ગુજરાત

gujarat

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે 3 પોલીસ અધિકારીઓને કર્યા ડિસ્ચાર્જ

By

Published : Mar 31, 2021, 2:00 PM IST

Updated : Mar 31, 2021, 7:15 PM IST

વર્ષ 2004માં અમદાવાદના કોટરપુર વોટર વર્કસ પાસે થયેલા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBIની વિશેષ અદાલતે ત્રણ પોલીસ અધિકારીઓને ડિસ્ચાર્જ કર્યા હતા. ડિસ્ચાર્જ થનારા પોલીસ અધિકારીઓમાં IPS જી. એલ. સિંઘલ, નિવૃત DYSP તરુણ બારોટ અને સહાયક સબ ઇન્સ્પેકટર અંજુ ચૌધરીનો સમાવેશ થાય છે.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે 3 પોલીસ અધિકારીઓને કર્યા ડિસ્ચાર્જ
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે 3 પોલીસ અધિકારીઓને કર્યા ડિસ્ચાર્જ

  • ઇશરત જહાં કેસમાં ત્રણ પોલીસ અધિકારીને કોર્ટે કર્યા ડિસ્ચાર્જ
  • કોર્ટે નોંધ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એમની ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી
  • ઇશરત જહાં અને માર્યા ગયેલા અન્ય ચાર લોકો આતંકવાદી ન હતા તેના પુરાવા રૂપે કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી.


અમદાવાદ: ઇશરત જહાં એન્કાઉન્ટર કેસના આરોપીઓએ માર્ચ 2020માં કોર્ટમાં ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી હતી. જેની સામે બુધવારે કોર્ટે આ અંગે સુનવણી કરી છે. નામદાર કોર્ટે નોંધ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેમની ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી છે. CBI સ્પેશિયલ કોર્ટના જજ વી. આર. રાવલે નોંધ્યું હતું કે, ઇશરત જહાં અને માર્યા ગયેલા અન્ય ચાર લોકો આતંકવાદી ન હતા. તેના પુરાવા રૂપે કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે 3 પોલીસ અધિકારીઓને કર્યા ડિસ્ચાર્જ

આ પણ વાંચો:ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ: CBI કોર્ટનો ચુકાદો, અમીન અને વણઝારાની ડિસ્ચાર્જ અરજી મંજૂર

આગળ શું થઈ શકે?

કોર્ટે IPS જી. એલ. સિંઘલ, નિવૃત DYSP તરુણ બારોટ અને સહાયક સબ ઇન્સ્પેકટર અંજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા છે. વ્યાવહારિક રીતે જોવામાં આવે તો, જ્યાં સુધી હવે CBI નવી અપીલ દાખલ ન કરે ત્યાં સુધી ટ્રાયલ હવે પૂર્ણ થઈ ગયું છે. અગાઉ ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

પૂર્વ IPS અધિકારી સાથે ETV Bharatની ખાસ વાતચીત

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસને લઈને પૂર્વ IPS અધિકારી ડી. જી. વણઝારાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ખોટા રાજકારણને લઈને અને ખોટી ફરિયાદના લીધે ગુજરાતની પોલીસ, એટીએસના અધિકારીઓ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પોલીસ ને પણ કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ખોટા કેસના લીધે સરકારી ફરજ બજાવતાં અધિકારીઓને નવ વર્ષ સુધી જેલમાં રહેવાનો પણ વારો આવ્યો હતો. પરંતુ સીબીઆઇ કોર્ટે ન્યાય આપતા અધિકારીઓ પોતાની ફરજ પર પરત ફર્યા છે. પરંતુ અફસોસ છે કે જે અધિકારીઓ ન્યાય માટે અને દેશની સેવા માટે કામ કરતા હતા. તેને પર ખોટા કેસ કરી જેલમાં ધકેલવામાં આવ્યા. જેના લીધે ગુજરાત પોલીસ માં ફરજ બજાવતા અધિકારીઓને પણ નીચું જોવાનો વારો આવ્યો હતો.

શું છે ઇશરત જહાં કેસ?

વર્ષ 2004માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે મુંબઈના વતની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને ઝિશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આ ચારેય લોકો લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા હોવાનું અને તે સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મારવાના ઇરાદે આવ્યા હોવાનું તે સમયે ચર્ચાઈ રહ્યું હતું.

Last Updated :Mar 31, 2021, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details