ગુજરાત

gujarat

Third Wave Of Corona: કોવિડ પ્રોટોકોલનું પાલન નહિ થાય તો ત્રીજી લહેર સાબિત થશે ઘાતક - સભ્ય, IMA ગુજરાત બ્રાન્ચ

By

Published : Jul 14, 2021, 7:42 AM IST

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે કોરોનાના કારણે થતા મૃત્યુમાં પણ ઘણો ઘટાડો થઈ ગયો છે. પરંતુ કોવિડ પ્રોટોકોલની જે પ્રકારે બેદરકારી રાખવામાં આવી રહી છે. રાજ્યમાં જ્યાં પણ જુઓ ત્યાં લોકો માસ્ક વગર અથવા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા નજરે પડી રહ્યા છે. પરંતુ હવે એક નાની ભૂલ બહુ મોટો તાંડવ મચાવી શકે છે. IMA ગુજરાત બ્રાન્ચના સભ્ય ડો મોનાબહેન દેસાઈએ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે.

કોવિડ પ્રોટોકોલનું પાલન નહિ થાય તો ત્રીજી લહેર સાબિત થશે ઘાતક - સભ્ય, IMA ગુજરાત બ્રાન્ચ
કોવિડ પ્રોટોકોલનું પાલન નહિ થાય તો ત્રીજી લહેર સાબિત થશે ઘાતક - સભ્ય, IMA ગુજરાત બ્રાન્ચ

  • ગુજરાતમાં ત્રીજી લહેર મચાવી શકે છે તાંડવ
  • એક નાની ભૂલ જીવનની છેલ્લી ભૂલ થઈ શકે છે સાબિત
  • કોવિડ પ્રોટોકોલના પાલન માટે ડોકટરની ખાસ અપીલ

અમદાવાદ:ગુજરાતમાં પ્રથમ અને બીજી લહેરમાં જે પ્રકારે લોકોએ બેદરકારી દાખવી હતી. જેના કારણકે બીજી લહેર સૌથી વધુ ઘાતક સાબિત થઈ છે. જો કે કોવિડ પ્રોટોકોલમાં બેદરકારી રાખવામાં આવશે તો કોરોનાની ત્રીજી લહેર પણ સૌથી વધુ ઘાતક સાબિત થઈ શકે છે. આ તમામની બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા માટે થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

કોવિડ પ્રોટોકોલનું પાલન નહિ થાય તો ત્રીજી લહેર સાબિત થશે ઘાતક - સભ્ય, IMA ગુજરાત બ્રાન્ચ

કોરોનાની પ્રથમ અને બીજી લહેર પાછળ જવાબદાર સામન્ય જનતાની બેદરકારી - ડોક્ટર

IMAના ગુજરાત બ્રાન્ચના સભ્ય ડો. મોના બેન દેસાઈએ જણાવ્યું કે, કેરલ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. જેનો અર્થ એક જ થઇ રહ્યો છે કે, કોરોના વાઈરસ હજી પણ આપણી વચ્ચેથી ગયો નથી જો નાની બેદરકારી પણ રાખવામાં આવશે તો અતિગંભીર રૂપે સાબિત થઈ શકે છે. ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે કે, કોરોનાને લઈને નાનકડી બેદરકારી દાખવવામાં આવી તો તેનું પરિણામ બહુ મોટું જોવા મળ્યું છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી જેમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ખૂબ જરૂરી બન્યું હતું. પરંતુ તેનું પાલન ન થતાં નવેમ્બર અને ડિસેમ્બરમાં કોરોનાની પહેલી લહેર ઘાતક સાબિત થઈ હતી. જેના પર કાબૂ મેળવ્યા બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેટલીક છૂટછાટો આપવામાં આવી ત્યારે પણ સામાન્ય જનતાએ તેમાં બેદરકારી રાખી જેના કારણે બીજી લહેર કોરોનાની પહેલી લહેર કરતા વધુ ઘાતક સાબિત થઈ છે. ત્યારે તબીબી આલમ અને ડોક્ટરો દ્વારા ફરી એક વખત અપીલ કરવામાં આવી રહી છે કે, જો નાનકડી ભૂલ પણ કરવામાં આવશે તો કોરોનાની ત્રીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.

