ગુજરાત

gujarat

Share Market India: આજે પ્રથમ દિવસે જ શેરબજારની મજબૂત શરૂઆત

By

Published : Aug 1, 2022, 9:51 AM IST

Share Market India: આજે પ્રથમ દિવસે જ શેરબજારની મજબૂત શરૂઆત

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ (Sensex) 81.70 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 29.70 પોઈન્ટના ઉછાળા વેપાર કરી રહ્યો છે.

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.23 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 81.70 પોઈન્ટ (0.14 ટકા)ના વધારા સાથે 57,651.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 29.70 પોઈન્ટ (0.17 ટકા)ના ઉછાળા સાથે 17,188ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-શુ તમને ખબર છે ઉંમર પ્રમાણે રોકાણ યોજના પણ બદલાય છે

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં -આઈટીસી (ITC), યુપીએલ (UPL), ઝોમેટો (Zomato), અરવિંદ (Arvind), બજાજ કન્ઝ્યૂમર કેર (Bajaj Consumer Care), કાર્બરિન્ડમ યુનિવર્સલ (Carborundum Universal), એસકોર્ટ્સ ક્યુબોટા (Escorts Kubota), એવરેડી ઈન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા (Eveready Industries India).

આ પણ વાંચો-આવતા મહિને બેન્કનું કામ ઝડપથી પતાવી લેજો નહીં તો...

વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 19 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.47 ટકાના વધારા સાથે 27,933.27ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.28 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.35 ટકાના ઘટાડા સાથે 14,947.21ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.60 ટકાના ઘટાડા સાથે 20,035.61ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સિવાય શાંઘાઈ કોમ્પોઝિટ 0.12 ટકાના ઘટાડા સાથે 3,249.25ના સ્તર પર જોવા મળી

ABOUT THE AUTHOR

...view details