ગુજરાત

gujarat

અમદાવાદના બુટલેગરના ઘરના ભોંયરામાંથી વિદેશી બ્રાન્ડની 9 લાખની કિંમતની 275 બોટલ ઝડપાઈ

By

Published : Jun 22, 2021, 10:58 PM IST

અમદાવાદમાં પોલીસે વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. શહેરના પોશ ગણાતા સોલા વિસ્તારમાં બુટલેગરે પોતાના વૈભવી બંગલામાં રસોડામાં ભોંયરૂ બનાવીને વિદેશી બ્રાન્ડનો મોંઘો દારૂનો જથ્થો છુપાવ્યો હતો. સોલા પોલીસે મળેલી બાતમીને આધારે દરોડો પાડીને વિદેશી બ્રાન્ડની રૂપિયા 9 લાખની કિંમતની 275 જેટલી દારૂની બોટલો કબજે કરીને આરોપી બુટલેગરની ધરપકડ કરી છે. આરોપી મોંઘી બ્રાન્ડનો દારૂ રાજસ્થાનથી બસમાં પાર્સલમાં મંગાવતો હતો અને તેનું વેચાણ કરતો હતો.

અમદાવાદ
અમદાવાદ

  • અમદાવાદમાં પોલીસે વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો
  • બુટલેગરે પોતાના વૈભવી બંગલામાં રસોડામાં ભોંયરૂ બનાવીને વિદેશી બ્રાન્ડનો મોંઘો દારૂનો જથ્થો છુપાવ્યો
  • વિદેશી બ્રાન્ડની રૂપિયા 9 લાખની કિંમતની 275 જેટલી દારૂની બોટલો કબજે કરી

અમદાવાદ: સોલા પોલીસે બાતમીના આધારે સોલા સિવિલ હોસ્પિટલ સામે આવેલા હરિવિલા બંગ્લોઝમાં આવેલા C 38 નંબરના બંગલામાં રહેતા વિનોદ વોરા વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેમાં હાલમાં ગાડીમાં જથ્થો મૂકી રાખ્યો છે. જેના આધારે PI જે.પી જાડેજા ટીમ સાથે બુટલેગરના ઘરમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરના કમ્પાઉન્ડમાં પડેલી ગાડીમાં તપાસ કરતા પાછળની ડેકીમાંથી અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. ઘરમાં તપાસ કરતા રસોડામાં ફ્રીઝ ખસેડી જોતા નીચે ભોંયરું મળી આવ્યું હતું.

આ પણ વાંચો: પંચમહાલમાં સ્ટેટ વિજીલન્સ ટીમનો દરોડો, કારમાંથી દારુ ઝડપાયો

ભોંયરામાં આવવા જવા માટે લોખંડની સીડી પણ મૂકી હતી.

પોલીસે ભોંયરામાં ઉતરી તપાસ કરતા નીચેથી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાં પણ અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તમામ બોટલો ગણતા 275 જેટલી બોટલો કિંમત રૂ. 9.02 લાખની મળી આવી હતી. સોલા પોલીસ સ્ટેશનના PI જે.પી જાડેજાએ જણાવ્યું હતું કે આરોપી પોતાના ઘરમાં જ દારૂની બોટલો ભોંયરામાં સંતાડતો હતો. રાજસ્થાનથી આ તમામ દારૂનો જથ્થો પાર્સલમાં બસમાં મંગાવતો હતો અને તેના ગ્રાહકોને વેચતો હતો.

ABOUT THE AUTHOR

...view details