ગુજરાત

gujarat

ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે, સિસોદિયા ટૂંક કરશે રાજ્યભરમાં યાત્રા : કેજરીવાલ

By

Published : Sep 10, 2022, 6:34 PM IST

ગુજરાત ચૂંટણી (Gujarat Assembly election 2022) પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal Announcement) એક જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત પરિવર્તનની માંગ કરી રહ્યું છે અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા (Manish Sisodia Yatra Gujarat) ટૂંક સમયમાં જ લોકોની માંગ પૂરી કરવા માટે ભાજપ શાસિત રાજ્યમાં યાત્રા કરશે. આ વાત સામે આવતા જ, કેજરીવાલની ગુજરાતમાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

સિસોદિયા ટૂંક કરશે રાજ્યભરમાં યાત્રા
સિસોદિયા ટૂંક કરશે રાજ્યભરમાં યાત્રા

નવી દિલ્હી :ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022) પહેલા જ આમ આદમી પાર્ટીના નેતાઓના ડેરા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે, "ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે. ટૂંક સમયમાં, મનીષ સિસોદિયા જી ગુજરાતમાં કૂચ (Manish Sisodia Yatra Gujarat) કરશે. માત્ર હવે પરિવર્તનની જરૂર છે." આ , સાથે ગુજરાત આપ પ્રમુખ ગોલાપ ઇટાલીયાએ પણ મનીષ સિસોદિયા દ્વારા યાત્રાની વાત પર સ્વાગત કર્યું હતું.

શિક્ષણ ક્રાંતિના હીરો મનીષ સિસોદિયા :ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, "દિલ્હી શિક્ષણ ક્રાંતિના હીરો મનીષ સિસોદિયાજીનું ગુજરાતમાં સ્વાગત છે. ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે. આવો આપણે સૌ સાથે મળીને શિક્ષણ, આરોગ્ય, વીજળી, રોજગારના મુદ્દે મતદાન કરીને પરિવર્તન લાવીએ."

તમામ બેઠકો પર લડવાની તૈયારી :AAP આ વર્ષના અંતમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર લડવાની તૈયારી કરી રહી છે, પોતાને રાજ્યમાં સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ બન્નેના વિકલ્પ તરીકે રજૂ કરે છે. મતદારોને રીઝવવા માટેકેજરીવાલે ગુજરાતની શાળા શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા સહિતની ઘણી "ગેરંટી" આપી (Arvind Kejriwal Announcement) છે, જો AAP સત્તામાં આવે તો દરેક બાળકને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની પણ જાહેરાત કરી છે. (Arvind Kejriwal Gaurantee)

કેજરીવાલની ગેરંટી :AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજ્યમાં બધાને મફત અને સારી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવાનું, દરેક ઘરમાં દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી, દરેક યુવાનોને નોકરી, બેરોજગારોને 3,000 રૂપિયાનું માસિક બેરોજગારી ભથ્થું અને માસિક ભથ્થું આપવાનું વચન પણ આપ્યું છે. આ ઉપરાંત, 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને 1,000 રૂપિયાની પણ સહાયની ઘોષણા કરવામાં આવી છે. Gujarat AAP President Gopal Italia

ABOUT THE AUTHOR

...view details