Cabinet Meeting Gujarat: દુબઈ પ્રવાસે જશે CM ભૂપેન્દ્ર પટેલ, મંગળવારના થશે કેબિનેટ બેઠક

author img

By

Published : Dec 6, 2021, 10:42 PM IST

Cabinet Meeting Gujarat: દુબઈ પ્રવાસે જશે CM ભૂપેન્દ્ર પટેલ, મંગળવારના થશે કેબિનેટ બેઠક

દર બુધવારે કેબિનેટ બેઠક (Cabinet Meeting Gujarat) મળતી હોય છે, પરંતુ આ બુધવારના કેબિનિટ બેઠક નહીં યોજાય. બુધવારના દિવસે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દુબઇ (cm bhupendra patel dubai visit) જવાના છે બુધવારની જગ્યાએ 7 ડિસેમ્બર મંગળવારના રોજ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (corona omicron variant), વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022 (vibrant gujarat summit 2022), રાજ્યમાં કોરોના રસીકરણ (corona vaccination in gujarat) અને માવઠાથી ખેતી (unseasonal rain in gujarat)ને થયેલા નુકસાન અને રાહત પેકેજ વિશે વાતચીત થવાની શક્યતાઓ છે.

  • CM ભૂપેન્દ્ર પટેલ બુધવારના દુબઈ પ્રવાસે જઇ રહ્યા છે
  • વાયબ્રન્ટ ગુજરાતની જાહેરાતો તથા અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે
  • બુધવારની જગ્યાએ 7 ડિસેમ્બર મંગળવારના કેબિનેટ બેઠક મળશે

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant gujarat summit 2022)નું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઇને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 8 અને 9 ડિસેમ્બરના રોજ દુબઇ પ્રવાસે (cm bhupendra patel dubai visit) જઈ રહ્યા છે અને ત્યાં વાયબ્રન્ટ ગુજરાતની જાહેરાતો તથા અનેક કાર્યક્રમો (vibrant gujarat advertising and programs)માં ભાગ લેવાના છે. મહત્વની વાત કરવામાં આવે તો દર બુધવારે કેબિનેટ બેઠક (cabinet meeting gujarat) મળતી હોય છે, પરંતુ બુધવારના દિવસે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દુબઈ જવાના હોવાથી બુધવારના બદલે મંગળવારે 7 ડિસેમ્બરના રોજ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓમિક્રોન બાબતે થશે ચર્ચા

રાજ્યમાં અત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2022ને બાદ કરીએ તો સૌથી વધુ ચર્ચાતો મુદ્દો કોરોનાના નવા વાયરસનો છે. લોકો નવા વાયરસ (corona omicron variant)થી કઈ રીતે બચે તે બાબતે રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં ઇમિગ્રન્ટ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જામનગરમાં નવા વેરિયન્ટનો એક પોઝિટિવ કેસ (omicron case in jamnagar) સામે આવ્યો છે, ત્યારે અમદાવાદ, વડોદરા અને સુરત (omicron case in surat)માં પણ અનેક એવા કેસ શંકાસ્પદ છે, ત્યારે આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ચર્ચા

કેબિનેટ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇને પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. કયા વિભાગનું કેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને વાયબ્રન્ટ સમિટમાં કયો વિભાગ મહત્વની કામગીરી બજાવશે તે રીતની ભૂમિકા પણ તૈયાર કરવામાં આવશે. આમ વાયબ્રન્ટ સમિટની તમામ કામગીરીની સમીક્ષા કેબિનેટ બેઠકમાં પણ કરવામાં આવશે.

વેક્સિનેશન વધુ ઝડપી બને તે બાબતે ચર્ચા

મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે નવા વેરિયન્ટનો એક કેસ સામે આવ્યો છે તેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગ (health department gujarat)ની તાબડતોબ બેઠક બોલાવી હતી. ત્યારબાદ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં હજુ 35,00000 નાગરિકો એવા છે કે જેમણે રસીનો એકપણ ડોઝ (corona vaccination in gujarat) લીધો નથી, ત્યારે આવા લોકોને વધુમાં વધુ ઝડપી વેક્સિન આપવામાં આવે તે બાબતનો પણ એક્શન પ્લાન રાજ્ય સરકાર દ્વારા તૈયાર થાય તેવી શક્યતાઓ છે.

માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે પેકેજ

1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હતું અને અનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં કમોસમી વરસાદ (unseasonal rain in gujarat) પડ્યો હતો, જેને લઈને ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ દ્વારા કૃષિ સર્વે બાબતની સૂચના પણ તમામ અધિકારીઓને આપવામાં આવી હતી. હવે રાજ્યમાં વાતાવરણ ફરી સારુ બન્યું છે અને કમોસમી વરસાદના હવે કોઈપણ પ્રકારના એંધાણ દેખાતા નથી, ત્યારે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં પડેલા માવઠા બાબતે રાજ્ય સરકાર કઈ રીતે કામ કરશે તે બાબતની ચર્ચા પણ થશે અને આવનારા સમયમાં રાજ્ય સરકાર જો ખેડૂતોને નુકસાન થયું હશે તો ફરીથી સર્વે કરાવીને નુકસાની સહાય ચૂકવવાની પણ જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો: Vibrant Gujarat Summit 2022 on risk: ઓમિક્રોન વેરિયન્ટના પગલે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા

આ પણ વાંચો: Vibrant Gujarat Summit 2022: CMની હાજરીમાં 12 કંપનીઓ સાથે 14,000 કરોડના MOU કરાયા સાઇન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.