Gunatit Swamy suicide case: સ્વામીની આત્મહત્યા મામલે પોલીસે કરી પૂછપરછ, રહસ્ય આવ્યું બહાર

author img

By

Published : Apr 30, 2022, 5:35 PM IST

Gunatit Swamy suicide case: સ્વામીની આત્મહત્યા મામલે પોલીસે બે સંતો અને સેક્રેટરીની પૂછપરછ કરી, જાણો શું રહસ્ય આવ્યું બહાર
Gunatit Swamy suicide case: સ્વામીની આત્મહત્યા મામલે પોલીસે બે સંતો અને સેક્રેટરીની પૂછપરછ કરી, જાણો શું રહસ્ય આવ્યું બહાર ()

સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના આત્મહત્યાનો (Gunatit Swamy suicide case)મામલો ગરમાયો છે. આ મામલે પોલીસે મંદિરના બે સંતો, સેક્રેટરી નોટિસ પાઠવી જવાબ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર અને ડિપ્રેશનમાં હોવાની માહિતી પોલીસને આપી હતી. પોલીસે પૂછપરછ બાદ વધુ તાપસ હાથ ધરી છે.

વડોદરાઃ સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસનો મામલો (Gunatit Swami suicide case)ગરમાયો છે. હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ કડીમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી હાજર થયા હતા. તાલુકા પોલીસે ત્રણેયને નોટિસ પાઠવી જવાબ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. એસપી રોહન આનંદે ખુદ ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુપ્રિય સ્વામી અને સેક્રેટરી જયંત દવેના નિવેદન લીધા છે. એસપીએ સંતોને પૂછ્યું કે, આત્મહત્યાની જાણ કેમ પોલીસને ન કરી? આત્મહત્યાની ક્યાં(Vadodara Sokhada Haridham)કારણોસર પોલીસને જાણ કરવામાં આવેલ નથી?

ગુણાતીત સ્વામીના આત્મહત્યા કેસ

ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર હતા - તો બીજી તરફ આ સવાલનો સંતો અને સેક્રેટરીએ લૂલો જવાબ આપ્યો હતો. ગુણાતીત સ્વામીના પરિજનોએ આત્મહત્યા જાહેર ન કરવા વિનંતી કરતાં પોલીસને જાણ ન કરી. ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર અને ડિપ્રેશનમાં પણ હોવાની માહિતી પોલીસને આપી. જિલ્લા પોલીસ વડાએ આગળની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણ સર્કલને સોંપી છે. હવે આ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના PSI પાસેથી આંચકી લેવાઈ છે.

આ પણ વાંચોઃ Sokhda Haridham Swami Death: સોખડા હરિધામના સ્વામી ગુણાતીતના મૃત્યુ મામલે પીએમ રિપોર્ટમાં મોટો ખુલાસો

ગુણાતીત સ્વામીને ન્યાય આપોના ફોટા ફરતાં થયા - તો બીજી તરફ સોશિયલ મીડીયામાં પણ ગુણાતીત સ્વામીને ન્યાય આપોના ફોટ ફરતાં થયા છે. સોખડા હરિધામના ગુણાતીત ચરણ સ્વામીની હત્યા? તેવા સવાલ સાથેનો ફોટો વાયરલ થયો છે. હરિધામમાં હવે પછી કોનો વારો? તેવા સવાલ સાથેનો ફોટો પણ વાયરલ થયો છે. વડોદરા હરિધામ સોખડા ગુણાતીત ચરણ સ્વામીનોની આત્મહત્યાનો મામલો જિલ્લા પોલીસ વડા દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Death Of Gunatit Charan Swami : શકના ઘેરામાં ગુણાતીત ચરણ સ્વામીનું આકસ્મિક નિધન, હરિભક્તોએ કરી આવી માગણી

વસ્તુઓની ઝીણવટ ભરી તપાસ - જેમાં હરિધામ સોખડાના ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુ પ્રિય સ્વામી અને જયંત દવેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સામાન્ય બાબતોમાં વડોદરા તાલુકા પોલીસની મદદ લેતા સંતો આટલી મોટી ઘટના પોલીસથી કેમ છુપાવી તે એક સવાલ છે. અને તેની પણ તપાસ થશે, જ્યારે ગુણાતીત સ્વામી ફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ નીચે ઉતારનાર પ્રભુ પ્રિયા સ્વામી અને જ્ઞાન સ્વરૂપ સ્વામીની પૂછપરછ પણ કરાઈ છે. ગળા ફાસો સાંજના સમયે ખાધો હતો, પોલીસે મરનાર સ્વામી જે રૂમમાં રહેતા હતા અને જેનાથી ફાસો ખાધોએ તમામ વસ્તુઓની ઝીણવટ ભરી તપાસ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.