ગુજરાત

gujarat

શું AMCને ફક્ત મલાઈ ખાવામાં જ રસ છે પ્રજાની સેવામાં નહીં, વિપક્ષના નેતાએ કર્યા ગંભીર આક્ષેપ

By

Published : May 20, 2022, 9:46 AM IST

Updated : May 20, 2022, 10:19 AM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શેહજાદ ખાન પઠાને AMCની કામગીરી અંગે પ્રશ્નો (Crores scam in Ahmedabad Municipal Corporation) ઉઠાવ્યા છે. તેમણે ફાયર વિભાગની કામગીરી, સરકારી કાર્યક્રમના કોન્ટ્રાક્ટ અને પ્રિમોન્સુન જેવી કામગીરી (Shehzad Khan Pathan alleged AMC for Scam) અંગે પ્રહાર કર્યા હતા.

શું AMCને ફક્ત મલાઈ ખાવામાં જ રસ છે પ્રજાની સેવામાં નહીં, વિપક્ષના નેતા કર્યા ગંભીર આક્ષેપ
શું AMCને ફક્ત મલાઈ ખાવામાં જ રસ છે પ્રજાની સેવામાં નહીં, વિપક્ષના નેતા કર્યા ગંભીર આક્ષેપ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક વાર ચર્ચામાં (Crores scam in Ahmedabad Municipal Corporation) આવ્યું છે. કારણ કે, કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શેહજાદ ખાન પઠાને કોર્પોરેશનની વિવિધ કામગીરી અંગે પ્રશ્નો (Shehzad Khan Pathan alleged AMC for Scam) ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, અત્યાર સુધી 700 જેટલી NOC અરજી પેન્ડિંગ છે. જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે પ્રિમોન્સુનની કામગીરીમાં પણ સરકારી અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે. આ ઉપરાંત કોર્પોરેશનના ફાયર વિભાગની બેદરકારી (The negligence of the fire department) સામે આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક વાર ચર્ચામાં આવ્યું

700 જેટલી NOC અરજી પેન્ડીંગ - વિરોધ પક્ષના નેતા શેહજાદ ખાન પઠાને (AMC Opposition Leader Shehzad Khan Pathan) જણાવ્યું હતું કે, શહેરમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે. બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં પડી રહી છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. ફાયર વિભાગમાં 700 જેટલી NOCની પેન્ડીંગ અરજી એ બેદરકારીને છતી કરી રહી છે. જાણે ફાયર વિભાગને NOC અરજી નિકાલ કરવામાં નહીં NOC વિનાના લોકો પાસેથી દંડ (The negligence of the fire department) ઉઘરાવવામાં રસ છે.

આ પણ વાંચો-અમદાવાદના ડોક્ટર્સે AMC સામે ચડાવી બાંયો પણ ભોગ બન્યા દર્દીઓ

ટેક્સ ન ભરનારને ઈવેન્ટનો કોન્ટ્રાક્ટ અપાયો - વિપક્ષના નેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 દિવસ પહેલા ગાંધી કોર્પોરેશનને 12.50 કરોડ રૂપિયાનો ટેકસ ન ભરવાના કારણે ડિફોલ્ટર જાહેર કર્યું હતું. જ્યારે હવે કૉર્પોરેશને આવા ફ્રોડ વ્યક્તિ કે, જેને આટલો બધો ટેક્સ બાકી હોવા છતાં કોર્પોરેશનના સરકારી ઈવેન્ટ કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે. જ્યારે જનતાનો ટેકસ બાકી હોય તો તેમની પ્રોપટી સિલ કરવામાં આવે છે. આવા ડીફોલ્ટર 3 વર્ષનો કોન્ટ્રાક્ટ વધુ લંબાવવામાં આવે તે કેટલું યોગ્ય છે.

આ પણ વાંચો-બહારનું ફૂડ ખાતા હોવ તો ચેતી જજો, નહીં તો બનશો રોગચાળાનો શિકાર

પ્રિમોન્સુનની કામગીરી 3 મહિના પહેલા થવી જોઈએ પણ થઈ રહી છે 10 દિવસ પહેલા -કોર્પોરેશન પર આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે. કોર્પોરેશન દર વર્ષે 1,000 કરોડ રૂપિયા રોડ-રસ્તા પર ખર્ચ કરવામાં આવે છે. તો બીજી તરફ કૉર્પોરેશન પ્રિ મોન્સુન કામગીરી, જે 3 મહિના પહેલા શરૂ થવું જોઈએ. તે હવે 20 દિવસ પહેલા કરવામાં આવી રહી છે. આના કારણે આજ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ખોદકામ કર્યું હોવાથી જનતા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

Last Updated :May 20, 2022, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details