ETV Bharat / state

અમદાવાદ: વેપારીના અપહરણનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

author img

By

Published : Jun 25, 2021, 7:26 AM IST

xx
અમદાવાદ: વેપારીના અપહરણનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી ધોળે દિવસે થયેલા અપહરણનો ભેદ પોલીસે ગણતરીનાં કલાકોમાં ઉકેલીને અપહરકારોને નવસારીથી ઝડપી વેપારીને અપહરણકારોનાં ચુંગાલમાંથી બચાવ્યો છે.

  • વસ્ત્રાપુર વિસ્તારમાંથી ધોળે દિવસે થયેલા અપહરણનો ભેદ ઉકેલાયો
  • પૈસાની લેતીદેતિમાં અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું
  • નવસારી પાસેથી વેપારીને અફરણકર્તાના ચૂંગાલમાંથી છોડાવ્યો


અમદાવાદ: વસ્ત્રાપુર મેનેજમેન્ટ એન્કલેવ પાસેથી જાહેરમાં ભરત લોહાર નામનાં વેપારીને પૈસાની લેતીદેતીમાં માર મારી કાળા કલરની કિઆ કારમાં અપહરણ કરી મહારાષ્ટ્ર લઈ જવાતો હોવાનો મેસેજ વસ્ત્રાપુર પોલીસને મળતા જ પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને ભોગ બનનારનો ફોન ટ્રેસ કરતા તેનુ લોકેશન સુરત પાસેનુ આવતા નવસારી પોલીસ અધિકારીને જાણ કરીને નાકાબંધી કરીને ઝડપી લીધા હતા.

પૈસાની લેવડ-દેવડનો મામલો

આ મામલે પોલીસે મહારાષ્ટ્રના કુણાલ પવાર, શ્રીકાંત ખંડાગણે તેમજ કુણાલ માલેવાર નામના યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછમાં સામે આવ્યુ કે ભોગબનનાર ભરત લોહારને મહારાષ્ટ્રમાં અગાઉ કોમ્પ્યુટર એસેસરીઝનો વ્યવસાય હતો જે વ્યવસાયમા આરોપીઓએ ભાગીદારીમાં રોકાણ કર્યુ હતુ. જેના લેવા નિકળતા 22 લાખ રૂપિયા વેપારીએ ન આપી અમદાવાદ આવી ગયો હતો જેનાં કારણે તમામ આરોપીઓ ભેગા મળી અમદાવાદ આવ્યા હતા અને વેપારીનુ અપહરણ કરીને મહારાષ્ટ્ર લઈ જતા હતા.

અમદાવાદ: વેપારીના અપહરણનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

આ પણ વાંચો : હળવદમાં રૂપિયાની લેતી દેતી મામલે ભાઈએ કરી ભાઈની હત્યા

પોલીસે કાર્યવાહી હાથ ધરી

મામલે પોલીસે સમયસર કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી કાર, મોબાઈલ ફોન તેમજ ચપ્પુ અને બાળકોને રમવાની રિવોલ્વર કબ્જે કરી વેપારીને છોડાવ્યો હતો.. આ મામલે અન્ય મામલો છે કે કેમ તેમજ આરોપીઓના અન્ય કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે દિશામાં વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : પાલનપુર પાલિકા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે પૈસાની લેતી-દેતીનો આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.