ગુજરાત

gujarat

Sokhda Temple Controversy : સંતોના સમાધાનના મામલે હાઇકોર્ટે કાઢ્યો વચલો રસ્તો

By

Published : May 3, 2022, 11:49 AM IST

Updated : May 3, 2022, 1:53 PM IST

સોખડા હરિધામમાં ગાદીનો વિવાદનો (Sokhda Haridham Controversy) સમાધાનના મામલે વધુ ગુચવાયો છે. જો કે, આ મામલે હાઇકોર્ટે વચલો રસ્તો કાઢતા બંને પક્ષના વકીલો અને નિવૃત્ત જજના નામ મીડિએશન તરીકે સૂચવ્યા છે. ત્યારે હવે હર કોઈની નજર સમાધાનની પહેલી મિટિંગ પર રહી છે.

Sokhda Temple Controversy : સંતોના સમાધાનના મામલે હાઇકોર્ટે કાઢ્યો વચલો રસ્તો
Sokhda Temple Controversy : સંતોના સમાધાનના મામલે હાઇકોર્ટે કાઢ્યો વચલો રસ્તો

અમદાવાદ : સોખડા હરિધામ મંદિરમાં સત્તા અને ગાદીનો વિવાદનો સમાધાનના (Sokhda Haridham Controversy) મામલે વધુ ગુચવાયો છે. કોર્ટે બંને પક્ષે સમાધાનનું વલણ અપનાવવા કહ્યું હતું, જેને લઇને આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સમાધાન બાબતે પ્રિન્સ સ્વામીના વકીલ દ્વારા કોર્ટમાં એવી રજૂઆત કરી કે, મેડિટેશનમાં ત્યાગ વલ્લભ સ્વામીને હાજર રાખવામાં આવે પરંતુ પ્રભુ સ્વામીના વકીલે આ બાબતે વાંધો ઉઠાવ્યો છે.

આ પણ વાંચો :Gunatit Swamy suicide case: સ્વામીની આત્મહત્યા મામલે પોલીસે કરી પૂછપરછ, રહસ્ય આવ્યું બહાર

સંતોની સમાધાન માટેની મિટિંગ - સમગ્ર બાબતને લઈને આ મામલે હાઇકોર્ટે વચલો રસ્તો કાઢતા (Reconciliation Meeting of Sokhada Saints) બંને પક્ષના વકીલો અને નિવૃત્ત જજના નામ મીડિએશન તરીકે સૂચવ્યા છે. તેમજ બંને પક્ષના વકીલો સૂચવેલ નિવૃત્ત જજ સાથે ચર્ચા કરીને આ મામલે વધુ વિગતવાર ચર્ચા કરશે. આ ઉપરાંત સૌ પ્રથમ જે મામલે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે 9 મેના રોજ સમાધાનની મિટિંગ થશે. જેમાં સિનિયર એડવોકેટ સુધીર નાણાવટી અને એડવોકેટ ચિત્ર જીત ઉપાધ્યાયની હાજરીમાં બંને સંતોની (Meeting of High Court Mediation Saints) સમાધાન માટેની મિટિંગ થશે.

આ પણ વાંચો :Sokhada Haridham Controversy: ગુણાતીત સ્વામીના મોત મામલે હાઇકોર્ટેને અવગત કરાયા

મીટીંગ ક્યાં થશે - આ મીટીંગ હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં થશે. જો સમાધાનની પહેલી મિટિંગમાં તમામ મુદ્દાઓનું સમાધાનના થાય તો બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાય મૂર્તિ જસ્ટિસ એમ.એસ. શાહની અધ્યક્ષતામાં મીડીયેશન (સમાધાન) પ્રક્રિયા આગળ વધશે. જે બાબતે 13 જૂન સુધીમાં કોર્ટને મીડીયેશનો (Sokhada Haridham Temple) રિપોર્ટ આપવાનો રહેશે. આ ઉપરાંત 13 જૂનના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.

Last Updated : May 3, 2022, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details