ગુજરાત

gujarat

Jagannath Rathyatra 2022: રથયાત્રા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, સમગ્ર રૂટ પર પોલીસની ચાંપતી નજર

By

Published : Jul 1, 2022, 9:47 AM IST

અમદાવાદમાં 145મી જગન્નાથજીના રથયાત્રાને લઈને (Jagannath Rathyatra 2022) પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી છે. જે રૂટ પર રથયાત્રા પસાર થવા જઈ રહી છે તે માર્ગ પર પોલીસનો (Police Security in Ahmedabad Rathyatra) કાફલો ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ હેલિકોપ્ટરથી રથયાત્રામાં પુષ્પવર્ષા ( Flower showers helicopter in rathyatra ) કરવામાં આવી હતી.

Jagannath Rathyatra 2022: રથયાત્રા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, સમગ્ર રૂટ પર પોલીસની ચાંપતી નજર
Jagannath Rathyatra 2022: રથયાત્રા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, સમગ્ર રૂટ પર પોલીસની ચાંપતી નજર

અમદાવાદ : સમગ્ર દેશમાં પુરીની રથયાત્રા બાદ અમદાવાદની (Jagannath Rathyatra 2022) જગન્નાથની યાત્રા સૌથી મોટી રથયાત્રા કરવામાં આવે છે, ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પોલીસે આ વખતે ખાસ બંદોબસ્ત અને સંવેદ રાખ્યો છે. જેમાં 25000 જેટલા પોલીસના જવાનો IPS અધિકારીઓ અને એક્શન ફોર્સના જવાનોની પણ તેનાથી કરવામાં આવી છે.

રથયાત્રા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

ટેકનોલોજીનો ઉપયોગ -રાજ્ય ગૃહપ્રધાન સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદની ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં હેલિકોપ્ટર કરવામાં આવશે. આ ઉપરાંત હેલિકોપ્ટર રથયાત્રા ઉપર પુષ્પ વર્ષા (Flower showers helicopter in rathyatra) કરવામાં આવી હતી. 145મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ યાત્રાના 19 કિલોમીટરના સંપૂર્ણ દૂધ ઉપર CCTV સર્વેન્સ, ડ્રોન સર્વેલન્સ અને પોલીસના જવાનોને બોડી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Jagannath Rathyatra 2022 : રથયાત્રાની તમામ હલચલ પર પોલીસની ત્રીજી આંખ

4 હરતા ફરતા કન્ટ્રોલ રૂમ -અમદાવાદથી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા 19 km ના રૂટ પર CCTV કંટ્રોલ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. અલગ અલગ ચાર વિસ્તારોમાં મોબાઈલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ અને તેના જ કરવામાં (Police Security in Ahmedabad Rathyatra) આવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો આ જે કંટ્રોલ વિહિકલ યુનિટ છે. તેમાં સમગ્ર રથમાં જે રથ કઈ બાજુ આગળ વધી રહ્યો છે. તેની આજુબાજુના વિસ્તારમાં અને રથની આજુબાજુમાં કઈ રીતના મોમેન્ટ થઈ રહી છે. તેનું સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તેમજ જો કોઈ પણ પ્રકારની આમાં ઘટના બને અથવા તો ઘટનાને અંજામ આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવે તો ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તે ઘટનાને કંટ્રોલ કરી શકાશે.

પોલીસ બંદોબસ્ત -રથયાત્રાને લઈને પોલીસનો બંદોબસ્તમાંIG/DIG 9, SP/DCP 36, ASP/ACP 86, PI 230, PSI 650, ASI/CONSTABLE 11,800, SRP 19 કંપની (1330 જવાનો), CAPF/RAF 22 કંપની (1540 જવાનો), હોમગાર્ડ 5725, બોમ્બ સ્કોર્ડ ટીમ 9, ડોગ સ્ક્વોડ 13 ટીમ, માઉન્ટેડ પોલીસ 70, ડ્રોન કેમેરા 4, ટેસર ગન 25 અને મોબાઈલ કમાન્ડ કંટ્રોલ કાર 04 રાખવામાં (Police security in Ahmedabad Rathyatra) આવ્યા છે.

આ પણ વાંચો :Jagannath Rathyatra 2022 : CM પટેલે પ્રથમ વાર પહિંદ વિધિ કરી કચ્છી માડુંને વધાવ્યા

70 સ્પોર્ટ્સ પર પોલીસની આકાશી નજર -અમદાવાદની 145મી જગન્નાથજીની રથયાત્રામાં 70 જેટલા પોલીસ જવાનોને માઉન્ટેડ પોલીસ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આ તમામ જવાનો જે રૂટ પરથી પદયાત્રા પસાર થવાની છે તે દૂધના ફાયદા બિલ્ડિંગ પર તેઓ દૂરબીનની મદદથી આસપાસના વિસ્તાર અને રથયાત્રાના રૂટ ઉપર બાજ નજર રાખશે, જ્યારે અમુક ગણતરીની મિનિટો પહેલા રથયાત્રાના રોડ ઉપર ડ્રોનથી પણ સંવેદન કરવામાં આવશે. રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર CCTV કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. તેમજ આ તમામ કેમેરાનું લાઈવ ફૂટેજ રથયાત્રાના રૂટ ઉપર રાખવામાં આવેલી ચાર મોબાઈલ કમાન્ડ કંટ્રોલ વ્હીકલ કાર પરથી કરવામાં આવશે. જેથી જો કોઈ પણ અઘટિત ઘટના સર્જવાની હોય તે પહેલા જ ઘટનાને તાત્કાલિક ધોરણે રોકી શકાય.

ABOUT THE AUTHOR

...view details