ETV Bharat / city

Head Clerk Paper Leak Protest 2021: AAPની 26 મહિલાઓના જામીન કોર્ટે ફગાવાતા મોડી રાત્રે સાબરમતી જેલમાં લાવવામાં આવી

author img

By

Published : Dec 21, 2021, 11:15 AM IST

Updated : Dec 21, 2021, 11:44 AM IST

સમગ્ર રાજ્યમાં હેડ ક્લાર્ક પેપર લીક મામલે (Head Clerk Paper Leak Protest 2021) આમ આદમી પાર્ટી પણ ખૂલ્લેઆમ વિરોધ પર (Aam Aadmi Party opposes head clerk paper leak case) ઉતરી છે. ત્યારે AAPના કાર્યકર્તાઓએ સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં વિરોધ (Dispute between BJP and Aam Aadmi Party) કર્યો હતો. પોલીસે 70 (A police complaint against Aam Aadmi Party workers) લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 26 મહિલાઓને મોડી રાત્રે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ જામીન ન મળતા મોડી રાત્રે તેમને સાબરમતી જેલમાં (Aam Aadmi Party women activists in Sabarmati Jail)મોકલવામાં આવી હતી.

Head Clerk Paper Leak Protest 2021
Head Clerk Paper Leak Protest 2021

ગાંધીનગરઃ રાજ્યમાં 12 ડિસેમ્બરે (રવિવારે) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા (Head Clerk Paper Leak Protest 2021) યોજાઈ હતી. જોકે, પરીક્ષા પહેલા જ પેપર ફૂટી ગયું હોવાથી હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપર ફૂટ્યું હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ સરકારે પણ આ બાબતે તપાસ કરવાની ફરજ પડી અને પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ પેપર 10 ડિસેમ્બરે જ બહાર આવી ગયું હતું, જેને લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને બોર્ડમાંથી કાઢવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ માગ સાથે સોમવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો (Aam Aadmi Party opposes head clerk paper leak case) અને નેતાઓએ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી (Dispute between BJP and Aam Aadmi Party) થઈ હતી. જોકે, પોલીસે 70 લોકોની ધરપકડ કરી હતી.

બિનજામીનપાત્ર ગુનો હોવાથી કોર્ટે જામીન ન આપ્યા

આ પણ વાંચો- Bjp Vs Aap on Paper Leak: ગાંધીનગર પોલીસે દાખલ કરી ફરિયાદ, 70 લોકોની ધરપકડ

બિનજામીનપાત્ર ગુનો હોવાથી કોર્ટે જામીન ન આપ્યા

70 લોકોની ધરપકડ બાદ 26 મહિલાઓનો પણ સમાવેશ થયો છે, જેમાં ગાંધીનગર પોલીસે મોડી રાત્રે જજના ઘરે મહિલાઓને કોર્ટમાં હાજર કરી હતી, પરંતુ બિનજામીનપાત્ર ગુનો હોવાના (Non-bailable offense against Aam Aadmi Party workers) કારણે કોર્ટે એક પણ મહિલાને જામીન આપ્યા નહતા. ત્યારબાદ તમામને મોડી રાત્રે જ સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના તરફથી મળતી માહિતી પ્રમાણે, હવે સેશન્સ કોર્ટમાં મહિલાઓ માટેની જામીન અરજી કરવામાં આવશે.

આજ સાંજે યુવા આગેવાનો કોર્ટમાં રજૂ કરવામાં આવશે

પોલીસ ફરિયાદ ગાંધીનગરના એસ.પી. મયુર ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે 21 ડિસેમ્બરે સાંજે તમામ આરોપીઓને હાજર કરવામાં આવશે. આમ, મહિલાઓને તો 20 ડિસેમ્બરે મોડી રાત્રે જ કોર્ટમાં હાજર કરી દેવામાં આવ્યા હતા ત્યારે આજે (21 ડિસેમ્બરે) સાંજે યુવા આગેવાનો જેવા કે, ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ જેવા નેતાઓને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

આ પણ વાંચો- FIR Against Isudan Gadhvi: આપના નેતાઓ માદક દ્રવ્યોનું સેવન કરી આવ્યા અને મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આક્ષેપ

કઈ કલમો હેઠળ કરાઈ ધરપકડ

ગાંધીનગરના ઈન્ફો સિટી પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બનાવની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં કલમ 452, 353, 354, 341, 323, 143, 144, 145, 147, 148, 149, 151, 152, 269, 188, 429, 504 અને 120 બી મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણેની પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જ્યારે ફરિયાદી તરીકે ભાજપના પ્રવક્તા ડો. શ્રદ્ધા રાજપૂતે ફરિયાદ નોંધાવી છે.

Last Updated :Dec 21, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.