ગુજરાત

gujarat

Cabinet Meeting Gujarat : CM ભુપેન્દ્ર પટેલ પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં વ્યસ્ત, અંતિમ સમયે કેબિનેટ બેઠક રદ

By

Published : Jan 5, 2022, 6:54 AM IST

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર બુધવારે કેબિનેટ બેઠકનું (Cabinet Meeting Gujarat) આયોજન કરવામાં આવતું હોય છે. આથી, આજે બુધવારે પણ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બેઠક અંતિમ સમયે રદ (Cabinet meeting canceled at last minute) કરવામાં આવી છે.

Cabinet Meeting Gujarat : CM ભુપેન્દ્ર પટેલ પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં વ્યસ્ત, અંતિમ સમયે કેબિનેટ બેઠક રદ
Cabinet Meeting Gujarat : CM ભુપેન્દ્ર પટેલ પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં વ્યસ્ત, અંતિમ સમયે કેબિનેટ બેઠક રદ

ગાંધીનગર: 10 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટના (Gujarat Global Vibrant Summit 2022) પ્રિવેન્ટ કાર્યક્રમને લઇને ગુજરાત સરકાર દ્વારા અંતિમ સમયે કેબિનેટ બેઠક રદ (Cabinet meeting canceled at last minute) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સીએમ ભુપેન્દ્ર પટેલ અમદાવાદમાં

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટના (Gujarat Global Vibrant Summit 2022) પ્રી ઈવેન્ટનમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમદાવાદના સાયન્સ સિટીમાં પ્રી ઈવેન્ટમાં હાજર હોવાના કારણે તેઓ સવારના 10 વાગ્યાથી જ અમદાવાદમાં હાજર રહેવાના છે. તેમની સાથે કેન્દ્રીય પ્રધાનો પણ હાજર રહેશે અને આ કાર્યક્રમ સવારે 10 થી 12 વાગ્યા સુધી ન હતો, પરંતુ હવે કાર્યક્રમ લંબાવ્યો તેના કારણે કેબિનેટ બેઠક રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેબિનેટ બેઠકના સમયમામ ફેરફાર થઈ શકે

સામાન્ય સંજોગોમાં કેબિનેટ બેઠક સવારે 10:30 કલાકની આસપાસ યોજાતી હોય છે, પરંતુ મુખ્યપ્રધાન કોઈ પ્રવાસમાં અથવા તો કોઈ કાર્યક્રમમાં હોય તો સમયમાં આંશિક ફેરફાર થઈ શકે છે.

કેબિનેટ બેઠક રદ કરવાનો નિર્ણય

આજે બુધવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમદાવાદના સાયન્સ સિટીમાં કાર્યક્રમમાં હાજર રહેવાના કારણે કેબિનેટ બેઠક યોજવાનું આયોજન કર્યું હતું. પરંતુ હવે કાર્યક્રમમાં વધુ સમય જવાના કારણે મોડી સાંજે કેબિનેટ બેઠક રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

6 જાન્યુઆરી અથવા 7 જાન્યુઆરી યોજાઈ શકે છે કેબિનેટ

આજે બુધવારે મળનારી કેબિનેટ બેઠક અંતિમ સમયે રદ કરવામાં આવી છે, ત્યારે હવે 6 જાન્યુઆરી અથવા 7 જાન્યુઆરી કેબિનેટ બેઠક મળી શકે છે કારણ કે, 10 જાન્યુઆરીના રોજ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 (Gujarat Global Vibrant Summit 2022) શરૂ થઈ રહ્યું છે, તેની તૈયારીઓના ભાગરૂપે અને તમામ વિભાગોની તૈયારી અને ચર્ચા બાબતે પણ કેબિનેટ યોજાઈ શકે છે.

આ પણ વાંચો:

Cabinet Meeting Today : રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ઓમીક્રોન અને ચાઈલ્ડ વેક્સિન મુદ્દે થશે ચર્ચા

કેબિનેટ બેઠક : વાઈબ્રન્ટ 2022 અને માવઠા આર્થિક સહાય બાબતે થશે ચર્ચા

ABOUT THE AUTHOR

...view details