ગુજરાત

gujarat

GSSSB Head Clerk Exam 2021: હર્ષ સંઘવીની જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ

By

Published : Dec 21, 2021, 2:29 PM IST

Updated : Dec 21, 2021, 5:43 PM IST

હેડ ક્લાર્કની પરીક્ષા (GSSSB Head Clerk Exam 2021)માં પેપર ફૂટવાના પગલે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામા આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh sanghvi on paper leak)એે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, પાયા સુધીની તાપસ કરવામાં આવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તમામ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પ્રિન્ટ પ્રેસના કર્મચારીઓની વિરુદ્ધ પણ કડક પગલાં ભરવામાં આવશે.

BIG BREK : હર્ષ સંઘવીની જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ
BIG BREK : હર્ષ સંઘવીની જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ

ગાંધીનગર:હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટવાના પગલે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામા આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh sanghvi on paper leak)એે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, પાયા સુધીની તાપસ કરવામાં આવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તમામ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પ્રિન્ટ પ્રેસના કર્મચારીઓની વિરુદ્ધ પણ કડક પગલાં ભરવામાં આવશે. કેસને હિસ્ટોરીકલ સમયમાં પૂરો થાય તે બાબતે સરકાર કટિબદ્ધ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાય તે બાબતે કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ વિભાગો સાથે પરામર્શ કરીને તાત્કાલિક ધોરણે પગલા લેવાય તે રીતની બેઠક કરવામાં આવી છે.

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્ક પરીક્ષા (GSSSB Head Clerk Exam 2021)ના પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી જયેશ પટેલને ગાંધીનગરથી ઝડપી લેવાયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે નોંન્ધ્યુ કે, જયેશ પટેલ સૂત્રધારની કડીમાં મુખ્ય છે. પેપરકાંડમાં વર્તમાન 14ની ધરપકડ કરવામા આવી છે. જ્યારે હજુ અન્ય 2 ફરાર છે. આ સાથે આ કૌભાંડમાં વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, હેડ ક્લાર્કની પરીક્ષા રદ (Head Clerk's exam canceled ) કરવામાં આવી છે. આગામી માર્ચમાં ફરી પરીક્ષા લેવામાં આવશે. જૂના ઉમેદવારો જેમણે ફોર્મ ભર્યું છે તેમને આમા પાત્ર ગણવામાં આવશે. ફરી પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. 70 ઉમેદવારો જેણે ફૂટેલા પેપર લીધા છે તે તમામ ઉમેદવાર પરીક્ષા આપી નહિ શકે, એક પણ ઉમેદવારને છોડવામાં નહી આવે, આવા ઉમેદવારોને જેલ ભેગા કરવામાં આવશે.

જયેશ પટેલે પહેલા પેપર મેળવ્યાનો ખુલાશો

FIRમાં જયેશ પટેલનો મુખ્ય પ્રતિનિધિ તરીકે ઉલ્લેખ કરવામા આવ્યો છે, જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં પેપર (Head Clerk Paper Leak ) ફોડ્યુ. એક દિવસ પહેલા જ તેની પાસે પેપર ગયા હતા. આ કાંડની તપાસમાં પોલીસને માહિતી મળી હતી કે, જયેશ પટેલે પેપરની નકલ આપી હતી. ત્યારબાદ કડીથી કડી મેળવી તે પેપર જસવંત પટેલ અને દેવલ પટેલને પેપરની નકલ આપી હતી.

આ પણ વાંચો:GSSSB Head Clerk Paper Leak 2021: મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત વધુ 3 આરોપીની અટકાયત

આ પણ વાંચો:Head Clerk Paper Leak Protest 2021: AAPની 26 મહિલાઓના જામીન કોર્ટે ફગાવાતા મોડી રાત્રે સાબરમતી જેલમાં લાવવામાં આવી

Last Updated :Dec 21, 2021, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details