ગુજરાત

gujarat

Stock Market India: સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 58,000ની નીચે ગગડ્યો

By

Published : Feb 23, 2022, 4:01 PM IST

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 68.62 પોઈન્ટ (0.12 ટકા)ના ઘટાડા સાથે 57,232.06ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 28.95 પોઈન્ટ (0.17 ટકા) તૂટીને 17,063.25ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 58,000ની નીચે ગગડ્યો
Stock Market India: સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 58,000ની નીચે ગગડ્યો

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે)ભારતીય શેર બજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 68.62 પોઈન્ટ (0.12 ટકા)ના ઘટાડા સાથે 57,232.06ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 28.95 પોઈન્ટ (0.17 ટકા) તૂટીને 17,063.25ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ નિફ્ટી સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ થયો છે.

આ પણ વાંચોઃDiamond Market surat: યુક્રેન અને રશિયાની તંગદિલીથી ડાયમંડ માર્કેટમાં મંદીનો માહોલ

5 દિવસના દબાણ પછી નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં સારી રોનક જોવા મળી

તો આ તરફ પાંચ દિવસના દબાણ પછી નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં આજે સારી રોનક જોવા મળી રહી છે. નિફ્ટી 17,200ની આસપાસ વેપાર કરી રહ્યો હતો. અત્યારે તે ફરીથી 17,100ની નીચે પહોંચી ગયો છે. તો નિફ્ટીની સખામણીએ બેન્ક નિફ્ટી આઉટપર્ફોર્મ કરી રહ્યો હતો. જોકે, હવે 37,420ની આસપાસ વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચોઃInvestment Planning of Cryptocurrency: જાણી લો, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા સમયે ધ્યાનમાં રાખવાના મુદ્દા..

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 2.41 ટકા, ટાઈટન કંપની (Titan Company) 1.86 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 1.24 ટકા, ટાટા કન્સ્ટ. પ્રોડ (Tata Cons. Prod) 1.13 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 0.88 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, ઓએનજીસી (ONGC) -2.55 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -2.21 ટકા, એનટીપીસી (NTPC) -1.44 ટકા, લાર્સન (Larsen) -1.31 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -1.17 ટકા ગગડ્યા છે.

ABOUT THE AUTHOR

...view details