ગુજરાત

gujarat

Ahmedabad Kidnapping Case: પૈસા પડાવવા માટે પોલીસ બન્યો ગુનેગાર, પોલીસ અને trb જવાને અપહરણ કરી 30 હજાર રોકડા પડાવ્યા

By

Published : Apr 2, 2022, 10:11 PM IST

અમદાવાદમાં નરોડાનો અપહરણનો કિસ્સો(Kidnapping Case in Naroda Ahmedabad) છે. સામાન્ય રીતે પોલીસ શકમંદોને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ આ વખતે પોલીસ અને TRB જવાન અપહરણકર્તા(Police and TRB young kidnappers) છે. અને રાજસ્થાન IT કંપનીના છોકરાના 30000 રૂપિયાની ચોરી કરી લીધા હતા.

યુવક પાસેથી પૈસા લઈને યુવકને રિંગ રોડ ઉતારી દીધો હતો ત્યારબાદ યુવકે રાજસ્થાન જઈને અમદાવાદ પોલીસ કમિશનરને મેલ કર્યો હતો. મેલના આધારે પોલીસ કમિશનરે G ડિવિઝન ACP ને તપાસ સોંપી હતી.
યુવક પાસેથી પૈસા લઈને યુવકને રિંગ રોડ ઉતારી દીધો હતો ત્યારબાદ યુવકે રાજસ્થાન જઈને અમદાવાદ પોલીસ કમિશનરને મેલ કર્યો હતો. મેલના આધારે પોલીસ કમિશનરે G ડિવિઝન ACP ને તપાસ સોંપી હતી.

અમદાવાદ: નરોડામાં એક અપહરણની ઘટના સામે આવી છે, જેમાં કોઈ ગુનેગારોએ નહીં પરંતુ પોલીસે કર્મચારીએ જ અપહરણ કર્યું છે. ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ(Traffic police constable) અને TRB જવાને યુવકને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ(case of drink and drive) કરવાની ધમકી આપીને 30,000 પડાવ્યા છે. આ બાબતે નરોડા પોલીસે ગુનો નોંધીને બંને અરોપીની ધરપકડ કરી છે.

યુવક પાસેથી પૈસા લઈને યુવકને રિંગ રોડ ઉતારી દીધો હતો ત્યારબાદ યુવકે રાજસ્થાન જઈને અમદાવાદ પોલીસ કમિશનરને મેલ કર્યો હતો. મેલના આધારે પોલીસ કમિશનરે G ડિવિઝન ACP ને તપાસ સોંપી હતી.

આ પણ વાંચો:Kidnapping in Ahmedabad : યુવકને દેવું થઈ જતા અપહરણનું તરકટ રચ્યું, યુવક રૂપિયા કમાવવા વિદેશ ગયો હતો

ATMમાંથી 30,000 રૂપિયા કઢાવીને લઈ લીધા હતા - પોલીસ કોન્સ્ટેબલ અને TRB જવાને અપહરણ કરીને 30,000 રોકડ પડાવ્યા. જ્યારે આરોપી રોહિત સોલંકી LRD જવાન તરીકે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે અને વિજય તળપદા TRB જવાન તરીકે ફરજ બજાવે છે. નરોડા SP રિંગ રોડ(Naroda SP Ring Road) પર બંને આરોપીઓ હાજર હતા, ત્યારે રાજસ્થાનમાં IT કંપનીમાં ફરજ બજાવતો યુવક સાણંદ આવ્યો હતો. તે પછી રાજસ્થાન જઇ રહ્યો હતો ત્યારે તેને આ બે પોલીસ જવાનોએ રોક્યો હતો. આ જવાનોએ કહ્યું હતુ કે દારૂ પીને ગાડી ચલાવો છો, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસ કરવો પડશે. આમ કહીને ડરાવી, ધમકાવી અને અહરણ કરીને ATM પાસે લઈ ગયા હતા. એ જવાન અને પોલીસ કોન્સ્ટેબલે રાજસ્થાનમાં IT કંપનીના યુવકના ATMમાંથી 30,000 રૂપિયા કઢાવીને લઈ લીધા હતા.

આ પણ વાંચો:અમદાવાદ: વેપારીના અપહરણનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

યુવકે અમદાવાદ પોલીસ કમિશનરને મેલ કર્યો હતો - યુવક પાસેથી પૈસા લઈને યુવકને રિંગ રોડ ઉતારી દીધો હતો ત્યારબાદ યુવકે રાજસ્થાન જઈને અમદાવાદ પોલીસ કમિશનરને મેલ કર્યો હતો. મેલના આધારે પોલીસ કમિશનરે G ડિવિઝન ACP ને તપાસ સોંપી હતી. ACP એ સમગ્ર મામલે તપાસ કરતા 2 આરોપીઓના નામ ખુલ્યા હતા. જે બાદ બંને આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધીને ધરપકડ કરી છે.આ આરોપીઓએ અગાઉ કોઈની સાથે આ રીતે પૈસા પડાવતા છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details