ગુજરાત

gujarat

Share Market India છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત

By

Published : Aug 12, 2022, 10:35 AM IST

સપ્તાહના છેલ્લા દિવસે આજે ભારતીય શેરબજાર Share Market India નબળાઈ સાથે શરૂ થયું છે. આજે સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ Sensex 68.30 પોઈન્ટ અને નિફ્ટી Nifty 19.20 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત શેરબજારની નબળી શરૂઆત
Share Market India છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) નબળાઈ સાથે શરૂ થયું છે. આજે સવારે 9.23 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 68.30 પોઈન્ટના ઘટાડા સાથે 59,264.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 19.20 પોઈન્ટના ઘટાડા સાથે 17,639.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોવિવિધ સૂચકાંકોમાં ભારતનો રેન્ક કેટલામો છે જાણીએ એક ખાસ અહેવાલમાં

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 11.50 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 2.37 ટકાના વધારા સાથે 28479.99ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.41 ટકાના વધારા સાથે 15,259.46ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.17 ટકાના વધારા સાથે 20,116.77ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો આ તરફ કોસ્પીમાં ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.14 ટકાના ઉછાળા સાથે 3,286.28ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોનાણાકીય વર્ષમાં મારુતિ સુઝુકી 20 લાખ યુનિટનું કરશે ઉત્પાદન

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશેઓરબિન્દો ફાર્મા (Aurobindo Pharma) સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી (Sterling and Wilson Renewable Energy) બાલાજી એમિન્સ (Balaji Amines) પુરાવન્કરા (Puravankara) કેએસબી (KSB) ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (Garden Reach Shipbuilders and Engineers) એસ્ટર ડીએમ હેલ્થકેર (Aster DM Healthcare).

ABOUT THE AUTHOR

...view details