ગુજરાત

gujarat

અમદાવાદમાં મહિલાને મોબાઈલ રિચાર્જ પડ્યું અધધધ...47 હજારમાં, જાણો કેમ?

By

Published : Aug 18, 2020, 7:11 AM IST

અમદાવાદમાં ઓનલાઇન મોબાઈલ રિચાર્જ ન થતા તેની ફરિયાદ કરવી મહિલાને પડી મોંઘી હતી. ફરિયાદ કરવા માટે ઓનલાઈન નંબર શોધી મહિલાએ રિચાર્જ ન થયું હોવાની જાણ કરતા તેના ખાતામાંથી 47 હજાર રૂપિયા જતા રહ્યાં હતાં. આ અંગે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદ: શહેરમાં દિવસે દિવસે સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. તેવામાં એક મહિલાને રિચાર્જ ન થતા ઓનલાઇન ફરિયાદ કરવાનું હાલ ભારે પડ્યું છે. શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલાએ મોબાઈલ રિચાર્જ ઓનલાઈન કરવાની પ્રોસેસ કરી હતી. જો કે, રિચાર્જ થયું ન હતું, જેથી તેણે રિચાર્જ ન થયું હોવાની ફરિયાદ કરવા માટે ઇન્ટરનેટ પર તેનો નંબર શોધ્યો હતો અને તેના પર કોન્ટેક્ટ કરતા ધીમે ધીમે સામેવાળાએ મહિલાના ખાતામાંથી 47 હજાર રૂપિયા લઇ લીધા હતા. જેને લઈ હાલ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

નોબલ નગર વિસ્તારમાં રહેતી આ મહિલા પોતાના ઘરે હતા. આ સમયે તેમના મોબાઈલમાં રિચાર્જ ન હોવાથી તેમને google pay દ્વારા રિચાર્જ કરાવ્યું હતું, પરંતુ તે રિચાર્જ થયું ન હતું. જેથી તેમણે આ અંગે ફરિયાદ કરવા માટે ઓનલાઇન નંબર શોધ્યો હતો. તે નંબર પર ફોન કરતા સામેવાળી વ્યક્તિએ તેમની સાથે વાત કરી કેટલીક પ્રોસેસ મોબાઇલમાં કરવાની કીધી હતી, તે કરવા જતાં મહિલાના ખાતામાંથી 47 હજાર રૂપિયા ઉપડી ગયા હતા.

હાલ તો મહિલાની પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ વધારવામાં આવ્યો છે. જો કે, એક બાબત સ્પષ્ટ છે કે હાલ તો મહિલાને ઓનલાઇન રિચાર્જ કરવું ભારે પડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details