ગુજરાત

gujarat

બેંક માનહાનિ કેસઃ ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરી

By

Published : Feb 11, 2021, 9:45 PM IST

બેંક માનહાની કેસમાં ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નીચલી કોર્ટની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરી છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો.

Rahul Gandhi
Rahul Gandhi

  • હવે 10 માર્ચ પછી સુનાવણી થશે
  • અજય પટેલે ફરીથી મુક્તિ અરજી કરવાની રેહશે
  • રાહુલ ગાંધી સામે બેંક માનહાનિનો કેસ છે

અમદાવાદ : બેંક દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે બેંક માનહાનિનો ક્રિમિનલ કેસ કરવામાં આવ્યો હતો. જેમાં બુધવારે હાઈકોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીની ડિસ્ચાર્જ અરજી એડિશન ચીફ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ પી દુલેરા અને કોર્ટ દ્વારા એમ મનાતું હતું કે ગુરુવારે સુનાવણી માટે આવે, પણ હવે 15 માર્ચે સુનાવણી થશે. ફરિયાદી એવા ADC બેંકના ચેરમેન અજય પટેલે આ મામલે મેટ્રોપોલિટન કોર્ટમાં વ્યક્તિગત હાજર રહેવાની મુક્તિ અરજી બે વખત કરી હતી, અને તેના નકારી કાઢવામાં આવી હતી, જેથી અજય પટેલે હાઈકોર્ટનો સહારો લીધો હતો.

અજય પટેલે નીચલી કોર્ટના ઓડર્ર સામે હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા

3 ફેબ્રુઆરીના રોજ જ્યારે અજય પટેલની મુક્તિની માંગણીને મેટ્રો કોર્ટે બીજી વખત નકારી કાઢી હતી, ત્યાર પછી રાહુલ ગાંધીના વકીલે અરજીમાં માગ કરી હતી કે, તેના અસીલને જામીનના આધારે કેસમાંથી મુક્તિ આપવામાં આવે. કારણ કે, ફરિયાદી સતત ગેરહાજર રહેતા હતા. જે દરમિયાન અજય પટેલે નીચલી કોર્ટના ઓર્ડર સામે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. તેમને કોવિડ-19 સંક્રમિત હોવાથી કાર્યવાહીમાં હાજર રહી શકતા નથી, તેમને ડૉકટરોએ આરામ કરવાની સલાહ આપી છે. હાઈકોર્ટના જસ્ટિસ બી. એન. કારિયાએ બુધવારે મંજૂરી આપી હતી કે, અજય પટેલની અરજી અને મેટ્રોપોલિટન કોર્ટની કાર્યવાહીને સસ્પેન્ડ કરવા જણાવ્યું હતું અને 10 માર્ચે કાર્યવાહી કરવા જણાવ્યું છે, ત્યાર બાદ વધુ સુનાવણી થશે.

ABOUT THE AUTHOR

...view details