ગુજરાતનું બજેટ ઝવેરચંદ મેઘાણીનું નહીં, પરંતુ ગૌતમ અદાણી માટેનું બજેટ હોય તેવું લાગે છે અને સરકાર કહે છે સૌનો સાથ સૌનો વિકાસ થયો છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details