ગુજરાત

gujarat

World No Tobacco Day 2022: કઈ રીતે જાણવું કેન્સર છે કે નહીં...

By

Published : May 31, 2022, 10:34 AM IST

Updated : May 31, 2022, 2:34 PM IST

તમાકુ એ થોડીક સમય માટે આનંદ આપે છે. પરંતુ લાંબા (Cancer Patients in India) ગાળે તેની ઘાતક અસર જોવા મળે છે. આજ કાલના સમયમાં કોલેજમાં ભણતા યુવાનો સિગારેટ અને તમાકુનું મોટાપાયે વ્યસન કરતા હોય છે. એટલે તેઓ કેન્સરને સામેથી આમંત્રણ (World No Tobacco Day 2022) આપી રહ્યા છે.

World No Tobacco Day 2022: કઈ રીતે જાણવું કેન્સર છે કે નહીં...
World No Tobacco Day 2022: કઈ રીતે જાણવું કેન્સર છે કે નહીં...

અમદાવાદ :આજે વિશ્વભરમાં ધ્રુમપાન કરનારની સંખ્યામાં ભારે વધારો થતા ચિંતાનો વિષય છે. કેન્સર લોકોને જાગૃત કરવા અને તમાકુ જીવલેણ છે. તે માટે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) તરીકે ઓળખાય છે.તો કેન્સર કેટલા પ્રકારના હોય છે. કેન્સર થવાના કારણો શું હોઇ શકે તેવી માહિતી મેળવી ETV Bharat સાથે ખાસ વાતચીત ઓનકોલોજી વિભાગના (Ahmedabad Civil Hospital) ડોક્ટર આનંદ શાહ સાથે આવો જાણીએ કેવી રીતે કેન્સરની નિવારણ લાવી શકાય.

કઈ રીતે જાણવું કેન્સર છે કે નહીં...

પ્રશ્ન - કેન્સર કેટલા પ્રકારના હોય છે?
જવાબ- કેન્સરના કુલ કેસ જોવા જઇએ તો 100થી વધારે પ્રકાર હોય છે. ત્રણ કેન્સર પર ખાસ ફોકસ કરવું છે. જેમાં ગળાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, અને સર્વાઇકલ કેન્સર જેમાં કુલ કેસમાં 50 ટકા કેસ આ ત્રણમાં જોવા મળી આવે છે. ભારતમાં દર 1 લાખની (Cancer Patients in India) સંખ્યામાં 70 થી 90 લોકોમાં કેન્સરના દર્દી જોવા મળે છે. જ્યારે અમદાવાદમાં પુરુષોમાં દર એક લાખે 95 અને મહિલા એક લાખે 75 મહિલાને કેન્સર જોવા મળતા હોય છે.

પ્રશ્ન - દર્દીને કેવી રીતે ખબર પડે કે મને કેન્સર થયું છે?
જવાબ - કેન્સરના પ્રાથમિક લક્ષણો લાંબા સમય સુધી ખાસી રહેવી, લાંબા સમય સુધી મોઢામાં ચાંદી પડવી, શરીરના કોઈ પણ ભાગમાંથી રક્ત સ્ત્રાવ થવો, ગાંઠ જેવુ લાગવું આ બધા લક્ષણો જોવા મળી આવે તો તરત ડોક્ટરના (Cancer Awareness Day) સારવાર લેવી જરૂરી છે.

આ પણ વાંચો :હિંમતને દાદ: કેન્સર હોવા છતા પણ ડાન્સ કરનાર અભિનેત્રીની સર્જરી, પોસ્ટ કરીને લખ્યું...

પ્રશ્ન - કોઈ પણ વ્યક્તિ કેન્સર થાય તો કઇ બાબત ધ્યાન રાખવી જરૂરી છે?
જવાબ-કોઈ પણ વ્યક્તિને કેન્સર થયું હોય તો સમયસર દવા લેવી જરૂરી છે. ડોક્ટર જ્યારે બોલાવે ત્યારે સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. કીમિયો થેરાપી કે રીડિયા થેરાપી માટે બોલ્યા હોય તો જવું જરૂરી છે. કોઇ પણ (World No Tobacco Day) સાઇડ ઇફેક્ટ થાય તો ડોકટરને બતાવવું ખુબ જ જરૂરી છે. કેન્સર ચેપી રોગ છે તેવી માન્યતા છે. પણ તે વાત સાવ ખોટી છે. કેન્સર વારસાગત હોઈ શકે છે પણ ચેપી નહિ.

પ્રશ્ન- કેન્સર વિશે એવી માન્યતા છે કેન્સર થયા પછી નાબુદ કરી શકાતો નથી?
જવાબ- 100 ટકા કેન્સર નાબૂદ કરી શકાય છે. પ્રાથમિક તબક્કા હોય (World No Tobacco Day 2022)અને સારવાર કરવો તો નાબૂદ કરાવી શકાય છે. અહીંયા પણ કેટલાય દર્દી છે. 20 વર્ષથી પણ કેન્સર ફોલોઅપ માટે આવે છે. એટલે કેન્સરને શરુઆતમાં જ સારવાર કરવાથી જલ્દી નાબુદ કરી શકાય છે.

આ પણ વાંચો :વેક્સિનિયા રસી મેળવશે કેન્સર પર વિજય: માનવીય પરીક્ષણ થઈ ગયું છે શરૂ

પ્રશ્ન- ઘણા કેસ હોય છે કેન્સર ઓપરેશન બાદ પણ ફરીવાર કેન્સર જોવા મળી આવે છે. તેનું કારણ શું હોઈ શકે?
જવાબ - કોઇને જીભ કેન્સર હોય અને તેની ઓપરેશન કરવામાં આવે ત્યારે તેને ઓપરેશન પહેલા ક્યાંક અન્ય જગ્યાએ ફેલાયું હોય તો ફરી થવાની શક્યતા હોય છે.

પ્રશ્ન - કેન્સર થવાના મુખ્ય કારણો કયા કયા હોઈ શકે છે?
જવાબ - કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ (31st World No Tobacco Day) સૌથી પહેલું કારણ છે. ખાસ કરીને ગુજરાતમાં તમાકુ ખાવાની ટેવ છે. જ્યારે ભારતમાં બધી જગ્યા છે. ધુમ્રપાન વધારે કરતા હોય છે. આમ છતાં કેન્સર થવાના હજારો કારણો થશે.પણ ખાસ કરીને તમાકુ પરથી વધારે કેસ જોવા મળી આવે છે.

Last Updated : May 31, 2022, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details