ગુજરાત

gujarat

Stock Market India: પહેલા દિવસે શેરબજારમાં આવી તેજી, નિફ્ટી 17,000ની નજીક પહોંચ્યો

By

Published : Feb 28, 2022, 3:56 PM IST

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 388.76 પોઈન્ટ (0.70 ટકા)ના ઉછાળા સાથે 56,247.28ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 135.50 પોઈન્ટ (0.81 ટકા)ની તેજી સાથે 16,793.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: પહેલા દિવસે શેરબજારમાં આવી તેજી, નિફ્ટી 17,000ની નજીક પહોંચ્યો
Stock Market India: પહેલા દિવસે શેરબજારમાં આવી તેજી, નિફ્ટી 17,000ની નજીક પહોંચ્યો

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ભલે નબળાઈ સાથે શરૂ થયું હોય, પરંતુ શેરબજાર (Stock Market India) બંધ ઉછાળા સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 388.76 પોઈન્ટ (0.70 ટકા)ના ઉછાળા સાથે 56,247.28ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 135.50 પોઈન્ટ (0.81 ટકા)ની તેજી સાથે 16,793.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-જાણો શું છે SWIFT, જેણે રશિયાને બહાર કરવાની આપી ધમકી, તેની શું થશે અસર

કરદાતાઓને લાગ્યો વધુ એક ઝટકો

કરદાતાઓને વધુ એક ઝટકો લાગ્યો (Tweak the taxpayers) છે. ડિડક્શનવાળા કરવેરાની સંપૂર્ણ વ્યવસ્થા હવે સમાપ્ત થઈ શકે છે. રેવન્યૂ સેક્રેટરી તરૂણ બજાજે આનો સંકેત આપ્યો છે. તેમણે શનિવારે કહ્યું હતું કે, કરવેરાની જૂની વ્યવસ્થાનું આકર્ષણ ઘટાડવાની જરૂર છે. તેનાથી વધુ લોકો કરવેરાની નવી વ્યવસ્થાને અપનાવવા માટે પ્રોત્સાહિત થશે. કરવેરાની નવી વ્યવસ્થા વર્ષ 2022માં શરૂ થઈ હતી. તેમાં વેરાનો દર ઓછો છે, પરંતુ ડિડક્શનની સુવિધા નથી મળતી. આ નવી વ્યવસ્થામાં કરદાતાએ રસ ન દાખવ્યો. મોટા ભાગના કરદાતા જૂની વ્યવસ્થાની સાથે જ પોતાનું ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે.

આ પણ વાંચો-Top up on home loan: તાકીદે પૈસાની જરૂર છે? હોમ લોન પર ટોપ અપ મેળવો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, હિન્દલ્કો (Hindalco) 7.46 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 6.58 ટકા, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) 6.01 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 4.82 ટકા, બીપીસીએલ (BPCL) 4 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, એચડીએફસી લાઈફ (HDFC Life) -2.91 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) -2.71 ટકા, એમ એન્ડ એમ (M&M) -2.07 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -2.06 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -2.05 ટકા ગગડ્યા છે.

ABOUT THE AUTHOR

...view details