ગુજરાતમાં ત્રીજી લહેર આવશે તો મચાવી શકે છે તાંડવ - ડોક્ટર

ડો, મોનાબેને વધુમાં ઉમેર્યું કે, કોરોનાની બીજી લહેરમાં કેટલા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં મૃત્યુઆંક ખૂબ જ ઊંચો રહ્યો હતો. ત્યારે હવે લોકોએ વિચારવાની જરૂર છે કોરોનાની ત્રીજી લહેર ગુજરાતમાં આવશે તો ભયાનક તાંડવ મચાવી શકે છે. અત્યારે ગુજરાતમાં સંપૂર્ણ વેક્સિનેશન પરિપૂર્ણ કરવામાં આવ્યું નથી. કોરોના વાઈરસ સામે પડકારરૂપ વેક્સિનમાં પ્રથમ ડોઝના કારણે એટલા એન્ટિબોડીઝ ડેવલોપ થતા નથી જે કોરોના સામે રક્ષણ આપી શકે છે. જેથી તમામને વિનંતી છે કે, કોરોના માર્ગદર્શિકાનુંં પાલન કરવું ખૂબ જરૂરી છે. ઘરની બહાર નીકળતાની સાથે જ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝર રાખવું ખૂબ જરૂરી છે. જો કોરોનાને લઈ નાનામાં નાની બેદરકારી રાખવામાં આવશે તો પણ એપ્રિલ અને મે મહિનામાં જે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું હતું તેવી જ ભયાનક સ્થિતિનું ફરી એક વખત નિર્માણ થઈ શકે છે.

આ પણ વાંચો:Third Wave of Corona - બાળકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ ગયા હોવાથી તેમને ચિંતાની જરૂર નથી : સિનિયર વાઇસ પ્રેસિડન્ટ IMA, સુરત

કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂર

તેમણે વધુમાં ઉમેર્યું અને જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં મોટાભાગના લોકોએ હજુ માત્ર કોરોના રસીનો પહેલો ડોઝ લીધો છે પરંતુ બીજો ડોઝ લેવાનું ઘણા લોકોને બાકી છે. જેથી ધ્યાન રાખવું ખુબ જરૂરી બન્યું છે. તેવામાં એક નાની બેદરકારી સમગ્ર ગુજરાતમાં તાંડવ બચાવી શકે છે. કોવિડ પ્રોટોકોલનું ધ્યાન રાખવું ખુબ જરૂરી બન્યું છે. કોરોના પ્રોટોકોલનું પાલન નહિં કરવામાં આવે તો આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતા પણ અતિ ગંભીર સાબિત થઈ શકે છે. ડેલ્ટા વેરિએન્ટ અને ડેલ્ટ પ્લસ ખુબજ ઘાતક છે. કોવિડ રસીને લઈને પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે કે ડેલ્ટા પલ્સ સામે રક્ષણ મળી શકે તેમ છે કે નહીં એટલે હજુ સુધી જે વેક્સીન આપવામાં આવી રહી છે તે કોરોનાની ત્રીજી લહેરમાં રક્ષણ આપશે કે નહીં તે પણ ખબર નથી. જો કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ તો ત્યારે તબીબો કોઈને પણ બચાવી શકશે નહીં એટલે તમામને વિનંતી ઘરે રહો સ્વસ્થ રહો. કામ વગર બહાર નીકળવાનું ટાળો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ખુબજ જરૂરી છે.

આ પણ વાંચો:Third Wave of Corona : આખેઆખા મહોલ્લાઓ અને શેરીઓ થશે સંક્રમિત થશે - IMA પ્રમુખ, રાજકોટ

ABOUT THE AUTHOR

...view details