ગુજરાત

gujarat

AMCની સામાન્ય સભામાં ગાય મામલે વિપક્ષનો હોબાળો, મેયરને આપી ગાયની પ્રતિકૃતિ

By

Published : Sep 24, 2022, 11:58 AM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાયોને પકડે છે પણ તેની યોગ્ય સારસંભાળ (Amdavad Municipal Corporation General Meeting) રાખતી નથી. આવો આક્ષેપ સાથે વિપક્ષે કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો (AMC Opposition protest) હતો. સાથે જ તેમણે મેયરે ગાયની પ્રતિકૃતિ આપીને કહ્યું હતું કે, ભાજપ ગાયના નામે માત્ર રાજકારણ જ કરે છે.

AMCની સામાન્ય સભામાં ગાય મામલે વિપક્ષનો હોબાળો, મેયરને આપી ગાયની પ્રતિકૃતિ
AMCની સામાન્ય સભામાં ગાય મામલે વિપક્ષનો હોબાળો, મેયરને આપી ગાયની પ્રતિકૃતિ

અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળો થયો હતો. વિપક્ષે ગાયના મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર (Amdavad Municipal Corporation General Meeting) કર્યા હતા. સાથે જ કૉંગ્રેસના મહિલા કોર્પોરેટર મેયર પાસે પહોંચીને હોબાળો કર્યો હતો. આ સાથે જ વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે, ભાજપ ગાયના નામે માત્ર રાજકારણ કરે છે. સમગ્ર શહેરમાં ગાયોને પકડવામાં આવે છે, પરંતુ તેમની યોગ્ય સારસંભાળ (AMC Opposition protest) રાખવામાં આવતી નથી. એટલે વિપક્ષે મેયરને ગાયની પ્રતિકૃતિ આપીને વિરોધ કર્યો હતો.

ગાયના મુદ્દે હોબાળોહાઈકોર્ટની ફટકાર બાદ સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓને (stray cattle in Amdavad) પાંજરે પૂરવામાં આવી રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ કામગીરી કરી રહી છે. પરંતુ વિપક્ષે ગાયોની યોગ્ય સારસંભાળ ન થતી હોવાનો આક્ષેપ કર્યો હતો તેવા પણ ફરિયાદો સામે આવી રહી છે. સરખેજ બાકરોલ પાસે આવેલા કોર્પોરેશન હસ્તક પાંજરાપોળમાં (panjrapole ahmedabad) પણ અનેક ગયો ભૂખ મરવાના કારણે મૃત્યુ પામી હતી. દાણીલીમડામાં પણ શુક્રવારે 50 જેટલી ગાયો મૃત્યુ પામી છે. તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને મુદ્દે આજ અમદાવાદ કોર્પોરેશનને મળેલી સામે સભામાં ગાયના મુદ્દે ભારે હોબાળો (AMC Opposition protest) જોવા મળી રહ્યો હતો.

ભાજપ અને કૉંગ્રેસ મહિલા કોર્પોરેટર સામેસામે

ભાજપ અને કૉંગ્રેસ મહિલા કોર્પોરેટર સામેસામેદાણીમડા ખાતે આવેલા પાંજરાપોળ (panjrapole ahmedabad) ખાતે શુક્રવાર સવારે માલધારી સમાજને 50 જેટલી ગાયો ભૂખમરોને કારણે મૃત્યુ પામી છે તેવા સમાચાર મળ્યા હતા. કૉંગ્રેસના કોર્પોરેટર પણ તે પાંજરાપોળ પર તપાસ માટે પહોંચ્યા હતા, પરંતુ અંદર જવા દેવા ન આવતા સાંજે મળેલી કોર્પોરેશનની જનરલ સભામાં (Amdavad Municipal Corporation General Meeting) ભાજપ અને કૉંગ્રેસના મહિલા કોર્પોરેટર એકબીજાના સામ સામે આવીને વિરોધ કર્યો હતો.

ભાજપ ગાયના નામે રાજકારણ કરતી હોવાનો આક્ષેપવિપક્ષે મેયર કિરીટ પરમારને (Ahmedabad Mayor Kirit Parmar) ગાયની પ્રતિકૃતિ આપીને જણાવ્યું હતું કે, તમારી બેદરકારીના કારણે શહેરની પાંજરાપોળમાં ગાયો ભૂખે મરી રહી છે. તમે ગાયના નામે રાજકારણ કરો છો તે બંધ કરો.

અધિકારી પ્રજાના કામ કરવા દેતા નથીNCP કોર્પોરેટર નિકુલસિંહ તોમરે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, પ્રજાએ તેમના કામ કરવા માટે કોર્પોરેટર બનાવ્યો છે, પરંતુ કોર્પોરેશનના (Amdavad Municipal Corporation) અધિકારીઓ પ્રજાના પ્રશ્નો લઈને જઉં છું ત્યારે જવાબ આપતા નથી અને ફોન પણ ઉપાડતા નથી, પરંતુ એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જો ફોન કરવામાં આવે તો અધિકારીઓ તરત જ તેમનું કામ કરી આપે છે. અમે પત્ર લખીને જાણ કરીએ છીએ. તો ઓફિસ આવીને સાહેબ તમારે શું વાંધો છે. કઈ રીતે સેટિંગ કરવું એ બધી વાતો કરે છે. આવી બધી સમસ્યાને કારણે પ્રજાના કામ કરી શકાતા નથી.

બોપલ ઘુમા સફાઈનો મુદ્દો ઉઠ્યોઅમદાવાદ કોર્પોરેશનના (Amdavad Municipal Corporation) સોલિડ વેસ્ટના અધિકારીઓ પોતાની યોગ્ય કામગીરી કરતા હોય તેવું જોવા મળતું નથી. ત્રણ વર્ષ પહેલાં જ ભણેલા બોપલ ઘુમા યોગ્ય સફાઈ થતી ન હોવાની અનેકવાર ફરિયાદ કર્યું હોવા છતાં પણ નિરાકરણ ન આવતા સ્ટેન્ડીગ કમિટી ચેરમેન પણ ભૂખ હડતાળ પર ઉતરવાની ફરજ જવાની ચીમકી આપી હતી. જો ભાજપના શાસનમાં ભાજપના શાસન કોર્પોરેટરને ભૂખ પર હડતાલ ચીમકી આપવી પડતી હોય તો અન્ય લોકોનું કામ કેવી રીતે થતા હશે.તેવા આક્ષેપો કૉંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.

ગાયનું પ્રતીક રમુજમાં આપ્યુંઅમદાવાદ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર (Ahmedabad Mayor Kirit Parmar) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સામાન્ય સભા વિકાસના કામોને સાથે શાંતિપૂર્વક ચાલી રહી હતી, પરંતુ અંતે કૉંગ્રેસના કોર્પોરેટર ઈકબાલભાઈ રમુજી એક ગાયનું રમકડું લઈને મને આપ્યું હતું. આગામી ચૂંટણીમાં ધ્યાનમાં રાખીને કૉંગ્રેસે કોર્પોરેશનમાં વિરોધ કર્યો તે બતાવવું પડે તે માટે આવો હોબાળો કર્યો હતો. કૉંગ્રેસે આ બોર્ડ બગાડવાનો (AMC Opposition protest) પ્રયત્ન કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details