STOCK MARKET UPDATE : સેન્સેક્સમાં આટલો મોટો ઉછાળો, જાણો અન્ય શેરની માહિતી

author img

By

Published : Jul 29, 2022, 7:24 PM IST

STOCK MARKET UPDATE

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક અને એચડીએફસી લિ. શેરોમાં ખરીદીને કારણે BSE સેન્સેક્સ 712.46 પોઈન્ટના વધારા સાથે 57,570.25 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. NSEનો નિફ્ટી પણ 228.65 પોઈન્ટના વધારા સાથે 17,158.25 પોઈન્ટ પર બંધ થયો હતો.

મુંબઈ : સ્થાનિક શેરબજાર શુક્રવારે સતત ત્રીજા દિવસે ઉછળ્યું હતું અને BSE સેન્સેક્સ 712 પોઈન્ટથી વધુ વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ, HDFC બેંક અને HDFC લિમિટેડના ટ્રેડિંગને કારણે વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે તેજી જોવા મળી હતી. 30 શેરો ધરાવતો સેન્સેક્સ 712.46 પોઈન્ટ અથવા 1.25 વધીને 57,570.25 પર બંધ રહ્યો હતો. 25 એપ્રિલ પછી સેન્સેક્સનું આ સર્વોચ્ચ સ્તર છે.

નિફ્ટીમાં આવ્યો ઉછાળો - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 228.65 પોઈન્ટ એટલે કે 1.35 ટકાના ઉછાળા સાથે 17,158.25 પર બંધ થયો હતો. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, વધુ સારા ત્રિમાસિક પરિણામો, સ્થાનિક બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને આગામી દિવસોમાં યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ દ્વારા ધીમી ગતિએ વ્યાજદરમાં વધારાની અપેક્ષાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ આપ્યો છે.

આ કંપનીના સેરમાં આવ્યો ઉછાળો - જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વીકે વિજય કુમારે જણાવ્યું હતું કે, "દેશમાં સૌથી સકારાત્મક બાબત એ છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો બજારમાં વેચવાલી ઘટાડી રહ્યા છે અને આ મહિને પણ આઠ દિવસથી ખરીદી થઈ રહી છે." “નાણાકીય ક્ષેત્રના સારા પ્રદર્શનની બજાર પર સકારાત્મક અસર પડી હતી. પ્રથમ ક્વાર્ટરના નાણાકીય પરિણામો આ ક્ષેત્રમાં વધુ સારી સંભાવનાઓ દર્શાવે છે. સેન્સેક્સ કંપનીઓમાં ટાટા સ્ટીલનો શેર સૌથી વધુ 7.27 ટકા વધ્યો હતો. આ ઉપરાંત સન ફાર્મા, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસીસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, વિપ્રો અને એચડીએફસીમાં મોટો ઉછાળો રહ્યો હતો. બજાજ ફાઇનાન્સ, વિપ્રો, એનટીપીસી, ભારતી એરટેલ, નેસ્લે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસ અને એચડીએફસી બેંકના શેર પણ ઉછાળા સાથે બંધ થયા છે.

ડો.રેડ્ડીના શેર 3.96 ટકા તૂટ્યા - સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી 25 શેરોમાં તેજી જોવા મળી હતી. બીજી તરફ, ડૉ. રેડ્ડીઝ સૌથી વધુ 3.96 ટકા નીચે આવ્યા હતા. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈટીસી અને એક્સિસ બેંક પણ રેડમાં હતા. BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.38 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 1.01 ટકા વધ્યો હતો.

વિદેશી આંકડા પર નજર - અન્ય એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી લાભમાં હતો જ્યારે જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં હતો. યુરોપના મુખ્ય બજારોમાં શરૂઆતી કારોબારમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું. ગુરુવારે યુએસ બજારો નફામાં રહ્યા હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.92 ટકા વધીને $109.2 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. શેરબજારના આંકડા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો ચોખ્ખા ખરીદદાર હતા. તેણે ગુરુવારે રૂ. 1,637.69 કરોડના શેર ખરીદ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.