ગુજરાત

gujarat

દિલ્હીનો સાથ ન મળ્યો તો વિધાનસભાની ચૂંટણી આવતા પક્ષપલટો

By

Published : Jan 18, 2022, 8:27 PM IST

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં પડેલા ગાબડાને લઈ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. વિજય સુંવાળા, મહેશ સવાણી અને નીલમ વ્યાસે આપેલા રાજીનામાને લઈ રાજકીય નિષ્ણાંતે જણાવ્યું કે, ચૂંટણી આવતા જ નેતાઓ પક્ષપલટો (change of party in gujarat) કરતા હોય છે. જે ગુજરાત માટે નવું નથી.

દિલ્હીનો સાથ ન મળ્યો તો વિધાનસભાની ચૂંટણી આવતા પક્ષપલટો
દિલ્હીનો સાથ ન મળ્યો તો વિધાનસભાની ચૂંટણી આવતા પક્ષપલટો

અમદાવાદ: ગુજરાત આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને પદને લઈને છેલ્લા કેટલાય સમયથી નારાજગી ચાલી રહી હતી, જેને લઇ અંતે કલાકાર વિજય સુંવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પાર્ટી છોડવાનો નિણર્ય (change of party in gujarat) કર્યો હતો. આપના બન્ને નેતા અને અમદાવાદ યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે પણ પાર્ટીમાં રાજીનામુ આપતા અનેક કાર્યકરોમાં નારાજગી શરૂ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે બન્ને નેતાના રાજીનામા થકી પાર્ટી પડી ભાંગી છે.

કમલમમાં શું બની ઘટના

ગુજરાતમાં પેપરલીક (Head clerk paper leak) કૌભાંડને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જેને લઈ આપ નેતા યુવરાજસિંહ જાડેજા એક બાદ એક પર્દાફાશ કરતા હતા, જેને લઈ આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ ચેરમેન અસિત વોરોના રાજીનામાની માંગ સાથે કમલમ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં વિરોધ ઉગ્ર થતા બન્ને પક્ષ આમને સામને આવી ગયા હતા. જેને લઈ આપના નેતાઓ પર પોલીસ કાર્યવાહી થઈ હતી અંતે જેલમાં જવાનો વારો આવ્યો હતો.

આપમાં શું છે આંતરિક વિવાદ?

આમ આદમી પાર્ટી દ્વારા કમલમમાં કરવામાં આવેલા વિરોધ (Aap protest at kamalam)માં ક્યાંક સવાલો ઉપસ્થિત થયા હતા. જેમાં આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પોતાની મનમાની ચલાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. જેને લઈ પાર્ટીમાં આંતરિક વિવાદ પણ શરૂ થયો છે. જો કે, આજ આંતરિક વિવાદને લઈ ક્યાંક મહેશ સવાણી અને વિજય સુંવાળાએ રાજીનામું આપ્યું છે. તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા પોતાની લોબિંગ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત "આપ"ને હાઇકમાન્ડનો સાથ નથી

ગુજરાતમાં હેડક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતા માહોલ ગરમાયો હતો, જેને લઈ આપ પાર્ટીએ કમલમમાં વિરોધ કર્યો હતો. જો કે, આપના કાર્યકરો જેલમાં ગયા બાદ દિલ્હી હાઇકમાન્ડ દ્વારા ગુજરાત આમ આદમી પાર્ટીને સાથ મળ્યો ન હતો તેવી વાત વહેતી થઈ હતી. જો કે, આંખે ઉડીને પણ વળગે તે પ્રકારે જ હતી કારણ કે તેઓના નેતા જેલમાં ગયા બાદ પણ દિલ્હીના સિનિયર નેતાઓ ગુજરાત આવ્યા ન હતા.

રાજકીય નિષ્ણાંતે શું કહ્યું?

રાજકીય નિષ્ણાંત દિલીપ ગોહિલે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)આવી રહી છે. જેને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટી પ્રજા વચ્ચે છે. જો કે, ભાજપમાં જોડાવું તે દરેક વ્યક્તિનો પોતાનો મત હોય છે. પરંતુ આ ચૂંટણી સમયે જ શા માટે થાય છે, તે મોટો પ્રશ્ન છે. ગુજરાતમાં ચૂંટણી આવતા જ પક્ષ પલટો થવાની રાજનીતિ સક્રિય થતી હોય છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો હેડ ક્લાર્કને લઇ જે રીતે યુવરાજસિંહ જાડેજાએ ખુલાસા કર્યા ત્યારબાદ મીડિયામાં અને અનેક જગ્યાએ એવી પણ વાતો આવી કે યુવરાજસિંહ ભાજપનો દોરી સંચાર કરે છે. ગુજરાતમાં આપ પાર્ટીએ સક્રિય થવું હશે તો વિશ્વાસુ વ્યક્તિ લેવા ખુબજ જરૂરી છે. તો બીજી તરફ દિલ્હીમાં સરકાર છે તેનો સાથ હોવો પણ ખુબજ જરૂરી છે. કારણ કે મજબુત થતા પહેલા જ આ પ્રકારે ભંગાણ પડવું પાર્ટી માટે ખુબ જ ખરાબ ચિત્ર ગુજરાતની જનતા સમક્ષ જઈ રહ્યું છે.

દિલ્હી હાઇકમાન્ડથી કાર્યકરો નારાજ થયા હશે: હરેશ ઝાલા

તો બીજી તરફ અન્ય રાજકીય નિષ્ણાંત હરેશ ઝાલાએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકાર સત્તામાં છે, ત્યારે કહેવત છે કે "સત્તા આગળ શાણપણ નકામું" જે રીતે કમલમમાં વિરોધ થયો, નેતાઓ જેલમાં ગયા હતા. યુવરાજસિંહ ખુલાસા કરવાનું બંધ કર્યું હતું, આ બધું રાજનીતિનો ભાગ બન્યો હતો હવે એમાં ભાજપનો જ કોઈ માણસ સક્રિય હોય તેવું જ કહેવામાં કોઈ બેમત નથી, તે ગુજરાતની જનતા પણ જાણે છે. ત્યારે ગઈકાલે ત્રણ લોકો એક સાથે રાજીનામા આપે છે. તો શું આ ગેમ પ્લાન ક્યાં સેટ થયો હશે, મોટું રહસ્ય છે.

આ પણ વાંચો:

Isudan Gadhvi on BJP: ભાજપ મારી 5 પોલિસી અમલમાં મૂકશે તો હું રાજનીતિ છોડી દઈશઃ AAP નેતા ઈસુદાન ગઢવી

Mahesh Savani Talk to ETV Bharat : શું ભાજપમાં જોડાશે મહેશ સવાણી ? જાણો તેઓએ શું કહ્યું

ABOUT THE AUTHOR

...view details