ETV Bharat / business

માર્કેટ રેલી ! Sensex 937 પોઈન્ટના ઉછળ્યો, ઐતિહાસિક ઉંચાઈ પર Nifty Bank - Share Market Update

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 4:50 PM IST

માર્કેટ રેલી ! Sensex 937 પોઈન્ટના ઉછળ્યો
માર્કેટ રેલી ! Sensex 937 પોઈન્ટના ઉછળ્યો

ગત કારોબારી સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારનું મજબૂત વલણ રહ્યું હતું. ચાલુ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ધુઆધાર તેજી નોંધાઈ છે. આજે 29 એપ્રિલ, સોમવારના રોજ મજબૂત શરૂઆત બાદ ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 937 અને 223 પોઈન્ટ ઉછાળો નોંધાવી ઊંચા મથાળે બંધ થયા હતા.

મુંબઈ : ભારતીય શેરબજાર માટે ચાલુ કારોબારી સપ્તાહની ધમાકેદાર શરૂઆત થઈ છે. આજે 29 એપ્રિલ, સોમવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક જોરદાર વધારા સાથે ખુલ્યા હતા. દિવસ દરમિયાન સતત લેવાલીના પગલે ઉપર ચડતા રહીને ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 937 અને 223 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી ઊંચા મથાળે બંધ થયા હતા.

BSE Sensex : આજે 29 એપ્રિલ, સોમવારના રોજ BSE Sensex ગતરોજના 73,730 બંધની સામે 252 પોઈન્ટ ઉછળીને 73,982 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતમાં 73,922 પોઈન્ટ ડાઉન ગયા બાદ સતત મજબૂત વલણને જાળવી રાખ્યું હતું. ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડ્યા બાદ 74,721 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 937 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી 74,668 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 1.27 ટકાનો વધારો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 223 પોઈન્ટ (1.00%) ઉછળીને 22,643 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 56 પોઈન્ટ ઉપર 22,475 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 22,441 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ત્યારબાદ લેવાલી નીકળતા સતત ઉપર ચડતો રહી 22,655 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 22,419 ના મથાળે બંધ રહ્યો હતો.

Nifty Bank : આજે 29 એપ્રિલ, સોમવારના રોજ Nifty Bank ગતરોજના 48,201 બંધની સામે 158 પોઈન્ટ ઉછળીને 48,359 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતમાં 48,342 પોઈન્ટ ડાઉન ગયા બાદ સતત મજબૂત વલણને જાળવી રાખ્યું હતું. ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડ્યા બાદ 49,473 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે Nifty Bank 1,223 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી 49,424 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 2.54 ટકાનો વધારો દર્શાવે છે.

  1. આ દિવસે તમારા ખાતામાં વ્યાજ આવશે, EPFOએ આપી માહિતી, આ રીતે ચેક કરો બેલેન્સ
  2. શેરબજાર ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 228 પોઈન્ટ ઉછળ્યો - Share Market Update
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.