ગુજરાત

gujarat

નવરાત્રીના પ્રથમ દિવસે અમિત શાહ આવશે ગુજરાત, કુળદેવીના કરશે દર્શન

By

Published : Oct 6, 2021, 4:32 PM IST

Updated : Oct 7, 2021, 6:12 AM IST

આજથી નવરાત્રી (Navratri 2021)નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાત આવી રહ્યા છે. તેઓ સહપરિવાર પાનસર ગામે પોતાના કુળદેવીના દર્શન કરશે. સાથે જ તેઓ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને સી.આર. પાટીલ (C.R. Patil)ને પણ મળશે.

નવરાત્રીના પ્રથમ દિવસે અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે
નવરાત્રીના પ્રથમ દિવસે અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે

  • આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
  • નવરાત્રીના પ્રથમ દિવસે કરશે કુળદેવીના દર્શન
  • મુખ્યપ્રધાન અને સી.આર.પાટીલને મળશે અમિત શાહ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સાંજે ગુજરાત આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. તેઓ પ્રથમ નવરાત્રીએ પોતાના વતન માણસા ખાતેના પાનસર ગામે સહપરિવાર કુળદેવીના દર્શન કરશે.

પોતાના લોકસભા મતક્ષેત્રની કરશે મુલાકાત

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરેલી જાહેરાત મુજબ ગાંધીનગર લોકસભા મતવિસ્તારની મુલાકાત લેશે. ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપે મેળવેલી અભૂતપૂર્વ જીત બદલ તેઓ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને શુભેચ્છાઓ આપશે.

વિકાસ પ્રોજેક્ટની થશે સમીક્ષા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના લોકસભા મતવિસ્તારને ભારતનો નંબર વન વિકસિત લોકસભા મતવિસ્તાર બનાવવા પ્રયત્નરત છે. તેઓ પોતાના લોકસભા મત વિસ્તારમાં થતા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. તેમજ ભાજપ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજશે.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં જનતાએ ભાજપ પર ઉતારી પસંદગી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ત્રીજી વખત પણ અસમંજસ ભરી પરિસ્થિતિ જોવા મળશે, તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું હતું. પરંતુ ગાંધીનગરની જનતાએ કઈંક અલગ જ જનાદેશ આપ્યો છે. સ્પષ્ટ રીતે સત્તા ભારતીય જનતા પાર્ટીને સોંપી છે.

44 માંથી 41 બેઠકો જીતીને રેકોર્ડ સર્જ્યો

ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકાની 44 માંથી 41 બેઠકો જીતીને રેકોર્ડ સર્જ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી ચૂંટણી જીત્યા છે. તેઓ સતત આ વિસ્તારના વિકાસ કાર્યો અને તેના લોકાર્પણમાં જોડાયેલા રહે છે. જે કારણે માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ તેમના નામે વોટ પડ્યા હોઈ શકે છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ભાજપનો વિજય, પરંતુ 25 વર્ષથી રહેલા ગઢમાં ગાબડુ, જાણો ગુજરાતના તમામ કોર્પોરેશનની સ્થિતિ

આ પણ વાંચો: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામની આરપાર : ભાજપે હરખાવા જરૂર નથી

Last Updated : Oct 7, 2021, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details